આવકારો આપે છે યશવંત ઠક્કર!

આ તો એક ઓટલો છે બાપલા. મારી તો રોજની બેઠક છે. તમે આવ્યાં તો લો જમાવો બેઠક. આવડે એવી અલકમલકની વાતો કરીશું. વિષયનું  કાંઈ ઠેકાણું નહીં બાપલા. જે હાથે ચડ્યો એ વિષય. ઓટલો કોને કહેવાય? અહીં તો ગામનો સરપંચ આવીને બેસે ને અજાણ્યો મુસાફર પણ આવીને બે ઘડી બેસે. એ આનંદ આવવો જોઇએ… ભેગું શું લઈ જાવાનું છે હેં?

હે રસિક્જનો. વડોદરાથી હું યશવંત ઠક્કર. તમને આવકારતા આનંદ અનુભવું છું. ભાગમભાગના આ જમાનામાં તમોને તમારું આખું નામ બોલવાનો પણ સમય નથી, એક ચપટી વગાડવાથી કામ પતી જતું હોય તો તમે એક તાળી પાડવા પણ તૈયાર નથી અરે ચપટી પણ ન વગાડો. જો માત્ર આંખના એક ઇશારાથી કામ થઈ જતું હોય! તોય તમે “અસર” નાં આંગણે પધાર્યાં છો. આ મારાં ધન્ય ભાગ્ય નહિ તો બીજું શું છે?

કહેવત છે ને કે નીવડ્યે વખાણ! એટલે અત્યારે તો વધારે વધારે ન કહેતા એટલું જ કહીશ કે-એ આવો. બાપલા આવો.

66 thoughts on “આવકારો આપે છે યશવંત ઠક્કર!

  1. ડીયર યુજર,
   આપે યુનિકોડ (શ્રુતિ) અથવા અન્ય ફોન્ટમાં ટાઈપ કરેલ કોઈપણ સોફ્ટવેરમાંથી
   કોરલ, પેજ મેકર, વર્ડ કે એચ ટી એમ એલ કે આપને જોયતા formetmaમાં
   Shree Lipi / Terafonts / Bhasha Bharti / Indica / Itr etc fontsમાં ટાઈપીંગ કન્વર્ટ કરી આપીશું.

   Dinesh Tilva
   Contact Ads
   7-11, Bhaktinagar Station Plot,
   Opp. Virani Complex,
   Rajkot – 360 002 (India)
   Tel.0281-2461142, 94272 70271
   Email: dineshtilva@gmail.com, dineshtilva@yahoo.com

 1. આદરણીય યશવંતભાઈ

  આભાર મારા બ્લૉગની મુલાકાત લેવા બદલ. તમારા “ઓટલા” પર અલગારીની જેમ જ મન થશે ત્યારે આવી જઈશ …બાકી તમે
  ધોનીની જેમ જ એક પાર્ર્દશિતા ધરાવતો બ્લૉગ તૈયાર કર્યો છે તેમાં કોઈ બે મત નથી. તમારી બે વાત મને ખૂબ ગમી .એક વિષયવસ્તુના બંધન વિના તમે અલકમલકની વાતો કરવાનું વિચારેલ છે. એક માત્ર આનંદ આપવાના હેતુથી તમે તમારે “ઓટલે” બેઠા છો. અને અજાણ્યો મુસાફર પણ અલગારી જીવડો હોય તો આનંદ જ આનંદ! તમારા આ બ્લૉગની આવી અદેકેરી ઓળખ હંમેશા જાળવાયેલી રહે એવી અભ્યર્થના સાથે બ્લૉગ જગતમાં તમને આવકારું છુ

  કમલેશ પટેલ

 2. યશવંત ઠક્કર

  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ

  શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  Please visit my blog :…
  http://gaytrignanmandir.wordpress.com/

 3. માનનીય યશવંતભાઈ,

  વિજયભાઈની સાહિત્ય સંગમ વેબ સાઈટ પર તમારો સુંદર પ્રતિભાવ વાંચ્યો. ખૂબ જ આનંદ થયો.
  તમારૂ ઈ-મેઈલ ID ન હોવાથી તમારા પ્રતિભાવ બદ્લ આભાર અહીં વ્યક્ત કરું છું અને સાથે સાથે તમારા સુંદર બ્લોગની મુલાકાત લેવાનો મોકો પણ મળ્યો.

  જય
  http://bansinaad.wordpress.com

 4. જય શ્રીકૃષ્ણ યશવંતભાઈ,

  આપનો આ ઓટલો ગમ્યો.અને આપની શૈલીમાં કહું તો એ મજો મજો થઈ જ્યો…ક્યારેક રમત રમતમાં મજાકમાં પણ ગહન વિષય ચર્ચાઈ જાય અને કેટલીક ગંભીર પળોમાં પણ એક મુસ્કાન લાવી દે આ ઓટલો.

  આપનો ડો. હિતેશ.

 5. યશવંતજી,

  આપના ઓટલે આવીને બહુ મજા આવી. આપ વડોદરાના છો એ જાણીને ઓર આનંદ થયો. હું પણ વડોદરાનો જ છું, આજકાલ પુણેમાં છું. વડોદરા આવવાનું થશે ત્યારે ચોક્કસ મળશું.

