અનેક મદારી અનેક પથારા

Contró!!!

નહીં ઝભ્ભા… નહીં લુંગી … નહીં ડુગડુગી

પણ તોય મદારી. 

એક નહીં અનેક મદારી

અનેક  જમુરા.

સાંભળો.. કાન માંડીને સાંભળો .

મદારીના સનસનતા સવાલો

ને જમુરાના જડબાતોડ જવાબો.

જૂઓ આંખો ફાડી ફાડીને જૂઓ …

પારેવાંની પાંખોનો ફડફડાટ …

ગરોળીની કપાયેલી  પૂંછડીનો તરફડાટ…

અનેક મદારીના અનેક પથારા …

ખેલ ચાલે એકધારા… એકધારા …  એકધારા……………..


 

Advertisements

થાંભલો


આંગણાંમાં ઊગ્યો છે ટેલિફોનનો થાંભલો!

ઊંડાં ઊંડાં છે એનાં મૂળ.

લહેરાય છે એના તાર

ને ટહુકે છે એની રિંગ

વૃક્ષો

મને માફ કરજો

હું તમને ભૂલતો જાઉં છું.

[18-03-95]

દિવ્ય દર્શન -1994

દિવ્ય દર્શન -1994

અહીં ઠંડાં પીણાંની બોટલમાંથી નીકળી શકે છે મરેલી ગરોળી ગરોળી ગરોળી….

અહીં લાયસન્સ વગરની બંદુકમાંથી છૂટી શકે છે જીવતી ગોળી ગોળી ગોળી….

અહીં કશું જ અશક્ય નથી નથી નથી નથી નથી ……

અહીં ગણપતિનાં નામે ઉઘરાવેલા પૈસામાંથી પી શકાય છે દારૂ.

[ દારૂ ના પીઉં તો શું જખ મારું..? હેં શું જખ મારું ? ]

અહીં રસ્તા વચ્ચે કૂદી કૂદીને પૂછી શકાય છે સવાલો કે-

યે ઈલુ ઈલુ ક્યા હૈ ? ઈલુ ઈલુ

યે ઈલુ ઈલુ ક્યા હૈ ?

અહીં ભગવાનનો વરઘોડો જોવાના બહાને કરી શકાય છે ધક્કામુક્કી.

ને છૂટ્ટી મૂકી શકાય છે દસેય વંઠેલ આંગળીઓને

કાળાં ગોગલ્સ ધારણ કરનારી વાસનાને પગલે પગલે ….

ઢેનટેન ઢેનટેન ઢટેન ટટેન ટન

ઢેનટેન ઢેનટેન ઢટેન ટટેન ટન

અહીં મંગળસૂત્ર વેચીને શેર ખરીદી શકાય છે.

અહીં શેરના ભાવ ગગડે તો ઝેર પી શકાય છે.

બેચના હૈ બેચના હૈ ભાવ બઢ જાયે તો બેચના હૈ

લેના હૈ લેના હૈ ચૈન કી નીંદ લેના હૈ.

કુછ પતા નહીં ચલતા હૈ .. ક્યા હમેં કરના હૈ

ક્યોં હમે જીના હૈ… ક્યોં હમે મરના હૈ.


અહીં દૂરદર્શન ડાહ્યું ડમરું રે… ભાઈ ડાહ્યું ડમરું રે..

અહીં છાપાં ગાંડાતૂર સુંદીર વર શામળિયા

અહીં સપનાં ચકનાચૂર સુંદીર વર શામળિયા.

અહીં ક્રાંતિ જેવી ક્રાંતિ પણ વેચાણપટ્ટે મળતી.

અહીં શાંતિ જેવી શાંતિ પણ ભાડાપટ્ટે મળતી.

અય મેરે દિલ

તુ માન યા ન માન

હૈ મેરા ભારત મહાન.

કરતા આદાન પ્રદાન..

દેતા સંસ્કૃતિકા દાન

લેતા બડી બડી લોન.

અરે યે લોન કહાંસે આઈ?

બોલો બીચમેં લોન કહાંસે આઈ ?

આઈ વિશ્વબેંકસે આઈ… લોન વિશ્વબેંકસે આઈ.

અહીં વારતા રે વારતા ભાભો હોઠ લબડાવતા

ખોટેખોટું દબડાવતા એમ ગાડું ગબડાવતા.

રામરાજ્ય કેટલે?

ઝૂંપડી બળે એટલે.

બળતી હોય તો બળવા દેજે.

ભડકે ભડકે બળવા દેજે.

આવરે કાગડા લોહી પીવા.

આવું છું…. આવું છું … RDX લાવું છું.

આવું છું…. આવું છું … AK 56 લાવું છું.

હવે અહીં બોમ્બધડાકાનાં અજવાળે અજવાળે

આપની સમક્ષ આવી રહી છે…….

એક નવી સદી એક નવી બદી

એકવીસમી સદી.. એકવીસમી બદી.

