પરિવર્તન

[૧]

આજનું ખેતર

આવતીકાલની ‘સોસાઇટી’ છે.

[૨]

શહેરથી ‘હાઈવે’નું અંતર કેટલું?

એક  ખેતર જેટલું!

ને

ખેતરનું આયુષ્ય?

[૩]

અહીં…

વાંકીચૂકી

દં

ડી

ને ત્યાં….

‘નેશનલ હાઈવે નંબર આઠ’ !

બંનેને

પોતપોતાના

નોખા નોખા ઠાઠ!

[૪]

હું

અડ્યો

ન અડ્યો

તડકાને

ત્યાં તો

તડકો 

થઈ ગયો

છાંયો! 

[૫]

આ,

જ્યાં ‘મોબાઈલ’ નો   ટાવર છે ને

ત્યાં જ…

એક ઝાડ હતું,

ને ઝાડની ડાળીએ

એક

 ટપાલપેટી 

લટકતી

રહેતી’તી!

Advertisements

9 thoughts on “પરિવર્તન

 1. પિંગબેક: પરિવર્તન | મહાગુજરાત

 2. હમણાં થોડાક મહિના પહેલા ના જ સમાચાર છે , દિલ્હી માં લોકો ટપાલપેટી ને કચરાપેટી સમજી ને તેમાં કચરો ઠાલવવા લાગ્યા . મારે પણ ટપાલ મોકલવા પોસ્ટ ઓફીસ જવું પડે છે ,રસ્તા પર ની ટપાલપેટીઓ નો ભરોસો નથી રહ્યો . આપની આ પોસ્ટ ની દરેક રચના માસ્ટર પીસ . મને પણ આવી જ વેદનાઓ થાય છે .

  • મિત્ર,
   આપનું આગમન ગમ્યું. જુદા જુદા વિસ્તારોમાંથી હવે ટપાલપેટીઓ અદૃશ્ય થઇ ગઈ છે. બદલાતા સમયનું એ પરિણામ છે. બીજાં ઝડપી માધ્યમો આવી ગયા છે એ પણ સારી અને આનંદની વાત છે. મારો ઇશારો એ તરફ છે કે, ટપાલપેટી જેવું એક મહત્વના માધ્યમથી આપનો સંબંધ તૂટી ગયો છે.
   રસ્તા પરની ટપાલ પેટીઓ પર ભરોસો ન રહે એ પણ માનવા જેવી વાત છે. એક એવો પણ સમય હતો કે દિવસમાં બે વખત ટપાલીઓ ટપાલ વહેંચવા નીકળતા હતા. એના પર લોકોની નજર રહેતી હતી. આજે તો બે દહાડે એક વખત નીકળે તો પણ કોઈ પૂછનાર નથી. અંગત પત્રો તો મોટાભાગે ટપાલખાતા મારફત મોકલાતા નથી.
   તમારી આ વાત રમૂજ અને આઘાત બંને પૂરાં પાડનારી છે… હમણાં થોડાક મહિના પહેલા ના જ સમાચાર છે , દિલ્હી માં લોકો ટપાલપેટી ને કચરાપેટી સમજી ને તેમાં કચરો ઠાલવવા લાગ્યા .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s