थोड़ी सी पीली है …

જય ભોલેનાથ .

સહુ મિત્રોને મહા શિવરાત્રીના શુભ પર્વ નિમિત્તે જય ભોલેનાથ.

અહીં લોકો નથી હસતાં મહામંદી નડી ગઈ છે.

અહીં સૌને ઉદાસીની મહાઆદત પડી ગઈ છે.

જવા દો ને, અમે પ્યાલા ભરીને ભાંગ પીધી છે

અમારે શું? અમોને તો મહામસ્તી ચડી ગઈ છે.

નગર મધ્યે અમે ચાલ્યા અમે દોડ્યા અમે કૂદ્યા

કરીએ શું? અમોમાંથી શરમ થોડી દડી ગઈ છે.

હવે સગપણ તણાં બંધન રતીભર પણ નથી નડતાં

નથી પરવા હવે સગપણ તણી સાંકળ સડી ગઈ છે.

જમાનાના હવે ઝાલ્યા અમે યારો નહીં રહીએ

ખુશી કેરા ખજાનાની હવે ચાવી જડી ગઈ છે.

****

भंग मुबारक ..

भंग का रंग मुबारक… 

अगर चढ जाय तो फिर

एक नया जंग मुबारक! 

12 thoughts on “थोड़ी सी पीली है …

 1. જય ભોલેનાથ.
  અમ જૂનાગઢવાસીઓને તો આજના સપરમાં દિવસે ખરેખર ’ઉદાસી’ આંટો લઈ ગઈ છે ! આજે ભોલેનાથ પણ ઉદાસ હશે ! કહેતા હશે કે, નાહક હું ’નટરાજ’ કહેવાયો, ’તાંડવ’ તો આ………… (રહેવા દ્યો ! સૌને સદ્‌બુદ્ધિ સાંપડે તેવી અભ્યર્થના)

  • અશોકભાઈ,

   ઉદાસી તો થાય એવા સમાચાર છે. બે બસ અટકી ગઈ, ધક્કા મુક્કી, કેટલાયે બેભાન, ૬ ના મૃત્યું.

   જે અંદર બેઠો છે તેને શોધવા આ ભીડ, ટોળા, ધક્કા મુક્કી ?

   કોને ખબર ક્યાં સુધી લોકો ભાંગ ઢીંચે રાખશે ! મેં તો ટોળા હોય ત્યાં જવાનું જ બંધ કરી દીધું છે. છાપામાં સમાચાર વાંચી લેવાના કે આટલા ચગદાયા / આટલા દબાયા.

   મેળા / યજ્ઞો / મંદીરોની લાંબી લાઈનો. ભાંગ / ગાંજો અને તે ય બધું એકાંતમાં બેસનારા અને સદા યોગમાં રત અને જ્ઞાનીઓમાં યે જે મહાજ્ઞાની ગણાય છે તે શિવના નામે ?

   બે હાથ અને ત્રીજું મસ્તક જોડીને દૂરથી નમસ્કાર કરીને કહેવું પડે કે – જય ભોલેનાથ.

  • અશોકભાઈ,
   સાચી વાત છે.
   કહેવું સહેલું છે કે: મન ચંગા તો કથરોટ ગંગા
   પણ માનવું કેટલું અઘરું છે?
   માણસને ભીડની બીક નથી લાગતી. ગમે તેટલા બનાવો બને… એનાં પણ કારણો હશે.
   http://wp.me/phscX-1Ko

  • અશોકભાઈ,
   તમારો એક પ્રતિભાવ યાદ કરવા જેવો છે.
   ….
   “ભીડ” — આપે વિચાર્યું તો અમને જ્ઞાન લાધ્યું કે કેવો અનેરો શબ્દ છે ! જે પોતે જ પોતાનો વિરોધી શબ્દ છે !

