સંભારણું

budreti

મિત્રો,

તાજેતરમાં મળેલા સંભારણાની  તસવીર દ્વારા મારો આનંદ વ્યકત કરું છું. ‘થિએટર મીડિયા સેન્ટર-બુડ્રેટી ટ્રસ્ટ અમદાવાદ’ દ્વારા આયોજિત ‘કૉમેડી નાટ્યલેખન યોજના -૭ ‘ માં  ૩૦ મિનિટ માટેનું મારું નાટક  “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ પુરસ્કાર માટે પસંદગી પામ્યું  હતું. 

કુલ ૨૭ નાટકોમાંથી ચાર નાટકો પસંદ થયાં હતાં. 

[૧] ‘અવતાર’   લેખક -રવીન્દ્ર પારેખ,  સુરત. 

[૨] ‘નેવર પ્લાનિંગ ફોર ડાર્લિંગ’  લેખક-જય દિક્ષિત,  સુરત.

[૩] ‘યમની અકળામણ’ લેખક- નીતીનકુમાર ઢાઢોદરા, અમદાવાદ.

[૪] “ખમણ… કોરાં… વઘારેલાં… ટમટમ…’ લેખક- યશવંત ઠક્કર 

પસંદગી સમિતિમાં પ્રા. જનક દવે અને નાટ્યલેખક શ્રી નટવર પટેલે સેવા આપી હતી.  

તા. ૨૮-૩-૧૩ ના રોજ  અમદાવાદ ખાતે શ્રી હસુભાઈ યાજ્ઞિક,  શ્રી નટવરભાઈ પટેલ અને શ્રી હસમુખભાઈ બારાડીએ ખૂબ જ ઉમળકાથી ચારેય નાટ્યલેખકોને  આવકાર્યા અને પુરસ્કાર અર્પણ કર્યા. 

નાટક માટે  શ્રી હસમુખભાઈ બારાડી પોતાની ઉમર કે તબિયતની પણ પરવા કર્યા વગર વિવિધ પ્રવૃત્તિઓ  કરી રહ્યા છે એ પ્રેરણારૂપ છે.  એ નાટ્યકર્મીને સલામી આપવાનું મન થાય છે. 

આવી રીતે પસંદ થયેલાં નાટકો  આ ટ્રસ્ટ દ્વારા ભજવવા માટે રસ ધરાવતા નાટ્યકર્મીઓને પૂરાં પાડવામાં આવે છે. 

તમે લોકોએ  આ પણ વાંચ્યું જ હશે. http://wp.me/phscX-23h

Advertisements

13 thoughts on “સંભારણું

  1. વાઉ…. સો હેપ્પી ટૂ સી ધીસ …. અભિનંદન ! હું અત્યારે રંગભૂમિમાં અભિનય કરું છું , ચાન્સ મળે ત્યારે દિગ્દર્શન કરવાની પણ ઈચ્છા છે , મારા નસીબમાં હશે તો ક્યારેક જરૂર ભજવીશ આપના દ્વારા લખાયેલું આ નાટક

      • આખી સ્ક્રીપ્ટ વાંચવી ખુબ ગમશે .yuvrajjadeja87@gmail.com મારું આઈ.ડી. છે , એના પર આપ મોકલી શકશો – હું પણ અમદાવાદ જ રહું છું તો એ અમદાવાદના યુવાનો માંથી કોઈનો નંબર આપશો કે કોઈ રીતે એમની સાથે સંપર્ક કરાવશો તો કદાચ અમે બધા ભેગા મળીને નાટક ભજવવાનું કોઈ આયોજન કરી શકીએ.

    • મિત્ર યુવરાજ,
      જ્યારે જ્યારે તમારા બ્લોગની મુલાકાત લઉં છું ત્યારે ત્યારે મનગમતું મળ્યાનો આનંદ થાય છે. તમે નાટ્યપ્રવૃત્તિમાં રસ ધરાવો છો એ મજાની વાત છે. તક મળી છે તો હું પણ કહી દઉં કે- મેં પણ ક્યારેક નાટકમાં ભાગ લીધો છે. એક તો ત્રીજા ધોરણમાં હતો ત્યારે શ્રવણ બન્યો હતો. અને, વર્ષો પછી ….૧૯૭૯ની આસપાસ અમરેલીમાં શ્રી રમેશ પારેખે એબસર્ડ નાટક લખવાનો પ્રયોગ કર્યો હતો, એ નાટક ‘એક પૈડું ચોરસ છે’ માં એક પત્ર ભજવવા મળ્યું હતું. કોઈ તૈયાર ન હતું એટલે મેં સાહસ કર્યું હતું! 😀 .. પણ મજા આવી હતી. રમેશભાઈ રાતના બે વાગ્યા સુધી રીહર્સલ કરાવતા. ‘નાટક’નું વળગણ છે એટલે જ તો હજી લખવાનું મન થાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s