જેલવાળાનું કહેવું છે કે: અન્નાજી તુમ કબ જાઓગે?

એક ફિલ્મ આવી હતી… અતિથિ તુમ કબ જાઓગે?

આ તિહાડ જેલાવાળાનું પણ એવું જ કહેવું હશે કે; અન્નાજી તુમ કબ જાઓગે?

 તિહાડ જેલાવાળાએ અન્નાજીને મહેમાન તો બનાવ્યા પણ આ મહેમાન તો એમને ભારે પડ્યા. ખૂબ જ નિરાંતવાળા! જવાની તો જાણે ઉતાવળ જ નથી.એમને તેડવા માટે જેલની બહાર આખો મલક ઉમટી પડ્યો છે  પણ મહેમાન તો જાણે કેટલું રોકાવું એ નક્કી કરીને જ આવ્યા છે!  

આમ તો આ મહેમાન સાદાસીધા છે. જમવાનું લેતા નથી. પણ જો નહાવા માટે એક ડોલ  પાણી આપવામાં ચૂક થાય તો એમના ગામમાં ખાલી ડોલ લઈને  એકે એક જણ  ગામના ચોકમાં આવી જાય!

જેલમાં પાણી નથી ? એવાં સવાલો થાય! 

આ કોને કહેવું?   

ને આ સમાચાર માધ્યમો .. આગાહી કરી કરીને થાક્યાં કે: મહેમાન બહાર આવે છે … આવવાની તૈયારી છે…આવી રહ્યાં છે…

ને મહેમાન તો અંદરથી કહેવડાવે છે કે: મારે હજી રોકાવું છે! 

દરમ્યાન જેલવાળા મનોમન ગાતા હશે કે: 

આદેશ આયા હૈ 

હમને પાયા હૈ 

હમને માના હૈ 

તુમ્હે જાના હૈ

યહાં સે જાના હૈ

જરૂર જાના હૈ

તુમ કબ જાઓગે

અન્ના કબ જાઓગે 

બોલો કબ જાઓગે 

તુમ બિન રામલીલા મૈદાન  સુના સુના હૈ…  

Advertisements