નવા વરસનો દિન તને સાંભરેરે!

વાયરા

મિત્રો,  ધારો કે બેસતા વરસની વહેલી સવાર હોય અને પાંચ કે છ વાગ્યે કોઈ આપણે  ત્યાં સાલમુબારક કરવા પધારે તો આપણે એ ઘટના માટે માનસિક રીતે તૈયાર હોઈએ ખરા? મોટાભાગે આપણા માટે એ  અચાનક ધાડ પડ્યા જેવી ઘટના લાગે! પણ અમને કહેવા દો કે ત્રીસેક વર્ષો પહેલાં આવું નહોતું.

ત્યારે ઘરનાં વડીલ સહુથી પહેલાં તૈયાર થઈ જતાં અને છૂટથી પ્રસાદ વહેંચતાં હોય તેમ આશીર્વાદ વહેંચવા બિરાજી જતાં. એમની નજર વારંવાર દરવાજા તરફ જતી કે: કેમ ફલાણાં હજુ દેખાયાં નથી? ને જ્યારે એ દેખાય ત્યારે એમને  ભગવાન દેખાયા જેટલો આનંદ થતો! એમને વડીલ હોવાનું સાર્થક જણાતું. આવનાર પણ બસ પકડવા દોડતો હોય એમ વડીલ તરફ દોડતો. એ સમગ્ર પ્રક્રિયા જાણે કે, પરંપરા, વ્યવહાર, વિવેક, સંસ્કાર, ઉમંગ, વિવેક ,ફરજ વગેરેના મિશ્રણથી બનેલી મધુર વાનગી હતી! વડીલના નવાનકોર વસ્ત્રોના ગજવામાં નવીનકોર નોટો રહેતી!

એ વખતે દિવાળીના તહેવારો એટલે બધું નવું નવું વસાવવાનું બહાનું હતું.  ચાના કપરકાબી જેવી રોજિંદી ચીજો  ખરીદવા માટે દિવાળીના તહેવારોની રાજ જોવાતી.  બેસતા વરસના દિવસે પહેરવાનાં કપડાં તૈયાર કરી આપવા માટે દરજી પણ મુશ્કેલી અનુભવતો! એને ત્યાં લોકો ધક્કા ખાતા.  અમારો એક ઓળખીતો દરજી યુવાન લોકોને ના પાડવાની હિમત ન દાખવી શકવાથી ડામચિયાની પાછળ સંતાઈ ગયો હતો! સમય  બડા બલવાન … નહીં દરજી બલવાન!!!

વડીલ જ નહીં પણ ઘરના તમામ સભ્યો આ તહેવારોમાં હળવામળવાનું યથાશક્તિ જોર દાખવવા  તત્પર રહેતાં.  ઘરની મહિલાઓને  દિવાળીની રાત્રીએ પણ ઉજાગરો જ થતો. મોડે સુધી  વાનગીઓ તૈયાર કરવાનું કામ રહેતું. ને વહેલી સવારે તૈયાર થઈને રંગોળી પૂરવા નુ કામ હોંશે હોંશે નિભાવી લેતી. એક તરફ થાક અને બીજી તરફ ઉમંગ! ને ઉમંગ જીતી જતો. થાક ઝીરોમાં આઉટ થયેલા બેટ્સમેનની જેમ મેદાન છોડી જતો!

સવાર પડે ન પડે  ત્યાંતો ટોળેટોળાં “સાલમુબારક”નો મંત્ર લઈને નીકળી પડતાં! બહારવટિયાઓ ગામ ભાંગતા હોય તેમ તેઓ બહુ જ મજાપૂર્વક ફાફડા,મઠિયાં કે ઘૂઘરા ભાંગતાં! ક્યારેક ક્યારેક  તો એમ લાગતું કે, ઘરમાં મહેમાનો નહીં સમાય! પણ ઘરધણીને મૂંઝવણ ઘેરી વળે  તે પહેલાં તો મહેમાનોની સમજદારી એનો રંગ બતાવી દેતી! અમુક મહેમાનો  દરવાજેથી જ “બાજુમાં જઈને  આવીએ” એમ કહીને એ મૂંઝવણને ભગાડી દેતાં. જરૂર પડે પાડોશમાંથી ખુરશીઓ કે થાળીવાટકાઓ ઉછીનાં લાવવા પડે એ શરમની વાત નહોતી ગણાતી.  ચીજો આપનારને પોતાની ચીજો ધન્ય થઈ ગઈ હોય એમ લાગતું.

