ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ

 

મિત્રો,

મારું નાટક ‘આવ મંગળ અમને નડ’ જે  આજે રાત્રે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી પ્રસારિત થવાનું હતું એ ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લીધે આજે પ્રસારિત નહિ થાય.  એ ભવિષ્યમાં પ્રસારિત થશે. એ પ્રસારિત થયા પછી એના વિષે વાત કરીશ. આમ, એ નાટકને ચૂંટણી રૂપે મંગળ નડ્યો છે એમ કહી શકાય! 😀

પરંતુ, વાંધો નહિ. મારે તમને બીજી ખૂશખબર આપવાની છે કે, મારું બીજું એક કોમિડિ નાટક,   ‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ  દ્વારા પુરસ્કાર માટે પસંદ થયું છે.  જેનું શીર્ષક છે:  “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ”    જેના વિષે ક્યારેક વાત કરીશું.  વાત નાટકની જ નીકળી છે તો મેં લખેલાં કેટલાંક રેડિયોનાટકની યાદી મૂકવાનું મન થાય છે.

ક્રમ પ્રસારણ તારીખ શીર્ષક અવધિ પ્રકાર
૨૫-૧-૯૧ પરમાનંદની ડાયરી ૧૫ મિનિટ હાસ્ય
૩૧-૫-૯૧ બાપનું હ્રદય ૧૫ મિનિટ પારિવારિક
૨૯-૫-૯૨ નવી નવાઈના નવોદિતકાન્ત ૧૫ મિનિટ હાસ્ય
૨૨-૧૧-૯૨ ખરતાં પાનની પીડા ૧૫ મિનિટ સામાજિક
૦૪-૪-૯૩ વાસ્તવિકતાની ધરતી પર ૩૦ મિનિટ સામાજિક
૨૪-૮-૯૩ રોકડિયા ચૂકવે ઋણ ૧૫ મિનિટ હાસ્ય
૩૧-૧૨-૯૩ બેવફાઈની ગઝલ ૧૫ મિનિટ પારિવારિક
૦૭-૮-૯૪ દરિયાની માછલી ૩૦ મિનિટ પારિવારિક
૩૦-૬-૯૫ કલમનો સાથ ૧૫ મિનિટ પારિવારિક
૧૦ ૨૯-૯-૯૫ પથ્થરની વચ્ચે ૧૫ મિનિટ પારિવારિક
૧૧ ૨૮-૫-૯૬ પ્રમાણિકતા ૩૦ મિનિટ સામાજિક
૧૨ ૦૨-૨-૯૭ એક શરત ૩૦ મિનિટ સામાજિક
૧૩ ૧૨-૧૧-૯૭ મારે પણ એક ટેલિફોન હોય ૩૦ મિનિટ હાસ્ય

 

આવજો અને જલસા કરજો. 

Advertisements

19 thoughts on “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ

  • મારી જ બેદરકારીના કારણે કેટલાંક નાટકોની તો સ્ક્રિપ્ટ પણ નથી. લખીને આકાશવાણીને આપી દીધેલાં. મારી પાસે ‘ ટેપ વિથ રેડિયો’ હતું. એટલે કેટલાંક નાટકોની ઓડિયો ટેપ હતી જે સમય જતાં બગડી ગઈ. સીડી ડીવીડી તો પછી આવ્યાં.
   આકાશવાણીનાં નિયમ મુજબ પ્રસારિત થનાર નાટકની સીડી આકાશવાણી તરફથી મળતી નથી. એ વ્યવસ્થા આપણે જ કરવાની રહી. ભવિષ્યમાં પ્રસારિત થનાર નાટકનું રેકોર્ડિંગ કરવા માટે શું થઈ શકે? કારણ કે, મોબાઈલ પર આકાશવાણી અમદાવાદ વડોદરા આવે નહિ. બને તો માર્ગદર્શન આપશો.

