લેખન અને રસોઈ

બનાવો: બ્લોગજગતનું ભડથું

December 23, 2011

Rate This

મિત્રો,

શિયાળાની ઋતુમાં જાતે બનાવો. બ્લોગજગતનું ભડથું.

સામગ્રી:

૧ મોટી ઘટના

૧/૨ કપ વિવિધ  સંદર્ભો

૧ થી ૨ ઝીણી સમારેલી ગીતપંક્તિઓ

૨ થી ૩ ઝીણાં સમારેલાં ગતકડાં

૨ ઝીણી  સમારેલી કહેવતો. કહેવતો જેવી કે: વારા પછી વારો અને મે પછી ગારો!ગરીબની વહુ સૌની ભાભી. ચા ઊનો અને સગો જૂનો

૧/૨ ચમચી લાલ વ્યંગ પાવડર

૧/૨ ચમચી ગરમ વિધાનો

૧ ગ્લાસ ઠંડું ચિંતન.

૧/૪ ચમચી રીઢી માન્યતાઓ

૩ ચમચી વેજીટેબલ શૈલી

૧ શીર્ષક

મહેણાંટોણાં સ્વાદ અનુસાર. ઝીણા સમારેલા લીલાં મુહાવરા

રીત:

એક મોટી અને તાજી ઘટના લો. જે છાપાંમાથી કે ટીવી પરની સમાચારની ચેનલ પરથી સહેલાઈથી મળી રહેશે. યાદ રહે કે ઘટના ઓળો થઈ શકે તેવી હોવી જોઈએ. ઘટના જેવી કે: કોઈ નેતાને પડેલો તમાચો અથવા કોઈ બાપુએ ટેકરી પર કે ખાડામાં કરેલી કથા અથવા કોઈ નવી ફિલ્મની બોલબાલા અથવા તો કોઈ આઇટમ-ગર્લની  હરકત.

-ઘટનાની છાલ પર  શૈલી લગાડીને  રજૂઆતના બર્નર પર મધ્યમ તાપે શેકો.

-તેને વારેવારે ફેરવતા રહો જેથી તે બધી બાજુથી શેકાઈ જાય.

-તે બરાબર શેકાઈ જાય પછી તેના પર ઠંડું ચિંતન રેડીને તેની કાળી પડી ગયેલી છાલને દૂર કરો.

-તેના ગરનો  છૂંદો કરી નાખો.

-એક લેખમાં શૈલી ગરમ કરો. તેમાં ઝીણી સમારેલી ગીતપંક્તિઓ અને ઝીણી સમારેલી કહેવતો ઉમરો અને તેને રજૂઆતના મધ્યમ તાપે સાંતળો અને હળવો રંગ પકડવા દો.

-તેમાં લાલ વ્યંગ પાવડર,  ગરમ વિધાનો, રીઢી માન્યતાઓ અને મહેણાંટોણાં ઉમેરીને હલાવો. તેમાં ગતકડાં ઉમેરો અને પાકવા દો.

-હવે તેમાં વિવિધ સંદર્ભો અને  ઘટનાનો છૂંદો કરેલો  ગર ઉમેરીને બરાબર હલાવો.

-રજૂઆતના મધ્યમ તાપે પાકવા દો.

-લીલા મુહાવરા સાથે ગાર્નિશ કરીને  ગરમાગરમ  શીર્ષક સાથે પીરસો બ્લોગજગતનું ભડથું!

કેવું લાગ્યું તે જરૂર જણાવશો જેથી અમને બીજી વાનગીઓ રજૂ કરવાની ખબર પડે. 

 

2 thoughts on “લેખન અને રસોઈ

  1. આપશ્રીએ જણાવ્યું એ રીતે બનેલી વાનગી અમે જોઈ છે અને આટલો મસાલો ઉમેરેલો હોય એટલે લોકોને સ્વાદિષ્ટ લાગે તેમાં બેમત નથી.

    અમારે તો એટલું જ કહેવું છે કે ભડથું સારું બને તેનો વાંધો નથી પણ સ્વાદિષ્ટ બનાવવાના ચક્કરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા જોઈએ.

    નવી કોઈ વાનગીની રીત હોય તો જણાવતા રહેજો.


    આપ ઘણાં લાંબા સમય પછી આવ્યા આ ઓટલે..

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.