 6. યશવંત ભાઈ સવારના શશી થીરુરને ગાળો આપતો હતો. પછી યાદ આવ્યુ કે યશવંતભાઈને કહું. ઈન્દીરા ગાંધીના જમાનામાં મનમોહન સીંહ અખે પાત્ર લઈ વર્લ્ડ બેંકમાં રોજે રોજ ભીખ માંગવા જતો હતો. મને બીચારા દ્રોણની દયા આવે છે. પુત્ર અશ્ર્વસ્ત્થામા માટે ગાય જેવી મામુલી ભેટ લેવા ગુરુ હાલી નીકળ્યા દ્રુપદ પાસે અને પછી તો આખી મહાભારત રચાઈ ગઈ. એટલે કે સમજી શક્યા હશો કે માણસોને ભીખ કે ભેટ માંગતા આવડતું નથી. મને ભીખ કે ભેટ હાલે જોઈતી નથી પણ આ બધા સરકારી અને રાજકરણના માંધાતાઓને મુંબઈ કે વડોદરાના કોઈ ચાર રસ્તા પાસે એકાદ મહીના ભીખ માંગવાનો કોઈ વર્કશોપ ગોઠવો જે રીતે એમ.બી.એ વાળાને પબ્લીક કોન્ટાક માટે ફીલ્ડ વર્ક આપે છે એમ… આપના ઓટલે આવી ગપગોળા કરવાની મજા આવે છે.

  1. મૂળતો કાઠિયાવાડના જ. સાવરકુંડલાથી તુલશીયામની બસ અમારે ગામ થઈને જાતી. પછી જંગલની રક્ષા માટે બંધ થઈને હવે માત્ર તાતણિયા કે લાસા સુધી જાય છે. ઈ મારગ ઉપર અમારું નાનીધારી ગામ આવે. તાલુકો -ખાંભા. જિલ્લો-અમરેલી

   હે… ધારી અમરેલી ધ્રુજિયાં ને ખાંભા થરથર થા..ય.
   રામવાળાનાં રાજ્યમાં ધોળે દીએ ડેલાં દેવાય.

 7. શ્રી યશવંત,
  તમે પ્રેરણા આપી ને “અસ્તિત્વ ની મથામણ” નામનો લેખ મુક્યો છે.ખબર નથી કેટલો ન્યાય આપી શક્યો છું.વડોદરામાં એચ.જે.પરીખ સ્કુલ માં ૧૧ મુ ધોરણ ભણેલો.જૂની નવરંગ સિનેમા પાસે છે.એ સમયે લીધેલું મહારષ્ટ્ર લોજ નું ભોજન,ફક્ત બે રૂપિયામાં,માધવ ની દાળ અને લારીલપ્પા ની ચા ની યાદ હજુ આવે છે. લેખ ને ફરી અપડેટ કર્યો છે.

  1. રાઉલજી,
   તમારો લેખ વાંચ્યો. ખૂબ ગમ્યો.
   મહારાષ્ટ્ર લોજનું ભોજન મેં પણ લીધું છે. હવે એવા સંજોગો આવે એમ લાગતું નથી. લારીલપ્પા તો હવે શોધવી પડે. પણ એ જ્યારે એની જૂની જગ્યાએ હતી ત્યારનો માહોલ જોવાનો મને પણ લાભ મળ્યો હતો. નવરંગ સિનેમાના મેદાનમાં “જાલ” [વિશ્વજીતવાળું.] કે “આંખે” [ધર્મેન્દ્રવાળું] કે”દુશ્મન” [રાજેશખનાવાળું] વગેરે ફિલ્મોના બોર્ડ જે દેખાવ ઊભો કરતા તે હજી સાંભરે છે. ને ટિકિટ માટેની લાઈન અને દંડાવાળો વ્યવસ્થાપક ! નવરંગ પહેલા એનું નામ મોહન હતું ને ત્યારે ત્યાં મનમૌજી લાગેલું. એનું એક ગીત હતું : જરૂરત જરૂરત જરૂરત હૈ…
   મળીશું.

 8. એ યશવંતભાઈ,
  અલાહાબાદથી જયદીપનાં જેશ્રીકૃષ્ણ વાંચજો. ઓટલે આજે થોડોક પોરો ખાધો ને બાપલિયા મજા આવી ગઈ… બેઠકું વિના ઓટલો ક્યારેય સૂનો ન પડે એવી અભિલાષા…
  -જયદીપ.