   * ભીડ = ગિરદી; ઠઠ; ભરાવો
   * ભીડ = તંગી; ઓછપ

   ભીડ પડે ને ભગવાન સાંભરે, ક્યારેક ભગવાન સાંભરે ને ભીડ થાય ! જો કે છાસવારે ઘટતી પડાપડીની ઘટનાઓ માટે ’શ્રદ્ધાળુઓની ભીડ’ શબ્દ વ્યવહારમાં વપરાય છે બાકી અયોગ્ય છે, આ બધી ભીડ ખરેખર તો “અશ્રદ્ધાળુઓની” ! શ્રદ્ધાળુ તો તે જેને માટે, ’મન ચંગા તો કથરોટ મેં ગંગા’. છતાં…………વાત જ્યારે દરેકને પોતાની માન્યતા પ્રમાણે ચાલવાના અધિકારની હોય ત્યારે ’અમે જ સાચા’નો ધોકો ન પછાડતાં નિયમાનૂસાર વ્યવસ્થાઓ થવા પર, જવાબદારીપૂર્ણ આયોજનો થવા પર ભાર રહેવો જોઈએ. ધાર્મિક સમારંભોમાં એવું માની લેવાય છે કે બધું ’ભગવાન ભરોસે’ પાર લાગશે જ !! અને ઊંધું વેતરાય ત્યારે ઘણું ઘણું ’પાર’ લાગી જાય છે !

   એકંદરે માણસને સૌથી મોટો ડર પોતાની જાતનો લાગે છે, જાત સાથે એકલું રહેવું તે બહુ ભયાવહ ઘટમાળ છે. એથી તે જ્યાં અને જ્યારે મોકો મળે ભીડમાં ખોવાઈ જવા દોડે છે. પછી ભલે સદાને માટે ખોવાઈ જવાનો ભય માથે તોળાતો રહે !! અને ’ભીડ’ને વખોડતા પહેલાં એ વિચાર પણ કરો કે; કેટલાકને ભીડ ભાંગે છે તો કેટલાયની ભીડ પણ ભાંગે છે !! જેમ કે, પ્રસિદ્ધિભૂખ્યા આયોજકો, નેતાઓ, ખીસ્સાકાતરૂઓ, તફડંચીબાજો, વ.વ.

   આભાર.

 2. શ્રી.યશવંતભાઈ અને અતુલભાઈ.
  “ભીડ” અને “અજ્ઞાન” વિષયને સાંકળીને હમણાં જ એક પ્રતિભાવ આ ઘટના બાબતે લખ્યો તે અહિ બેઠેબેઠો લખું છું. (ત્યાં ’પાસ’ થશે ત્યારે આ કડીથી દેખાશે : http://goo.gl/MCSYv )
  ——————————————
  પાક્કા સમાચાર !!
  ૭ મોત અને ૩૩ ઈજાગ્રસ્ત.
  બીજા પાક્કા સમાચાર !!
  આ દૂર્ઘટનાને અને મંદિરને કે મંદિરના વહીવટકર્તાઓને શું લાગે વળગે ? હા, લોકો ઘરમાં બેસી રહ્યા હોત તો (એકાંત માં રહીને ભક્તિ કરી હોત તો) વાંધો ન આવત તે વાત સાચી છે.
  (આ જ લાઈનદોરી પકડી લોકોએ ભારે ગીરદીવાળા, સિનેમાહૉલમાં, સદ્‌ભાવના પર્વોમાં, મેળાઓમાં, શાકિરાનાં લાઈવ કોન્સર્ટસ્‌માં, ચૂંટણીની જાહેરસભાઓમાં, હરિદ્વાર, આબુ, અમરનાથ, દિવ, ગોવા, માથેરાન, એસ્સેલ વર્લ્ડ, અરે મુંબઈ પણ ન જવું જોઈએ !!)

  બાકી આ દૂર્ઘટના કોઈ મંદિરમાં નહિ કિંતુ ભવનાથ જવાનાં રસ્તે, પાજનાકાનાં પુલ પર, સરકારી તંત્રની નિષ્ફળતાને કારણે, બનેલી છે. (જો કે સંપૂર્ણ ભવનાથનાં મેળાનું આયોજન (અને કમાણી પણ !) સરકારી તંત્ર કરે છે નહિ કે કોઈ મંદિર કે ધાર્મિક સંસ્થા !) આમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાન ક્યાં આવ્યું ?! (ઈજાગ્રસ્તોમાં માત્ર હિન્દુ જ નહિ, મુસલમાન પણ છે એ જાણ માટે !) આમાં તંત્રનો ભ્રષ્ટાચાર અને કામચોરી કે બેજવાબદારી સ્પષ્ટપણે કારણભુત છે. મારે થોડું લખવું પડ્યું એ માટે કે, માત્ર લોકોએ મેળામાં શા માટે જવું જોઈએ કે ’એકાંતે બેસી રહેવું જોઈએ’ એમ કહી દેવું તે અજ્ઞાન છે ! આવતી કાલે સરકારીતંત્રની બેજવાબદારી અને ભ્રષ્ટાચારને કારણે એક પુલ કે એક વિમાન તુટી પડશે તો આપણે એમ કહીશું કે ’લોકોએ મુસાફરી શા માટે કરવી જોઈએ ? ઘરમાં જ બેસી રહેવું જોઈએ !!!’ — આભાર.
  ———————————–

