કલબલાટ કૉલસેન્ટરનો

                   [૧]

કૉલસેન્ટરની બહાર

ગળામાં ગાળીયાછાપ આઇ-કાર્ડ

સિગારેટના ધુમાડાથી ઝંખવાતી જવાની

હોઠોને દઝાડતી  ઉકળેલી ચા

જીભ પરથી  ડિલીટ થતો…

મમ્મીના હાથની રસોઈનો સ્વાદ,  

મન પર ટાર્ગેટનો પહાડ

પહાડની પેલે પાર

સપનાં અપરંપાર!

                         [૨]

જ્યારથી એ છોકરી

કૉલસેન્ટરમાં

કામ કરવા લાગી છે

ત્યારથી

એની આંખોમાંથી  

તુલસીક્યારાની ભીનાશ

ભુસાવા લાગી છે… 

                          [૩]

એક કસ્ટમરના ગુસ્સાને લીધે   

કૉલસેન્ટરમાં કામ કરતી

એ છોકરીના ગળે

બાઝેલો ડૂમો,

રિસેસ દરમ્યાન

કોફીના ઘૂંટડાની સાથે

ગળે ઊતરી ગયો!

                    [૪]

‘ના.. ના’

એ લોકોએ ઇન્ટરવ્યુમાં કહ્યું કે,

‘કૉલસેન્ટરમાં કામ કરતાં કરતાં

અમે

અમારાં ગીતો..

અમારો કલરવ…

અમારી ચંચળતા…

ખોઈ નથી નાખ્યાં.

અમે તો એને

સાચવીને મૂક્યાં છે

ઇન્ફર્મેશનના ઢગલા પાછળ!’

                    [૫]

કૉલસેન્ટરની

રાતપાળીની નોકરી કરીને

ઘર તરફ જઈ રહેલા

એ લોકોને,

સૂર્યમાં

વિદેશી કસ્ટમરનાં

દર્શન

થયાં!

 

Advertisements

16 thoughts on “કલબલાટ કૉલસેન્ટરનો

   1. અપની વાત સાચી છે. કૉલસેન્ટર તો માત્ર પ્રતિક છે. રાતપાળીની નોકરી તો ઘણાં ક્ષેત્રોમા પહેલાં પણ હતી અને આજે પણ છે. પરંતુ, આઈ ટી ફિલ્ડમાં અમુક લોકોને કાયમ માટે કુદરતના ક્રમથી વિરુદ્ધ જીવવું પડે છે. રોજોરોટીનો સવાલ છે. એની અવગણના પણ થઈ ન શકે.

 1. લાજવાબ , એકે એક રચના એક્સેલેન્ટ , હું જોવું છું કે લોકો તેમની ઓફીસકે દુકાનમાં તેમના ધંધાને અનુરૂપ ઉત્તમ કવિતાઓ લગાવતા હોય છે, જેમકે ડોકટરના કલીનીક પર દાક્તારીને લગતી કવિતાઓ જોવા મળે છે , આ રચનાઓ જો કોઈ કોલ સેન્ટરના એમ્પ્લોયીની નજરે ચડી જાય તો તે જરૂર આની પ્રિન્ટ કરાવીને પોતાના ડેસ્ક પર લગાવે.

 2. કમબખ્ત…આ લોકો તમારા આ સેન્ટર બ્લોગ ‘કોલ્સ’ ને એકથી વધુ વખત ‘લાઈક’ કેમ નહિ કરવા દેતા હોય.

  ઠક્કરબાપા! કાનમાંથી સીધી દિલ પર વાગે એવી રચના! સુપર !

  1. .. પરંતુ, કૉલસેન્ટરના લીધે કેટલાય કુટુંબોને રોજોરોટી મળે છે. ડૂબતાંને સહારો મળે છે… અટકેલાં કામ પૂરાં થાય છે. … આ બધાં પાસા પણ દરેકથી અવગણી નથી શકાતા.
   જેમ દરેક સમસ્યાઓનો ઉકેલ હોય છે એમ આ સમસ્યાના યોગ્ય ઉકેલ પણ અપનાવવા રહ્યા.

