ધરમ કરમ

ઝાપટાં

ધરમ કરમ…..

અમે  હાથથી  દૂર  રાખી    કરમને

નથી  શોધતાં આ જગતના મરમને.

કથા  વારતા  સાંભળી    સાંભળીને

અહીં  લોક  ભૂલી ગયા છે ધરમને.

હવે જાય તો જાય ક્યાં એ બિચારી

ન કોઈ ચહેરો જગ્યા દે શરમને.

સફળતા વિષે ના કહેવાય ઝાઝું

સહેલું નથી ભાંગવો છે  ભરમને.

બને તો જરા માણસો ઓળખીએ

પછી ઓળખીશું અમે પણ પરમને .

Advertisements