હાં તો મેરે ભક્તજનો

આપ લોગ તાલિયાં બજાઈયે!

ક્યોં કી … ક્યોં કી … ક્યોં કી …

આપકી તકદીરમેં

તાલિયાં બજાના હી લિખા હૈ!!! .


[13-01-94]

એક જૂની નવલકથાની નાયિકા આટલાંમાં જ કશેક રહેતી હતી.

એક જૂની નવલકથાની નાયિકા આટલાંમાં જ કશેક રહેતી હતી.

આ જ શેરીમાં …..

આટલાંમાં જ કશેક હતું એનું ઘર.

આટલાંમાં જ કશેક પડતી હતી એનાં ઘરની બારી.

એ બારીમાંથી

દેખાતો હતો ….

લેખકે વર્ણવ્યા પ્રમાણેનો

એનો ચંદ્ર સમાન ચહેરો.

પણ

બધું જ બદલાઈ ગયેલું લાગે છે.

જો કે

ઘર હતું તો આટલાંમાં જ કશેક.

નવલકથા ફરીથી વાંચું તો

કદાચ ખ્યાલ આવે.

પણ

નવલકથાનાં પાનાં

હવે પીળાં પડી ગયાં છે.

છુ….. ટ્ટાં ….

થઈ ગયાં છે

બંધન

તોડી તોડીને…

કદાચ ન પણ વાંચી શકું

અને………… ક    બેઠકે

એ નવલકથા

જે ક્યારેક વાંચી હતી

એકી બેઠકે.

આ તો અહીંથી નીકળ્યો એટલે

અમસ્તું જ

યાદ આવ્યું કે-

એક જૂની નવલકથાની નાયિકા આટલાંમાં જ કશેક રહેતી હતી.

 

માણસ + મોબાઇલ = માયા

MagCom mobile phone

Image via Wikipedia

મોબાઈલ કનેક્શનની જાતજાતની સ્કીમ્સ

ને ભાતભાતના પ્લાન્સ!

એમાં કઈ સ્કીમ રૂપાળી ને કઈ કદરૂપી?

ક્યો પ્લાન સારો ને ક્યો નઠારો?

એનું કોઈને નથી ભાન

એનું કોઈને નથી જ્ઞાન!!!!

ભાડું ઘટે તો કૉલ-ચાર્જ વધે

ને કૉલ-ચાર્જ ઘટે તો ભાડું વધે!

ફાયદો તો જ થાય

જો ચૂકવણું વધારે થાય!

આ સાદી સીધી વાત

સમજતાં સમજતાં માણસ

કૅલ્ક્યુલેટર બની જાય!!

માણસ માણસ મટીને

કૅલ્ક્યુલેટર બનવાનો થાય

અર્થાત

ઉલમાંથી ચૂલમાં પડવાનો થાય

ત્યારે

પ્લાન બદલવા

કે નવી સ્કીમમાં જોડાવા જાય!!!

ઇચ્છિત ફળ પ્રાપ્ત ન થવાથી

રઘવાયો રઘવાયો થયેલો માણસ

એક કંપનીમાંથી બીજીમાં

ને બીજીમાંથી ત્રીજીમાં

શરણ લેતો જાય

એતો રાતોપીળો થાય

એતો ઊંચોનીચો થાય

પણ છેવટે તો

હતો ત્યાં ને ત્યાં જાય!!

આમ કેમ થાય છે એનું રહસ્ય

કોઈને ન સમજાય

ને સમજાય તો એ બાવો બની જાય

ને બાવો બનીને પણ

મોબાઈલ તો

વાપરે વાપરે ને વાપરે જ !!!

આમ… આદમી બિચારો

દોડીદોડીને કેટલું દોડી શકે?

સ્પાઈડરમેનની માફક કૂદકા મારતી

પ્રગતિની સાથે

પોતાની જાતને

જોડીજોડીને કેટલી જોડી શકે?

આંબાની ઊંચીઊંચી ડાળે

લટકતી… લચકતી..કચમચતી

કેરીઓ તોડીતોડીને

કેટલી તોડી શકે?

સુવિધાના સાધનની માયા

છોડીછોડીને કેટલી છોડી શકે?

એ ભાણે બેઠો હોય તોય

એને નથી નિરાંત!

મોઢામાં રહી જાય છે કોળિયો

ને કરવી પડે છે એને વાત!

મંદિરના ઓટલેય

એનું મન નથી શાંત!!

સ્મશાનમાંય એનાં મનમાં

ચપટીક વૈરાગ્ય ઊગે ના ઊગે

ત્યાં તો

એના મોબાઈલમાંથી

ફૂંકાય રિંગટોનનું

પ્રંચડ તોફાન!!!

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે..

તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે…

અચકાતો ખચકાતો માણસ

આઘોપાછો થાય છે

ને દબાતે અવાજે કહે છે:

પતવા આવ્યું છે….

થોડી વારમાં આવું છું !!!!!!!!!!!!!!!