  1. મિત્ર કૃતાર્થ,
   તમારા બ્લૉગ પર આ રચના માટેનો આ પ્રતિભાવ અહિ મૂકવો જરૂરી લાગ્યો છે. એમાં ટૂંકામાં ઘણું કહેવાયું છે.
   pramath October 15, 2012 at 3:52 pm | Reply
   જ્યાં જ્યાં નવી ઇન્ડસ્ટ્રી, ત્યાં ત્યાં વ્યસનોનાં જાળાં.
   આજથી ૫૦૦૦+ વર્ષો પહેલાં જ્યારે દ્વારકામાં પહેલી વાર ચક્ર ચાલ્યું અને શંખ વિંધાયા ત્યારે કોહલ (દારૂ) પીને યાદવો મર્યા હતા.
   અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિ આવી અને શરાબ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.
   સોવિયેત રશિયામાં વોડકાએ દાટ વાળ્યો.
   મુંબઈની મિલોના મજૂરોને દારૂ અને અમદાવાદની મિલોના મજૂરોને તમાકુ વેચીને કેટલાય કરોડપતિ થયા.
   પેટ્રોલિયમના પૈસા અફ઼ીણમાં જાય છે.
   સુરતમાં હીરા ઘસાયા અને ગુટખાવાળા અબજપતિ બન્યા.
   ડોટકોમના ધડાકામાં ઓનલાઇન જુગાર રમાડનારા જીત્યા.
   … અને અત્યારે મારી કંપનીની બહાર સુધારાના નામે, ટેન્શનના નામે, ફ઼ેશનના નામે માતૃત્વને લાયક ઉંમરની સ્ત્રીઓ એમના પુરુષ સહકાર્યકર્તાઓ સાથે સિગારેટો ફ઼ૂંકી રહી છે. દરેક પાર્ટીમાં શરાબ વહે છે. ચાહે કિંગફ઼િશરના પાયલટોને પગાર મળે કે નહીં, વિજય માલ્યાના તો પોતાના ટાપુઓ છે જ!
   અને હા, આ બધાના અંતે કેન્સર સ્પેશિયાલિસ્ટો માટે સુરતથી સારી જગ્યા નથી અને ફળદ્રુપતાના અને માનસિક રોગોના ડૉક્ટરો માટે બેંગળૂરથી સારી જગ્યા નથી!!

   [પ્રમથનો બ્લૉગ http://rachanaa.wordpress.com/%5D

 3. “જ્યાં જ્યાં નવી ઇન્ડસ્ટ્રી, ત્યાં ત્યાં વ્યસનોનાં જાળાં. આજથી ૫૦૦૦+ વર્ષો પહેલાં જ્યારે દ્વારકામાં પહેલી વાર ચક્ર ચાલ્યું અને શંખ વિંધાયા ત્યારે કોહલ (દારૂ) પીને યાદવો મર્યા હતા.”

  જબ્બર દસ્ત કૉમેન્ટ. ગજબનું અવલોકન. કૃતાર્થ અને પ્રમથ, બન્નેને અભિનંદન.

 4. બધી જ રચનાઓ મજેદાર. સૂક્ષ્મ સંવેદનો સરસ રીતે ઝીલાયા છે … કોલ-સેન્ટર આજના યુગનું અનિવાર્ય અંગ બની ગયું છે કારણ ગ્રાહકોને ચોવીસ કલાક સર્વીસ જોઈએ છે … હવે આંખો બિચારી શું કરે જ્યાં સૂરજની રોશની જ ટ્યુબલાઈટમાંથી આવતી હોય … શરીરની બાયોલોજીકલ ક્લોક ફેરવી નાખનારી આ નોકરીઓ શારીરિક જ નહીં, માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે ..

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.