  1. અનીશભાઈ, આભાર. શરૂઆત કરી ત્યારે મનમાં એમ હતું કે આવડે એવી વાર્તાઓ કે કવિતાઓ મૂકીશું. પણ પછી ખ્યાલ આવ્યો કે આ તો અનેક શક્યતાઓ ધરાવતું માધ્યમ છે. શરૂઆતમાં બહુ જામ્યું પણ નહોતું કારણ કે દરેક રચના વખતે મેલ કરીને બીજાને આગ્રહ કરવાનું ઠીક નહોતું લાગતું. સંપર્કો પણ ઓછા હતા. પછી તો ગુજરાતી બ્લોગગ્રુપનો સહારો મળ્યો. અન્ય મિત્રોએ પણ બ્લોગના પ્રચાર માટે સાથ આપ્યો. ટેકનીકલ બાબતમાં તો હજી પણ શીખાઉ જ છું. ભાષા બાબત પણ ઘણું જ નવું શીખવા મળ્યું. એકંદરે એવો અભિગમ રાખેલ છે કે ગમ્મત ગમ્મતમાં આવડતની આપ લે કરી લેવી. ચર્ચા જરૂર કરવી પણ જેમાંથી કશું જ ન મળવાનું હોય એવા વાદ વિવાદથી દૂર રહેવું.

 9. આ તો એક ઓટલો છે બાપલા. મારી તો રોજની બેઠક છે
  નામ પ્રમાણે યશના સદા ભાગીદાર.

  મુલાકાતે આવનાર લાભે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ના પૂછજો તમે…રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  1. આનંદની વાત છે. આ માધ્યમ દ્વારા અમે અમારા મનની વાતો હળવી રીતે રજૂ કરીએ છીએ અને મિત્રોની વાતો પણ જાણીએ છીએ. તમારા જેવા મિત્રો પાસેથી અમને ઘણું જ જાણવા અને સમજવા મળે છે. આનંદ આવે છે અને એ રીતે બ્લોગલેખનનો હેતુ સફળ થતો હોય એવું લાગે છે.

   1. યશવંત ભાઈ આપના ઓટલા પર ઘડીક વિશામો ખાધો સારું લાગ્યું અને તમારા પ્રત્યે મોહ જન્મયો
    અમે નવસારીથી લોક પડકાર નામનું સાપ્તાહિક અખબાર ચલાવીએ છીએ અને તેમાં તમારા ઓટલાને સ્થાન આપવાની લાલશા પેદા થઇ છે
    જવાબ આપશો તો ગમશે અને પરવાનગી આપશો તો વધુ ગમશે
    મારું ઠેકાણું jit342@gmail.com છે
    જીતેન્દ્ર પટેલ

 10. આદરણીય યશવંતકાકા

  અસરના ઓટલેથી અપાયેલ મીઠો આવકારો મન મોહી લે

  તેવો છે.અમ જેવા અજાણ્યા અને પરદેશી મુસાફરો માટે આ

  વિસામો તેની યાદ દ્વારા વતનમાં આપની નજદીક હોઈએ તેવો

  અણસારો આપે છે.કાકાના ઓટલે ભત્રીજા આવે અને શીતલ

  છાયડો મળે એમ રોજ અસરના આલેખની રાહ જોઈ ૧ થી ૨

  વાગે સુઈ જાઉં ચુ. નવે- દીસે આવવાનો વિચાર છે તો આપના

  દર્શને આશીર્વાદ લેવા જરૂર આવીશ. લ્યો ત્યારે આવજો ..હો કે

 11. શ્રી.યશવંતભાઈ અને “અસરના ઓટલા”નાં સર્વે પ્રેમીજનોને
  || વધાઈ હો…વધાઈ હો ||

  શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ નાં વિજેતાપદનું ગૌરવ પ્રાપ્ત થવા બદલ અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. || અભિનંદન ||

 12. યશવંતભાઇ,
  પ્રથમ તો ગુજરાતી બ્લોગ જગતની સૌપ્રથમ શ્રેષ્ઠ બ્લોગ સ્પર્ધામાં વિજેતા બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. જો તમારા બ્લોગનું નામ વિજેતામાં ના હોત તો કદાચ આશ્ચર્ય થાત. તમારી કટાક્ષ અને હાસ્યસભર દરેક પોસ્ટમાં તમારી મહેનત અને વિચારોની પરિપક્વતા ઝળકે છે. તમારો બ્લોગ આમ જ લોકપ્રિય બની રહે એ માટે મારા વતી શુભેચ્છાઓ.

 13. સજાવટ પણ છે અને જમાવટ પણ છે
  તમારા શબ્દો માં અનેરી ફાવટ પણ છે

  માણવા લાયક છે તમારા ’ઓટલા’નો ’વિસામો’

  હવે તો અવારનવાર આવતા રહીશું ને મળતા રહીશું

 14. યશવંત અંકલ , મસ્ત લખ્યું છે તમે તો. ખરેખર માં આપના બ્લોગ ના દરેક વાચક ને ઓટલા જેવો આવકાર મળે છે , એક આત્મીયતા જેવું , કૈક પોતાનું હોય તેવું લાગે છે.હું મુસાફિર બનીને આ ઓટલે અવાર નવાર આવતો રહીશ .

  1. મને પણ તમારા જેવા મિત્રોની તલાશ રહે છે. જુદા જુદા બ્લોગ પર યથાશક્તિ રખડપટ્ટી કરું છું. મનને ગમે એવું લખાણ મળે તો આનંદ થાય છે. બીબાંઢાળ લખાણો કરતાં પોતાનું લખાણ રજૂ કરતાં મિત્રો તરફ મને માન થાય છે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.