ત્યારે   બાળકો નંવા કપડાં પહેરીને  માબાપના દોરવાયા દોરવાતા.  એમનાં ગજવાં નવી નવી નોટોથી ભરાઈ જતાં!

નગરના માર્ગે મિત્રોની ટોળકી નીકળી પડતી! ભેટવા ને નમવાની સાથેસાથે ચા અને પાન અને સોડાનો મારો પણ ચાલુ જ રહેતો.  એમાં ચાવાળો  કે ગાંઠિયાંવાળો કે  વાળ કાપવાવાળો કે અન્ય કોઈપણ વાળો બાકી ન રહેતો.  બધા વાળા વહાલા જ લાગતા!  બપોર સુધીમાં  અર્ધા નગરને સાલમુબારક કહેવાઈ જતું.  બાકીનું બપોર પછી! ગળપણના અતિરેક પછી બપોરના જમણમાં દાળભાતની કિંમત સમજાતી!

રાત્રે મિત્રો  વળી મિત્રો  મારતી સાયકલે આવે ને હાકલો કરે કે – હાલો ફિલમ જોવા!  ભંગાર ફિલ્મ હોય તોય પૈસા ફેંકવાના! મજા ન આવતી હોય તોય તાળીઓ પાડવાની! નાવા વરસનો દિવસ વ્યર્થ  તો ન જ જવા દેવાય.

… પણ સિત્તેરનો દસકો પૂરો થતાં થતાં તો આ બધી રીત રસમોમંથી રંગ ઊડવા લાગ્યો.

ને આજકાલ તો નવા વરસની સવારે કોઈ પાડોશીને સાલ મુબારક કહેતા વિચાર કરવો પડે છે કે- એ  મહાશય ડિસ્ટર્બ તો નહીં થઈ જાયને!

પણ આ પરિવર્તન પાછળ પણ કારણો હશે જ. ને..  એ રીત રસમોના  વિકલ્પો પણ છે જ.

એ વિકલ્પોનો વાજબી ઉપયોગ એ જ આપણા હાથની  વાત.  બાકી.. જો બિત ગઈ સો બાત ગઈ!

પણ.. છોટી છોટી બાતોં કી હૈ યાદેં બડી!

******************************************************************************************

બિહારની ચૂંટણીના પરિણામ  પછીનું એક યુગલગીત …. .

लालू—- अपन बडे चालु… है!

राबडी—- हा है!

लालू— जंगल में भालू… है!

राबडी— हा है!

लालू— समोसे में आलू…. है!

राबडी–हा है!

लालू— तो बिहार में लालू… है!

राबडी— नानाना नानाना नानानानानानानानानानानाना

Advertisements

આમના સામના: અમિતાભ ઔર જાવેદ અખ્તર કા

ગમ્મત

[મિત્રો, અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાંડ એમ્બેસેડર બન્યા એ વાત ઘણાંને ગમી નથી.  એ વાત જાવેદ અખ્તર સાહેબને પણ ગમી નથી.  દરેકને પોતાની માન્યતાઓ ધરાવવાની આઝાદી છે.  એ માન્યતાઓ પાછળ અનેક પરિબળો કામ કરતાં હોય છે. અમે એ વાતમાં અત્યારે નથી પડતા. અમે ગમ્મત ખાતર , અમારી  કલ્પના શક્તિના જોરે એક  દૃશ્ય રજૂ કરીએ છીએ.આ  દૃશ્યમાં  જાવેદ સાહેબ અને અમિતાભ  આમને સામને આવી જાય છે.  અને જોઈ લો  કે  શું થાય છે]

જાવેદ અખ્તર  : વિજય! વિજય, તૂ  યે ક્યા કર રહા હૈ? તેરા દિમાગ તો ઠીક હૈ?  તૂ ગુજરાત કા બ્રાંડ એમ્બેસેડર બન ગયા હૈ! વહી મોદીકે ગુજરાત કા?

અમિતાભ: પહલી બાત તો  મૈ યે કહુંગા જાવેદ સાહબ, કિ મૈ વિજય નહીં હૂં. મૈ અમિતાભ બચ્ચન હૂં. હરિવંશરાય બચ્ચન કા બેટા. અપને બાબુજી કા બેટા. મૈ વહી કરુંગા , જો મેરે બાબુજી કે સંસ્કાર કહેંગે.

