વારા પછી વારો અને મે પછી ગારો!

[તસવીર: http://www.allinfodir.com/articles/the-future-of-the-internet-and-its-impact-over-society-and-human-beings.html ]

મિત્રો,

ઈન્ટરનેટના માધ્યમથી અનેક ફાયદાઓ થયા. તેમાનો એક ફાયદો એ પણ થયો કે લોકોના મગજમાં ઉમરકેદની સજા ભોગવતા કેદીઓ જેવાં મંતવ્યોને ઘડીના છઠ્ઠા ભાગમાં મગજની બહાર નીકળવાની આઝાદી મળી. આજે વિવિધ વેબસાઈટ પર વિવિધ પ્રકારનાં મંતવ્યો મુક્તપણે વિહારી શકે છે. કોઈ મર્યાદાથી ઢંકાયેલાં તો કોઈ ઉઘાડાં કે અર્ધ ઉઘાડાં.

આ મંતવ્યોને ખૂબ ખૂબ આઝાદી છે. એમને ભાષાની શાલ ઓઢવી ફરજિયાત નથી. એમની જોડણીની ટોપી ધારણ કરવી ફરજિયાત નથી. એ મંતવ્યો જે લોકોના મગજમાંથી પ્રગટ થાય છે તે લોકો લેખક કે વિદ્વાન હોય તે જરૂરી નથી. માણસમાત્ર મંતવ્યો આપવાને પાત્ર! આ વાત ઈન્ટરનેટનાં માધ્યમ થકી શક્ય બની છે. આ માધ્યમ થકી જ એક સામાન્ય આદમી મોટા મોટા રાજકીય નેતાઓના દિમાગને વાટ લગાડી શકે છે. પોતાની જાત, જાડી ચામડીની હોવા બદલ  ગર્વથી ફાટફાટ થતાં હોય એવા નેતાઓ પણ આમાંથી બાકાત રહેતા નથી.

હજી હમણાંની જ વાત છે કે ,સરકારના એક ધુરંધર નેતા દિગ્વિજયસિંહ Twitter દ્વારા અન્ના હજારે અને તેમની મંડળી  પર  ઘા મારીને આનંદ પામતા હતાં. પોતે વિરોધીઓની દુખતી નસ દબાવી શકે છે એ વાતનો, લુચ્ચું લુચ્ચું હસીને આનંદ પણ વ્યકત કરી શકતાં હતા. પોતે જાડી ચામડીના છે એ વાત પણ ગર્વથી કહેતા હતા. તેઓશ્રી  જે પરાક્રમો કરી શકે છે તેમાં તેમને મદદરૂપ કોણ થયું? ઈન્ટરનેટ.

હવે એ જ ઈન્ટરનેટ થકી એમની તેમ જ અન્ય નેતાઓની દુખતી નસો દબાઈ ગઈ છે ત્યારે મર્યાદાની ડાહી ડાહી વાતો કરે છે.  પોતે પ્રજાને મર્યાદાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડ્યાં હોય અને એવી વાત કરે તો લોકોને એમની વાત માનવા યોગ્ય લાગે પણ ખરી. વાતાવરણ એવું છે કે, કપિલ સિબ્બલ જેવાં નેતાઓ સો ટકા સાચી વાત કરે તો પણ એમની વાત પર ઘણાને ભરોસો પડે તેમ નથી. લોકોને એવું લાગે છે કે: એમના પગ નીચે રેલો આવ્યો છે એટલે એ નેતાઓએ આ સામુહિક  નૃત્યો શરૂ કર્યાં છે.

નેતાઓ જ નહિ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા પોતાનાં મંતવ્યો વ્યકત કરનાર સહુએ, “વારા પછી વારો અને મે પછી ગારો”  એ કાઠીયાવાડી કહેવત યાદ રાખવાં જેવી છે. નેતાઓ ભલે ગમે તે કરે પરંતુ આપણે જરૂર વિવેક રાખી શકીએ છીએ. ઈન્ટરનેટ પર ભલે કોઈ માપદંડ ન હોય પણ આપણે આપણો માપદંડ નક્કી કરી શકીએ છીએ. 

Advertisements

7 thoughts on “વારા પછી વારો અને મે પછી ગારો!

 1. સલાહ તો માણસ માત્ર માટે છે તમારી, સાંભળવા કૉણ તૈયાર કે અવેલેબલ છે ?

 2. પગ નીચે રેલો આવે એટલે ભલભલા નેતાઓ સમૂહ નૃત્ય કરતા થઈ જાય છે. એક હરવિન્દર સિંહ ( સિંહ જ કહીશ સિંઘ નહી ) નો તમાચો જો નેતાઓને આટલા ચિંતિત કરી શકતો હોય તો એક બે ના ઢીમ ઢળી ગયા હોય તો જરુર નેતાઓને લોક પીડા સમજાય.

  એટલે તો કહ્યું છે કે :-

  કર્મણ્યે વાધિકારસ્તે
  મા ફલેષુ કદાચન

  કર્મ જે કરવા હોય તે કરો પણ ભઈલાઓ અને બહેનડીયું ફળ આપણાં હાથમાં નથી હો !

 3. ………આ મંતવ્યોને ખૂબ ખૂબ આઝાદી છે. એમને ભાષાની શાલ ઓઢવી ફરજિયાત નથી. એમની જોડણીની ટોપી ધારણ કરવી ફરજિયાત નથી. એ મંતવ્યો જે લોકોના મગજમાંથી પ્રગટ થાય છે તે લોકો લેખક કે વિદ્વાન હોય તે જરૂરી નથી. માણસમાત્ર મંતવ્યો આપવાને પાત્ર! આ વાત ઈન્ટરનેટનાં માધ્યમ થકી શક્ય બની છે. આ માધ્યમ થકી જ એક સામાન્ય આદમી મોટા મોટા રાજકીય નેતાઓના દિમાગને વાટ લગાડી શકે છે. પોતાની જાત, જાડી ચામડીની હોવા બદલ ગર્વથી ફાટફાટ થતાં હોય એવા નેતાઓ પણ આમાંથી બાકાત રહેતા નથી…. ય. ઠક્કર…

  ઈન્ટરનેટ ઉપર અંગ્રેજીમાં બ્લોગ્સ તો ઘણાં વર્ષોથી છે. યુનીકોડને કારણે પ્રાદેશીક ભાષાઓમાં લખવાનું શરું થયુ જે બધા આરામથી લખી વાંચી શકે અને જાડી ચામડીના નેતાઓ ફસાઈ ગયા.

 4. આ ઈન્ટરનેટે ઘણાની ઊંઘ ઉડાડી દીધી છે !! (હું એ રાત્રે બે-ત્રણ વાગ્યે ઠરીઠામ થાઉં છું 🙂 )
  આ “વારા પછી વારો અને મે પછી ગારો” યાદ કરાવી આપે ઘણો ઉપકાર કર્યો, નેતાઓનું તો જે થવું હોય તે થાય પણ આપણે તો આ યાદ રાખીશું. આભાર.

 5. Pingback: બનાવો: બ્લોગજગતનું ભડથું | અસર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s