લેખક, પુસ્તક અને વળતર…

લેખક, પુસ્તક અને વળતર…

નવા લેખક માટે પહેલાં પુસ્તકનું છપાવું એટેલે જાણે કે પહેલાં સંતાનનું અવતરવું! પરંતુ જેમ માબાપ માટે સંતાનના જન્મ પછીની કાર્યવાહી આનંદ આપનારી હોય છે એટલી જ કસોટીથી ભરેલી હોય છે એમ જ લેખક માટે પણ પુસ્તક છપાયા પછીની કાર્યવાહી કસોટીથી ભરેલી હોય છે! નવા લેખક માટે તો મોટા ભાગે પુસ્તક પ્રકાશનના ખર્ચાનો ભાર પોતાના જ ખભે હોય છે. લેખકને જો એ ખર્ચાનું વળતર મેળવવું ન હોય તો કશો સવાલ જ નથી. એ પોતાનાં પુસ્તકો વહેંચીને આનદ માણે. પરંતુ જો એણે વળતર મેળવવું હોય તો એણે પણ થોડાઘણા વેપારી બનવું પડે. વેચાણ પધ્ધતિનાં અવનવા કોઠા વીંધવા પડે. પ્રચાર, વિમોચન, કેફિયત, કાર્યક્રમ, પ્રમુખશ્રી, અતિથિ વિશેષ, અલ્પાહાર, વિક્રેતા, કમિશન, વિવેચન, આસ્વાદ, સંવાદ, વિખવાદ વગેરે વગેરે વગેરે! અને આ બધું કર્યા પછી પણ પરિણામ ધાર્યા મુજબ ન પણ મળે! જેને આ બધું ફાવી જાય એ પોતાનાં પુસ્તકોનું વળતર મેળવતા થઈ જાય છે. વળી, સાહિત્યના કાર્યક્રમોમાં હાજરી, વક્તવ્યો,  નિર્ણાયકપદ, સાહિત્યની સંસ્થાઓમાં હોદ્દા, ઇનામ, પુરસ્કાર, માન, સન્માન, સન્માનપત્રની સાથે મળતી રકમ એ બધું વધારામાં. ઘણી વખત લેખકોએ  આ બધું મેળવવા માટે વિવિધ યુક્તિઓ પણ કરવી પડે. આ રીતે જોઈએ તો લેખકો વચ્ચે અવારનવાર થતી અફડાતફડી પણ વ્યવસાયનો એક ભાગ જ ગણાય. 😀   લેખકોએ આ બધું આ બધું કરવામાં ગુણવત્તા  કોરે ન રહી જાય એનું પણ ધ્યાન રાખવું પડે.  ટૂંકમાં સૂતેલા સિંહના મોઢામાં મૃગલાં પ્રવેશ કરતાં નથી.

મારી એક વાર્તા છે: ‘પહેલું પુસ્તક’. વાત એવી છે કે,  એક નવો લેખક બજારમાં પોતાની ચોપડી વેચવા નીકળે છે અને એને પોતે ન ધાર્યો હોય એવો અનુભવ થાય છે.  એમ તો મેં એક નાટક પણ લખ્યું છે: ‘રોકડિયા ચૂકવે ઋણ’. આ નાટકમાં વાત એવી છે કે,  એક લેખક પોતાનાં મિત્રને પોતાનું પુસ્તક ભેટ આપે છે. મિત્રપત્ની ભેટમાં મળેલું આ પુસ્તક પસ્તીવાળાને પધરાવે છે.  પસ્તીવાળા પાસે પહોંચેલું એ પુસ્તક લેખકની જ નજરે ચડે છે. પુસ્તકના પહેલા પાને પોતે કરેલી નોંધ અને પોતાના હસ્તાક્ષાર પણ અડીખમ હોય છે. પરિણામે લેખક, એના મિત્ર અને મિત્રપત્ની વચ્ચે સંવાદોની રમઝટ બોલે છે.

આ બને રચના મોબાઇલ એપ્પ. Logo  પર વિના મૂલ્યે વાંચી શકાય છે.

વિશેષ વાતો ફરી ક્યારેક. અત્યારે જલસા કરો.  😀

Advertisements

One thought on “લેખક, પુસ્તક અને વળતર…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s