શબ્દના બદલે તમે આવો પધારો smiley

શબ્દના બદલે તમે આવો પધારો  smiley🙂

રાંક છીએ આપજો અમને સહારો   smiley🙂

ભેદ ભીતરના અહીં જોતું નથી કોઈ હવે

માન્ય છે સૌને ઉપરછલ્લો નજારો  smiley🙂

થઈ ગયાં રદ જીવતા ને  જાગતા  ચહેરા તમામ

ચાલવા લાગ્યા ચલણમાં જ્યાં હજારો   smiley🙂

દેહખાતે માત્ર હસતો એક ચહેરો, એ છતાં

ભલભલાથી પાડતા કેવો પનારો smiley :-) 

પૂર્વજો વિસ્તારથી કહેતા હતા વાતો બધી

કોણ નવરું છે હવે કરવા લવારો smiley🙂

9 thoughts on “શબ્દના બદલે તમે આવો પધારો smiley

  1. “પૂર્વજો વિસ્તારથી કહેતા હતા વાતો બધી
    કોણ નવરું છે હવે કરવા લવારો smiely” — ક્યા બ્બ્બાત હૈ |
    અને,
    “ભેદ ભીતરના અહીં જોતું નથી કોઈ હવે
    માન્ય છે સૌને ઉપરછલ્લો નજારો smiley” — કોઈ શાયરની રચના ભાંગીતૂટી યાદ આવી તે લખું;

    ’ખાઈ પી નહાઈને કવિતા નથી બનતી એ દોસ્ત,
    લોહી જ્યારે વહે છે, કાગળ ધરવો પડે છે.’ આપની રચનાનાં શબ્દોમાં વહેતા લોહીની સુગંધ આવી.

  2. પૂર્વજો વિસ્તારથી કહેતા હતા વાતો બધી
    કોણ નવરું છે હવે કરવા લવારો smiley🙂

    મજાની પંક્તિ, મજાની કવિતા. માર્મિક!

  3. ૧૩ જણાંના લાઈક અને છ કોમેન્ટ પછી

    કોણ નવરું છે હવે કરવા લવારો

    માં હું મારો સુર પુરાવો છું.

  4. Pingback: » શબ્દના બદલે તમે આવો પધારો smiley » GujaratiLinks.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s