  • આયોજકો અને તંત્ર તો જવાબદાર છે સાથે સાથે લોકોએ જવાબદાર છે. બીજા ત્રીજા દિવસે તેના તે ભવનાથમાં જાય તો શાંતિથી દર્શન થાય. દિગંબર સાધુઓને કદાચ શિવરાત્રીના દિવસે સ્નાનનું મહત્વ હોય પણ તે બધું જોવા જવાની સંસારીઓ કે ભક્તોને શું જરુર હશે?

   મને તો દાદા ભગવાનનું એક વાક્ય યાદ આવે છે કે : ભોગવે એની ભૂલ.

   એમ તો જુનાગઢમાં રહેનારા લોકોને ય આ ગીર્દીથી ત્રાસ થયો જ હશે – તેમને ય ભોગવટો તો આવ્યો જ ને?

 3. મિત્રો,
  પ્રથમ વાત તો એ કે, અહીં મનની સ્થિતિ વ્યક્ત કરતી પંક્તિઓ રજૂ કરી છે . આ પંક્તિઓમાં ભાંગના પ્યાલા પીવાની વાત કરી છે; તે ભાંગ એટલે મનની ખુશી. અથવા તો કોઈ પણ મનગમતી પ્રવૃત્તિ. ને એ પ્રવૃત્તિમાં રસ લેવાને કારણે જરૂર પડે તો કોઈની પરવા ન કરવી. વહેવારના ખોટાં બંધનોમાં ન રહેવું, એવું કશું કહેંવાનો ઇરાદો છે.
  આ જૂની રચના ફરીથી મૂકતી વખતે મનમાં, મહા શિવરાત્રીનો ખ્યાલ હતો. પરંતુ, જૂનાગઢની દુર્ઘટનાણો ખ્યાલ નહોતો. આ દુર્ઘટના થઈ એ હકીકત છે. એને માટે દોષ ભલે ગમે તેનો હોય; પરંતુ આવા પ્રસંગે એક જ જ સમયે અને એક જ જગ્યાએ , ભક્તિ કે શ્રદ્ધાના દોરવાયા એકઠાં થવાની માનસિકતાને પણ ધ્યાનમાં રાખવી રહી. વહીવટી તંત્ર એવું નહિ કહે કે :ભેગાં ન થશો. એવું કહે તો એમની નિષ્ફળતા પુરવાર થાય. વિરોધીઓ જ તૂટી પડે કે: સરકાર લોકોની શ્રદ્ધાની દરકાર નથી કરતી. [આ તમામ રાજકીય પક્ષોનું વલણ છે] મંદિર સાથે સંકળાયેલાં લોકો પણ ભીડ ન થાય તે માટે કશી જાહેરાત કરે નહિ. કોઈ અન્ય સંસ્થા પણ આ માટે પોતાનો મત પ્રદર્શિત કરે તો એ શ્રદ્ધા પર ઘા ગણાઈ જાય. તો સહુથી પહેલાં કોણે વિચારવું જોઈએ? જનારે પોતે જ! જોખમ ખેડનારે જ. એકઠાં થનાર લોકોને સરકારે સુરક્ષા આપવી જોઈએ. સાચી વાત છે. પરંતુ, ન આપી શકતી હોય તો પછી આપણે જ જોખમ લેતા પહેલાં વિચારવું જ રહ્યું.
  મેળાનો, ભક્તિનો, શ્રદ્ધાનો.. એ તમામનો આનંદ લેવાનો આપણને સહુને હક છે. પરંતુ, જીવના ભોગે તો નહિ જ!

 4. પિંગબેક: » थोड़ी सी पीली है … » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s