જાવેદ અખ્તર  : ભૂલ ગયા? મૈને   તૂજે   વિજય બનાયા થા. તૂ   વૈસા બોલતા થા, જૈસા મૈ બુલવાના ચાહતા થા!   તૂ  વૈસા કરતા થા, જૈસા મૈ કરવાના ચાહતા થા!

અમિતાભ : વો  બાત અલગ થી.  વે  કહાનિયાં થી. યે હકીકત હૈ. વો વિજય આપકા કિરદાર થા. લેકિન યે અમિતાભ બચ્ચન આપકી કહાનીકા કિરદાર નહીં હૈ.  જો આપકે બતાયે હુએ રાસ્તે પર ચલે.

જાવેદ: તૂજે અમિતાભ બચ્ચન બનાયા કિસને? વિજયને.  વિજય નહીં હોતા તો અમિતાભ નહીં હોતા.

અમિતાભ : અગર અમિતાભ નહીં હોતા તો વિજય ભી નહી હોતા. સિર્ફ કિરદાર સે કુછ નહીં હોતા.  વિજયકો આવાજ કી બુલંદી કિસને દી? વિજય કો અભિનય સે સંવારા કિસને? જાવેદ સાહબ, આપ એક લેખક  હૈ.  આપકા કામ હૈ કહાની લિખને કા. કિરદાર બનાને કા. મેરા કામ હૈ કિરદાર કો નિભાના. હમ દોનોંને અપને અપને કામ અચ્છી તરહસે નિભાયે.  આપ કહાની લિખ સકતે હૈ. મેરી જિંદગી  નહીં લિખ સકતે.

જાવેદ અખ્તર: મૈને તેરી જિંદગી બનાઈ હૈ વિજય.

અમિતાભ: ફિર વહી બાત! જાવેદ સાહબ,  મૈ અમિતાભ હૂં. વિજય નહીં. આપ ઔર  મીડિયા સિર્ફ કહાની બના સકતે હૈ. મેરી જિંદગી  નહીં બના સકતે.  મેરી જિંદગીમેં ઇતને તૂફાન આયે હૈ કિ જિતને તૂફાન આપકી કહાનીમેં નહીં આયે થે.

જાવેદ : તૂફાનકે સામને લડને કા હોંસલા મૈને તૂજે દિયા હૈ. વિજય.

અમિતાભ : મુઝે તૂફાનસે લડનેકા હોંસલા મેરે બાબુજી ને દિયા હૈ. આપને યે કવિતા તો સુની હોગી.

[અમિતાભ આંખો બંધ કરીને જુસ્સાભેર કાવ્ય પઠન કરવા લાગે છે.]

વૃક્ષ હો ભલે ખડે,

હો ઘને, હો બડે,

એક પત્ર છાંહ ભી ,

માંગ મત, માંગ મત, માંગ મત,

અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.

તૂ ન થકેગા કભી,

તૂ ન થમેગા કભી,

તૂ ન મુડેગા કભી,

કર શપથ, કર શપથ, કર શપથ,

અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.

યહ મહાન દૃશ્ય  હૈ,

ચલ રહા મનુષ્ય હૈ,

અશ્રુ, સ્વેદ, રક્ત સે,

લથપથ,લથપથ,લથપથ,

અગ્નિપથ,અગ્નિપથ,અગ્નિપથ.

મિત્રો, અમિતાભનું કાવ્યપઠન પૂરું થયું એટલે એણે આંખો ખોલી ને જોયું તો જાવેદસાહેબ હતા નહીં!

ને અમિતાભે જોરથી  ગુજરાતીમાં બૂમ પાડી.. “ખૂશ્બૂ ગુજરાતકી” માં પાડે છે એવી જ રીતે..

“એ… કાકા….. “

હિંદુસ્તાન બોલ રહા હૈ….યશવંત ઠક્કર

ગમ્મત

કોઈ બોલ્યું આમ ને કોઈ બોલ્યું તેમ.

કોઈના બોલવાનો વિરોધ  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિરોધનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિરોધના વિરોધનો બચાવ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના બચાવનો ખુલાસો  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના ખુલાસાનો  વિશેષ ખુલાસો કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિશેષ ખુલાસાનો પ્રતિભાવ કોઈએ આપ્યો આમ ને કોઈએ આપ્યો તેમ.

કોઈના પ્રતિભાવને ટેકો  કોઈએ આપ્યો  આમ ને  કોઈએ આપ્યો તેમ.

