‘આ આવકારો છે’ એક ઇ-બુક

‘આ આવકારો છે’ …

‘આ આવકારો છે’ ચૌદ નવલિકાઓ સાથેની આ મારી ઇ-બુક છે.  જે એન્ડ્રોઈડ અથવા આઈફોન મોબાઈલ પર ‘ગુજરાતી પ્રાઈડ’ એપ્પ દ્વારા વાંચી શકાય છે.

પુસ્તકો છપાવવા કોના માટે સહેલાં અને કોના માટે અઘરાં, છપાયેલાં પુસ્તકોનું વાંચન વધ્યું છે કે ઘટ્યું છે, એ પુસ્તકોનું વેચાણ વધ્યું છે કે ઘટ્યું છે, પ્રકાશકો કોના પુસ્તકો કેવી શરતો સાથે પ્રગટ કરે છે, એક તરફ વાંચન ઘટ્યું હોવાની ફરિયાદો થાય છે તો બીજી તરફ ઢગલાબંધ પુસ્તકો છપાય છે, એ પુસ્તકોમાંથી કેટલાં વેચાય છે અને કેટલાં વહેચાય છે અને કેટલાં પસ્તીમાં જાય છે, જાહેર પુસ્તકાલયોમાં કોનાં પુસ્તકો પહોંચે… આ બાબતે  ઘણી ચર્ચા થઈ શકે. એવી ચર્ચા કરવાનો અહીં ઇરાદો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે પુસ્તકો છપાવવાં એ બધા લેખકો માટે સહેલું નથી. છપાયેલાં પુસ્તકો વેચાય એ માટે લેખકોએ પણ થોડાઘણા વેપારી, પ્રચારક અને જરૂર પડ્યે પ્રપંચક પણ થવું પડે. 😀

આ સંજોગોમાં મને મારા માટે ઇ-બુકનું માધ્યમ ઠીક લાગ્યું છે. કારણ કે આ માધ્યમથી વાચકો સુધી પુસ્તક સહેલાઈથી પહોંચાડી શકાય છે. ઇ-બુક પ્રગટ કરવાનું પ્રમાણ વધતું જ જાય છે ત્યારે કેટલાક વિદ્વાનો ઇ-બુકની ગુણવત્તા માટે સવાલો પણ કરે છે. પરંતુ, ગુણવત્તાનો સવાલ તો છપાયેલાં પુસ્તકો માટે પણ હતો અને છે જ.  વાચકો પોતાને સારું લાગે એ મેળવી જ લેશે. આજના દોડધામના જમાનામાં વાચકો માટે ઇ-બુક બધી રીતે લાભકારક છે. ઇ-બુકનું મહત્ત્વ વધ્યું છે અને વધતું જ રહેવાનું છે.  છપાયેલું પુસ્તક વાંચવાનો આનંદ અનેરો હોય છે પરંતુ આજનો વાચક નવા માધ્યમ સાથે સહેલાઈથી તાલ મેળવી શકે છે.

ટૂંકી વાર્તા કે નવલિકાની વાત પર આવું છું. વાર્તાઓ ખૂબ ખૂબ લખાય છે. સહેલો પ્રકાર હોવાનું માનીને પણ લખાય છે. છાપાંમાં સમયસર વાર્તાઓ હાજરી પૂરાવે છે. જાણકારોની ફરિયાદ છે કે ગુજરાતી વાર્તાઓ વેવલાવેડાથી ભરેલી હોય છે. નવા વિષયો પર નવી રીતે ઓછું લખાય છે. વાર્તાઓના બેતાજ બાદશાહો પણ પોતાની વાર્તાઓ શ્રેષ્ઠ હોવાનો દાવો નહોતા કરતા. એ લોકો કહેતા હતા કે- અમે સારી વાર્તાઓ લખવા માટે પ્રયાસો કરતા રહીએ છીએ. તો મારી વાર્તાઓ માટે કહેનારો હું કોણ? હા, સારી વાર્તાઓ  લખાય એ માટે પૂરતો પ્રયાસ કર્યો છે અને એ લખતી વખતે ઘણો જ આનંદ મળ્યો છે. વાચકો પણ આનંદિત થાય એવી આશા પણ હોય જ.

હાજર સો હથિયાર જેવો મોબાઈલ આપની પાસે હોય તો મારી વાર્તાઓ વાંચવાનું, એ વાંચ્યા પછી એની પ્રશંસા કે ટીકા કરવાનું કામ ઘણું સહેલું છે. યોગ્ય લાગે તે  કરી શકો છો. જલસા કરો. 😀

Advertisements

6 thoughts on “‘આ આવકારો છે’ એક ઇ-બુક

 1. યશવંત સર , ઘણા દિવસે [ મહિના’ઓ પછી ] બ્લોગ’જગત’માં દેખાયા !!

  આપની ઈ’બુક વિષે ઘણી ઉત્કંઠા રહેશે અને તે માટે આપને અત્યારથી જ ઘણી શુભેચ્છાઓ 🙂

  . . . શું એકાદ કૃતિ બ્લોગ’માં મુકવાની ઈચ્છા ખરી ? શું હવે અમે એવું માની શકીએ કે આપ બ્લોગ’જગતમાં ફરી સક્રિય બનશો ? 🙂

  • નિરવ,
   આભાર. ‘આ આવકારો છે’ ચૌદ નવલિકાઓ સાથેની આ મારી ઇ-બુક છે. જે એન્ડ્રોઈડ અથવા આઈફોન મોબાઈલ પર ‘ગુજરાતી પ્રાઈડ’ એપ્પ દ્વારા વાંચી શકાય છે. એ પણ વિના મૂલ્યે! …
   હું આશા રાખું છું કે તમે એક નહીં બધી કૃતિઓ વાંચશો. 😀 . હા બ્લોગમાં નિયમિત થવાનો ઇરાદો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s