 1. મુ.શ્રી. યશવંતભાઇ નમસ્કાર આ ’લાઇક’ આપે મૂકેલી યાદી માટે છે.
  રેકૉર્ડિંગ માટે જો રેડિયો કે ટેપ માં ’ઓડિયો’ આઉટપુટ હોય તો એક કોડ દ્વારા કોમ્પ્યુટર માં ’માઇક’ઇન માં આપી રેકૉર્ડિંગ કરી શકાય અને જો કોમ્પ્યુટર માં સારી ક્વોલીટીનો ઓડિયો કાર્ડ અને પ્રોગ્રામ હોય તો સારી ક્વોલીટીમાં રેકૉર્ડિંગ થશે. જુની ઓડિયો કેસેટને પણ [સારી કન્ડિશનમાં ટેપ અને કેસેટ હોય તો] કોમ્પ્યુટરમાં વેવ ફાઈલમાં કેપ્ચર કરી સી.ડી.,ડી.વી.ડી. બનાવી શકાય મારી જાણકારી મુજબ.
  આ વિષય પર કોઈને વધુ જાણકારી અને સારી રીત પણ હોય શકે.

 2. યશવંત અંકલ , કયા દિવસે અને કયા સમયે નાટક આવવાનું છે તે જણાવશો તો ખુબ આનંદ થશે . અને નાટક રેકોર્ડ કરવા બીજું કઈ ના થાય તો રેડીઓ પર મોટા અવાજે ચાલુ કરીને મોબાઈલ કે કોમ્પ્યુટરમાં રેકોર્ડીંગ ચાલુ કરીને રેકોર્ડીંગ કરી શકાય 🙂

  • તારીખ દૂર ગઈ છે. જણાવીશ. એ દરમ્યાન નાટકો વિષે વાતો કરીશું.
   રેકોર્ડિંગ કરવાની તમે બતાવેલી રીત ‘આમ આદમીની રીત’ છે. હા, એમાં ક્યાય અવાજ ઝાંખો પડતો હોય એવું લાગે ત્યાં આપણો અવાજ ઉમેરી દેવાય! 😀
   એક વાત યાદ આવે છે. સાવરકુંડલામાં એક શેઠિયાની દુકાનની બહાર મોટું ટોળું જમા થઈ ગયું. બધાને એમ કે મોટો ઝઘડો થયો છે. પછી ખબર પડી કે, ઝઘડો નથી થયો. શેઠ ટેલિફોન પર સોદો કરી રહ્યા છે!!

  • ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ
   વડોદરામાં ખમણની દુકાનો પર આવાં પાટિયાં લટકતાં. હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. મને થયું કે, શીર્ષક તરીકે આ પાટિયું જ ઠીક રહેશે.
   નાટક પબ્લિશ થયા પછી એના વિષે જણાવીશ.

 3. આકાશવાણી-AIR હજી પણ ૧૯૮૦માં જીવે છે. આપણું દુર્ભાગ્ય. એમની પાસે અઢળક ખજાનો છે, પણ સરકારી નાગ આ ખજાના પર બેઠેલો છે. કોણ જાણે ક્યારે એ નાગપાશમાંથી છુટકારો મળશે 🙂

  • જ્યારે બીજું કશું નહોતું ત્યારે AIR એ લોકોને ઘણો જ સાત્વિક આનંદ આપ્યો છે.
   આજે, તમે કહો છો તેમ સમય સાથે કદમ મિલાવવામાં પાછળ રહી ગયો છે.
   જુના કલાકારોની એવી કેટલીય કૃતિઓ માત્ર AIR પાસે જ હશે.
   રહી નાગની વાત તો, નાગ માત્ર સરકારી સંસ્થાઓમાં જ નથી.. ખાનગી સંસ્થાઓમાં પણ છે.સરકારી સંસ્થાને સારી કહેડાવે એવી રીતભાત ત્યાં પણ છે. ક્યાંક પ્રમુખ શ્રી, ક્યાંક સંપાદક શ્રી . ક્યાંક તંત્રી શ્રી … હજી પણ એમને સંપર્કની જૂની રીતો જ ફાવે છે. અને, નવી રીતો જેમની પાસે છે એ પણ ક્યા એમનો યોગ્ય ઉપયોગ કરે છે? . એક ઈમેલનો જબાવ માત્ર ‘હા’ કે ‘ના’ થી આપવાનો પણ ઘણા પાસે સમય નથી. ખાસ કરીને સર્જનાત્મકતા સાથે નિસ્બત ન હોય એવા લોકો જે તે જગ્યાએ ગોઠવાઈ ગયા હોય ત્યારે. ..
   છતાંય…દુનિયા રસાતળે નથી ગઈ. રણમાં મીઠી વીરડી જેવા સારા લોકો પણ છે. બસ, એ આપણને ભટકાવા જોઈએ! 😀

