આજનું મારું આ લખાણ તમારે ગમાડવું જ પડશે.

મિત્રો,

આ બ્લૉગ પરનાં આજ સુધીનાં મારાં લખાણો તમને  ગમ્યાં હોય કે ન ગમ્યાં હોય,  પરંતુ   આજનું મારું આ લખાણ તમારે ગમાડવું જ પડશે.

આજ સુધીના મારા વિચારો તમે સ્વીકાર્યા હોય કે ન સ્વીકાર્યા હોય , પરંતુ આજનો મારો વિચાર તો તમારે સ્વીકારવો જ પડશે.

અજ સુધીની મારી વાતો માનવા યોગ્ય લાગી હોય ને ન લાગી હોય, પરંતુ આજની મારી વાત તો  તમારે  માનવી જ પડશે.

એ વગર છૂટકો જ નથી.

તો આ રહ્યું મારું આજનું લખાણ…

આ રહ્યો  આજનો મારો વિચાર …

આ રહી  આજની મારી વાત… 

આપ સહુને  દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે

મારા તરફથી

અમર્યાદિત

શુભેચ્છાઓ.

જલસા કરો…

જલસા કરો…

અને

જલસા કરો…

*

*

Advertisements

26 thoughts on “આજનું મારું આ લખાણ તમારે ગમાડવું જ પડશે.

 1. બસ જ’લસા’ કરો . . દુઃખોના લ.સા કરો અને મલકાટનો ગુ.સા કરો 🙂 . . 😀 { લ.સા = લઘુતમ સામાન્ય અવયવ & ગુ.સા = ગુરૂતમ સામાન્ય અવયવ }

  Happy new year .

  • નિરવભાઈ,
   Happy New Year.
   આ લ.સા. અને ગુ.સા. નો ફરીથી કોર્સમાં સમાવેશ કરવો પડશે. 😀
   અમને તો એમ હતું કે, પરિક્ષા પૂરતું જ કામનું હશે! 😀

 2. આ કો’ક બરાબરનો તરસ્યો થયો લાગે છે.

  એકલા એકલા કોણ જલસા કરે? હાલો બધા ભેગા મળીને જલસા કરીએ… અહીંતો ઘણી બધી ચકલીઓ છે અને પાછી બધી રાહ જોવે છે 🙂

  [આપને પણ દિવાળી અને નૂતન વર્ષના શુભ અવસરે

  મારા તરફથી

  અમર્યાદિત

  શુભેચ્છાઓ.

  જલસા કરો…

  જલસા કરો…

  અને

  જલસા કરો…]

  નોંધ: ચોરસ કૌંસમાં મુકેલ વાક્ય આપના લેખમાંથી કોપી-પેસ્ટ કરીને તેમાં સહેજ ફેરફાર કરીને મુકેલ છે.

 3. અસરના ઓટલેથી હુકમ છૂટ્યો છે એટલે એ ટાળી શકાય એમ નથી. યશવંતકાકા, આપને પણ હાર્દિક શુભેચ્છાઓ અને મને ખ્યાલ છે તમે પણ જલસા કરતાં જ હશો.

  • તો એક વધારાનો હુકમ…
   આ વખતે બારોબાર જવાનું નથી.
   તમારા જ શબ્દોમાં મારો એક શબ્દ ઉમેરીને કહું તો..
   મહેર મારી ઉપર કરે ન કરે
   એની મરજી, [હેમંત] નજર કરે ન કરે

 4. આદરણીય વડીલ શ્રી યશવંત કાકા,
  ગમ્યું ..ગમ્યું આજનું લખાણ ગમ્યું .

  આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
  નુતન વર્ષાભિનંદન…નમસ્કાર…વંદન

  • Happy Diwali.
   પાણી પીવાવાળા કાકાની logic સાદુસીધું છે!
   તરસ લાગી હોય અને પીવા યોગ્ય પાણી હોય તો સાધનોના અભાવથી પીડાવું નહિ. હાજર સો હથિયાર!
   પીવાના સાધનો હોય તો પણ એંઠાં થવાનો સવાલ નહિ!
   ખરેખર તો આ આખો ખેલ જ મજાકમસ્તીનો છે! જાતમાં ઢબૂરાઈને પડેલી છોકારમતનેને બેઘડી છૂટી મૂકીને કેમેરામાં કેદ કરાવી લેવાનો ખેલ છે.
   આમઆદમીની પાણી પીવાની આ રીત હતી અને હજી પણ ક્યાંક ક્યાંક છે.

 5. આનંદમય દીવાળી અને નુતન વર્ષાભીનંદન
  દીપાવલીના દીપ આપણા અંતરને ઝગમગાવી, ઉત્સાહ અને આનંદ સાથે પરસ્પર સ્નેહના સમ્બન્ધો વીકસાવી, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બની રહો એવી સર્વ મીત્રોને દીલી શુભેચ્છાઓ.. નુતન વર્ષાભીનંદન…

 6. ’અસર’નાં ઓટલાધણી અને ઓટલે પધારતા સર્વે મહાનુભાવોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.
  જલસા કરો…જલસા કરો…જલસા કરો……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s