આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત?…

કાર્યકારી અધ્યક્ષ એ કાંઈ નવી વાત નથી! ‘રામાયણ’માં ભરત પોતે કાર્યકારી અધ્યક્ષ બન્યા હતા અને રામના વતી પોતે વહીવટ સંભાળ્યો હતો. પરંતુ એની પાછળની ભાવના આજના શ્રીનિવાસન કે દાલમિયાની ભાવના કરતા અલગ હતી. 
આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત?… 
-રામસીતાએ વનમાં જવું જ ના પડત! અને જો જવું જ પડ્યું હોત તો અયોધ્યાથી બહુ દૂર જવું ન પડ્યું હોત! અયોધ્યા નગરીની બહાર આવેલા કોઈ ફાર્મહાઉસને, ઠરાવ પસાર કરીને જંગલની વ્યાખ્યામાં લાવી દીધું હોત! રામસીતા અને લક્ષ્મણ માટે ત્યાં એસીની સગવડ વાળી ઝૂંપડી બાંધી દીધી હોત. 
-હનુમાન, સુગ્રીવ, અંગદ વગેરેનો સલામતી દળમાં સમાવેશ થઈ ગયો હોત! બાકીના વાનર, રીંછ વગેરે રિઆલીટી શોમાં પોતપોતાની કરતબો દેખાડતા હોત. 
-રાવણ સાથે સંધી થઈ ગઈ હોત કે: એલઓસી પાર કરીને અયોધ્યાની હદમાં આવવું નહિ. એ સિવાયના દેવ કે દાનવના કોઈ પણ પ્રદેશમાં મન પડે એમ કરવું. અયોધ્યાની વિદેશ નીતિ મુજબ  અયોધ્યાની સરકાર એમાં માથું મારશે નહિ.
— રાવણ સીતાજીનું હરણ કરવાના બદલે સીતાજી જે વિસ્તારની ઝૂંપડીમાં એકલા હોય એ આખા વિસ્તાર પર જ પોતાનો કબજો જમાવી દેત. અને ત્યારે આ નેતાઓ ઠાવકાં ઠાવકાં નિવેદનો કરતા હોત કે- સીતાજીનું હરણ થયું છે એવું ટેકનિકલી કહી ન શકાય! હા, સીતાજીના નિવાસસ્થાનની આસપાસના અલ્પ અને અવાવરું વિસ્તાર પર દબાણ થયું હોવાનું માલુમ પડ્યું છે. પરંતુ, એ તમામ સમસ્યાઓનો ઉકેલ વાટાઘાટો દ્વારા આવી જશે. ચિતાનો કોઈ પ્રશ્ન જ નથી.

**************************

[આ લખાણ ફેસબુક પર વાંચીને જાણીતા લેખક શ્રી જય વસાવડાએ આપેલ પ્રતિભાવ:

Jay Vasavada હાહાહાહાહા મોજ પડી ગઈ. મારું કોઈ સ્વતંત્ર પ્રકાશન હોય તો હું એમાં યશવંતભાઈ અને મુકુલભાઈ પાસે નિયમિત લખાવડાવું
Advertisements

2 thoughts on “આ બીસીસીઆઈ સાથે સંકળાયેલાં ભેજાં જો ‘રામાયણ’માં હોત તો શું થાત?…

  1. આજના જમાનાને બંધબેસતું કેટલું સત્ય લખ્યું છે….!!! રામ વનવાસ વિષેનો “ગુજરાત સમાચાર”માં મનુ શેખચલ્લીનો હાસ્યલેખ પણ વાંચવા જેવો છે….!!

    બહુ સુંદર……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s