 4. 1} મારે ધક્કો થયો , હું તો ખમણનું નામ સાંભળી દોડ્યો આવ્યો અને હાથમાં ચટણી યે ન આવી 😉

  2} અને તે નાટકો રેકર્ડ કરવા , ખાલી તે દિવસે તમારા મોબાઈલમાં FM રેકોર્ડીંગ છે કે નહિ તે ચકાસવાનું છે . . જસ્ટ તેનું પ્રસારણ થાય અને રેકોર્ડ બટન દબાવો , વાત પૂરી . . 🙂 { FM recording , now comes in almost Mobiles , please check it out . . . just one button & your play would have been saved ! }
  જો તમારી પાસે તેવો ફોન ન હોય તો તમારા કોઈક મિત્ર પાસે તો હશે જ . . અમારે અહી રાજકોટમાં તો તે પ્રસારણ નહિ સંભળાય , માટે . . . 😦

  3} નાટકોનું કામ પતી જાય , ત્યારે ખમણ કુરિયરમાં મોકલાવા વિનંતી 😀 હવે તો ખમણ ખાધે જ છૂટકો !

  • મિત્ર નિરવ,
   પ્રથમ તો ખમણ અને ભજિયાંને જુદા પાડીએ. રેડિયા પર જે નાટક આવવાનું છે એ છે: ‘આવ મંગળ અમને નડ’
   અને બીજું નાટક “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” જે ‘થીઅટર્ એન્ડ મીડિયા સેન્ટર’ અમદાવાદ દ્વારા પુરસ્કાર માટે પસંદ થયું છે.આ નાટક સ્ટેજડ્રામા છે. એટલે કે, રેડિયો પર આવવાનું નથી.
   હવે તમે જે કહો છો એ વાત. મોબાઈલ છે, એમાં FM છે. એમાં રેકોર્ડિંગનું બટન પણ છે. પણ, મુખ્ય વાત એ છે કે, નાટક FM સ્ટેશન પરથી પ્રસારિત થવાનું નથી પણ જે FM નથી એવા આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસારિત થવાનું છે. 😀 જો કે રસ્તો નીકળશે. નાટક હવે ફેબ્રુઆરી પર ઠેલાયું છે. તારીખની જાણ કરીશ.
   અને ખમણ? ખમણ કુરિયરમાં મોકલવાની ચીજ નથી. તેલ, રાઈ, ધાણા, કોપરું, ચટણી એમાંથી ઘણાં વોકઆઉટ કરી જાય! સ્વાદ પોતાની બહુમતિ ગુમાવી બેસે! અત્રે આવો, અમને જાણ કરો અને સર્વ સામગ્રી પામો.

 5. તો અંતે અમ ઓટલાનાં ચાહકોને મંગળ નડ્યો !
  “ખમણ… કોરાં, વઘારેલાં, ટમટમ” કે નાટક, રચેલાં આપના હોય તો પુરષ્કૃત થવાને પાત્ર તો હોય જ ! || અભિનંદન ||
  હવે ફરી ’મંગળ’ ઉતરે અને ’ગુરુ’ બેસે તેની રાહ જોશું ! હાલ તો રેડિયોનાટકની યાદી, શીર્ષકો, વાંચી કલ્પ્નાનાં ઘોડા છૂટા થયા. આશા રાખીએ ક્યારેક આ નાટકો માણવા પણ મળે. ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s