સૂઈમૂઈ ચલ પડી હૈ..

સૂઈમૂઈ ચલ પડી હૈ… શાંત હોને કા નામ નહીં લે રહી હૈ.  

શ્રીમતી સોનિયા ગાંધીએ હાલમાં જ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યાં હતાં ત્યારે  એકઠી થયેલી ભીડ એમને કેટલી સારી લાગી હશે! એ ભીડ સમક્ષ, ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા બાબતની ચિંતા વ્યકત કરવી કેટલી સહેલી લાગી હશે! આજે  દિલ્હીમાં અને  એમાં પણ પોતાના નિવાસસ્થાન સામે એકઠી થયેલી ભીડ કેટલી આકરી લાગી હશે! એ ભીડ સામે દેશમાં અને ખાસ કરીને દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા બાબતના સવાલોના જવાબો આપવાની ફરજ કેટલી અઘરી લાગી હશે! એમને અર્ધી રાત્રે પોતાના નિવાસસ્થાનની બહાર આવીને પ્રદર્શનકારીઓને જે જવાબો આપવા પડ્યા એમાં તૈયાર લખાણ કામ લાગે એમ નહોતું! એમના જવાબોથી પ્રદર્શનકારીઓને સંતોષ થયો નથી. દેશના તમામ નેતાઓએ આ ઘટના પરથી સબક લેવા જેવો છે.  દેશમાં મહિલાઓનું સ્વમાન અને સુરક્ષા, એ સંવેદનશીલ મુદ્દો છે. આવા  સંવેદનશીલ સમસ્યાને માત્ર રાજકારણીની નજરે મૂલવવા જેવી નથી. એને માત્ર ચૂંટણીના પ્રચારમાં ઉપયોગમાં લઈને સંતોષ માનવા જેવું નથી. ચૂંટણી પ્રચારમાં જેટલું જોર દાખવ્યું એટલું જોર આ સમસ્યા પાછળ દાખવ્યું હોત તો  કદાચ આ ઘટના બની ન હોત. રાજકારણીઓ પોતે પણ મહિલાઓ માટે કેટલું માનસન્માન દાખવે છે એનાં ઉદાહરણો પણ સતત મળતાં જ રહે છે.   

ગુજરાતમાં  મહિલાઓ, અન્ય રાજ્યોની મહિલાઓની સરખામણીમાં વધારે સુરક્ષિત હોવા છતાં સરકાર કે પ્રજાએ અતિવિશ્વાસમાં રહેવા જેવું નથી. સાવચેત રહેવું જરૂરી છે. પાપ છાપરે ચડીને પોકારે છે, પણ એ પાપ થઈ ગયા પછી! થયા પહેલાં નહિ!

બરાબર એક વરસ પહેલાં પણ સરકારને ભીડ અને દર્શનકારીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યારે મુદ્દા અલગ હતા. વાળી, પ્રદર્શનકારીઓના કોઈ નેતાઓ હતા. સરકાર એ નેતાઓ પર રાજકીય આક્ષેપો કરી શકતી હતી. આજની સ્થિતિમાં તો સરકાર એમ પણ કહી શકે એમ નથી કે, આ અંદોલન પાછળ વિરોધ પક્ષોનો હાથ છે.

ટીવીના પરદેથી જ્ઞાનીજનો ભીડ અને આક્રોશનાં કારણો, લક્ષણો, અપલક્ષણો, પરિણામો વગેરેની ગંભીર ચર્ચાઓ કરે છે! પોલીસ ભીડ અને આક્રોશને કાબૂમાં કરવાના પ્રયાસો કરે છે! અને, આક્રોશ જવાબ માંગે છે. તાત્કાલિક ઉકેલ માંગે છે. અને..

સૂઈમૂઈ ચલ પડી હૈ… શાંત હોને કા નામ નહીં લે રહી હૈ.  

http://visfot.com/index.php/news/8038-%E0%A4%B0%E0%A4%BE%E0%A4%9C%E0%A4%AA%E0%A4%A5-%E0%A4%AA%E0%A4%B0-%E0%A4%89%E0%A4%A4%E0%A4%B0%E0%A4%BE-%E0%A4%9C%E0%A4%A8%E0%A4%A4%E0%A4%BE-%E0%A4%95%E0%A4%BE-%E0%A4%90%E0%A4%A4%E0%A4%BF%E0%A4%B9%E0%A4%BE%E0%A4%B8%E0%A4%BF%E0%A4%95-%E0%A4%97%E0%A5%81%E0%A4%B8%E0%A5%8D%E0%A4%B8%E0%A4%BE.html

4 thoughts on “સૂઈમૂઈ ચલ પડી હૈ..

  1. હું હમણા જ ભુપેન્દ્રસિંહજીના બ્લોગ પર હૈયા વરાળ ઠાલવીને આવ્યો છું , તેમાનું એક વાક્ય અહી રીપીટ કરું કે . . . ખાલી સરકાર પ્રજાને ત્રસ્ત કરતા આ બધા મુદાઓમાંથી કોઈ પણ એક પર યે જો કસકસાવીને પગલું લ્યે તોયે પ્રજા તેમને 10 વર્ષ માટે તો ટેસથી ચૂંટી કાઢશે . . . પણ બધા જ બોગસીયા નેતાઓમાંથી કોઈ એકમાં પણ દમ નથી . . . !

    આ ગુનાની સજા તો માત્ર એક જ . . . ભર્યા ચોકમાં માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી . . એક જ ગોળી . . ને કામ તમામ . . . વીણી વીણી ને મારવા જ માંડો , આ હેવાનોને ! On the spot

    • નિરવ, આક્રોશ બરાબર છે પરંતુ હકીકત એ છે કે, માનવ અધિકારનો મુદ્દો મોટો પહાડ બનીને ઊભો છે. હમણાં ટીવી પર જે માહિતી આપવામાં આવી એ એવી છે કે: આપણા દેશ કરતાં પણ જે દેશમાં બળાત્કારના ગુના વધારે થાય છે એ દેશોમાં પણ ફાંસીની સજા નથી
      અતિઆદર્શવાદીઓ તો ઈચ્છે છે કે: કોઈ પણ ગુના માટે ફાંસી ન થવી જોઈએ! એમનું ચાલે તો જેલની સજા પણ બંધ કરાવી દે!
      આ સંજોગોમાં, હાલમાં જેમણે અધમ કૃત્ય કર્યું છે એમને જો ફાંસી થશે તો એ સરકારની મોટી ઉપલબ્ધિ ગણાશે.

  2. UPA2 ની કોઇ દેશને દેન હોય તો એ છે MOBશાહી… જ્યાં સુધી ટોળાં ના વળે ત્યાં સુધી સૂઇમૂઇ ચાલતી જ રહે છે અને પછી કોઇ લાઇફલાઇન લઇ લેવાની…🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s