કોઈના ટેકાનો આભાર કોઈએ માન્યો આમ ને કોઈએ માન્યો તેમ.

કોઈએ માનેલા આભાર બાબત આક્રોશ કોઈએ ઠાલવ્યો આમ ને કોઈએ ઠાલવ્યો  તેમ.

કોઈના આક્રોશને  દંભ કોઈએ કહ્યો આમ ને કોઈએ કહ્યો તેમ.

કોઈના દંભના પરદા  કોઈએ ફાડ્યા  આમ ને કોઈએ ફાડ્યા  તેમ.

કોઈના પરદા ફાટવાના બનાવને કોઈએ ચગાવ્યો આમ ને કોઈએ ચગાવ્યો ઓ તેમ.

કોઈએ ચગાવેલા બનાવને નીચે ઉતારવા માટેનો ઉકેલ કોઈએ દર્શાવ્યો આમ ને કોઈએ દર્શાવ્યો તેમ.

કોઈએ દર્શાવેલા ઉકેલને ગતકડું કોઈએ કહ્યું આમ ને કોઈએ કહ્યું તેમ.

કોઈએ કહેલાં  ગતકડાંનો વરઘોડો કોઈએ કાઢ્યો આમ ને કોઈએ કાઢ્યો તેમ.

કોઈએ કાઢેલા વરઘોડામાં ગીત કોઈએ  ગાયાં આમ ને કોઈએ ગાયાં તેમ.

કોઈએ ગાયેલાં ગીતોની સાથે કોઈ નાચ્યું આમ ને કોઈ નાચ્યું તેમ.

કોઈના નાચને આચારસંહિતાનો ભંગ કોઈએ ગણાવ્યો આમ ને કોઈએ ગણાવ્યો તેમ.

આચારસંહિતાના ભંગની ફરિયાદ કોઈએ કરી આમ ને કોઈએ કરી તેમ.

ફરિયાદનો ચુકાદો તો આવતા આવશે પણ એ પહેલાં ….

ત્રાસેલા આમઆદમીએ બૂમ પાડી કે ………..

એ………..બકવાસ બંધ કર……….!!!!!!!!!!!!

સપનું

જીતુ અને જશુભાઈ

જો આપ નવું ઘર ખરીદવાનું વિચારતા હો તો આપનું એ સપનું પૂરું થવાની તૈયારીમાં છે.

ટીવીના પરદા પરની મીઠડી નારીના મીઠડા શબ્દો જશુભાઈના કાને પડ્યા ને જશુભાઈએ ટીવીનો અવાજ વધાર્યો.

હાલમાં મંદીનાં કારણે મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયાના સમાચાર છે. જેને નવું મકાન ખરીદવું હોય એમણે હવે રાહ જોવાની જરૂર નથી. મીઠડી મોટાં મોટાં શહેરોના અલગ અલગ વિસ્તારો બતાવતી ગઈ અને કિંમત બોલતી જ ગઈ. જશુભાઈ ફાટી આંખે જોતા જ રહ્યા અને ફાટ્યા કાને સાંભળતા જ રહ્યા…. એક કરોડની કિંમતનો આ ભવ્ય ફ્લૅટ હવે આપને ફક્ત એંસી લાખમાં મળી શકે છે……પંચાશી લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત સિત્તેર લાખમાં મળી શકે છે. અને જો આપના બજેટ પ્રમાણે આ કિંમત વધારે લાગતી હોય તો નિરાશ થવાની જરૂર નથી. સાઈઠ લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત પચાસ લાખમાં મળી શકે છે. તો મોડું શાં માટે? જલ્દી કરો અને આપનાં સપનાં સાકાર કરો….

જશુભાઈની મનગમતી વાત સાંભળવાની ઇચ્છા પૂરી થાય એ પહેલાં તો સમાચાર પૂરાં થયાં. મીઠડી પરદા પરથી જતી રહી ને જશુભાઈથી હાથ પછાડીને બૂમ પડાઈ ગઈ. કે એ… હાલી શું નીકળી છો?

બૂમ સાંભળીને નયનાબેન હાંફળાંફાંફળાં દોડીને આવ્યાં. શું થયું…?

જશુભાઈએ જવાબ આપ્યો કે મને તો એમ કે પાંચ દસ લાખની વાત કરશે પણ મારી બેટી પચાસ  લાખે આવીને તો અટકી ગઈ.