એ …નવા વરહના રામરામ બાપલા!

    મુકામ શ્રી બ્લોગજગતના સર્વે ભાઈઓ.બહેનો અને ભાંડરડાવ.

એતાન  શ્રી અસરના ઓટલેથી અખંડ ઓટલાધારીના નવા વરહના ઝાઝેરા કરીને રામરામ વાંચવા. ખાસ લખવાનું કે ઓણસાલ આણીકોરના તમામ બ્લોગખેતરોમાં પાક સોળ આની થયો છે.ઠેરઠેર ધોધમાર લાગણી ખાબકી હોવાથી ગઝલગીતોનાં ગાડાં ભરાયાં છે.વાર્તાનું વાવેતર ઓછું થયું હતું. પણ પાક સારો ઉતર્યો છે. વળી રોકડિયા પાક જેવાં કે લેખ, માહિતી અને સનસનાટી વગેરેનો પાક પણ સારો ઉતર્યો છે. એટલે બધાં ખૂબ ઉમંગ અને ઉત્સાહથી દિવાળી ઉજવી રહ્યાં છે ફટાકડા ફટફટ ફૂટે છે. બ્લોગે બ્લોગે વાનગીઓ નાં ઘાણ ઉતરી રહ્યા છે. તૈયાર વાનગીઓનું ચલણ વધ્યું છે. છતાંય હજી ઘણાં ઠેકાણે પરંપરા જળવાઈ રહી છે એથી  જાતમહેનતથી અવનવી વાનગીઓથી બ્લોગ છલકાઈ રહ્યા છે.

તમારી કોર્ય પણ  વરહ સારું હશે.  ને દિવાળીની ખૂબ ધામધૂમ હશે. આવતા નવા વરહમાં શ્રી બ્લોગ નારાયણની કૃપાથી તમારા સહુના બ્લોગ હર્યાભર્યા રહે, ઢગલામોઢે LIKE મળે અને સૂંડલામોઢે પ્રતિભાવો મળે એવી અમારાં  મનની ઈચ્છા છે.

અનુકૂળતાએ અમારા બ્લોગ ઢાળા આંટો મારતા રહેશો તો અમને સારું લાગશે. બેચાર વાતુંચીતું થાશે અને ઇ બહાને અમને કાંઇક નવું જાણવા મળશે.

આ સાથે અસરના ઓટલેથી બાપુ અને ભગો પણ નવા વરહના રામરામ લખાવે છે. વળી જીતુ, જશુભાઈ અને બહેન નયના પણ નવા વરહના સાલમુબારક લખાવે છે.  થોડા દી પહેલાં રંગલો અને રંગલી આવ્યાં હતાં. એમના તરફથી પણ ખાસ રામરામ વાંચવા. શ્રી ચિત્તભ્રમજી મહારાજ અવારનવાર આવતા રહે છે. એમની વાણીમાંથી ઘણી પ્રેરણા મળતી રહે છે.

બસ. થોડું લખ્યું ઝાઝું માનજો અને આ કાગળનો જવાબ વહેલાસર આપશો.

-લિખિતંગ અસર ઓટલાધારીના ઝાઝેરા રામરામ.

16 thoughts on “એ …નવા વરહના રામરામ બાપલા!

  • किसी ओर मै आंखे फेरूँ,
   दिखलाई देती हाला,
   किसी ओर मै आंखे फेरूँ,
   दिखलाई देता प्याला,
   किसी ओर मै देखूँ, मुझको
   दिखलाई देता साकी,
   किसी ओर मै देखूँ, दिखलाई
   पड़ती मुझको मधुशाला!

   [मधुशाला]

 1. એ……અસરના ઓટલે જમાવટ લઈ ગયેલા ઓટલાધારી યશવંતભાઈને અને ઓટલાનાં કુટુંબ કબિલાને જુનાગઢનાં આખાય ડાયરાનાં રામરામ. આંઈથી જેઠાભાઈ, માલદેભાઈ, નાગાભાઈ, પરબતભાઈ, રામભાઈ (મહેર એકતા) વિરમભાઈ, દેવશીભાઈ સર્વે ડાયરો ઝાઝેરા કરીને રામ રામ કેવરાવે છે.

  આ દિવાળીના દિવડા જેવા ઝગમગારા મારતા નવાવરહના લેખે તો બાપલીયા અમારા સૌના હૈયે હરખ હરખ કરી દીધો. મોજની ઘુયરુ છૂટ્યુ બાપલા, આ તમારા આશિરવાદ સઘળાં બ્લોગ જગતને ફળે અને બ્લોગ જગતે કાયમ હરખની હેલીયુ હિલોળા લે એવા અભરખા હાર્યે લ્યો તંયે સરવે ડાયરાને નવા વરહનાં ઝાઝેરાથાં રામરામ ને સીતારામ.

 2. એ રામ રામ તમને તથા આપના પરિવારજનોને અને તમારે ઓટલે બેસવા આવતા દરેકને નૂતન વર્ષાભિનંદન અને નવું વરસ સુખાકારિ તથા અકસ્માત રહિત નીવડે તે પ્રાર્થના.
  આ ગમ્યુંઃ–ઠેરઠેર ધોધમાર લાગણી ખાબકી હોવાથી ગઝલગીતોનાં ગાડાં ભરાયાં છે.

 3. આદરણીય શ્રી યશવંત કાકા ,

  અસરના ઓટલેથી નવા વર્ષના અભિનંદનનાં અમી છાટણાં ખુબ સુંદર છે

  બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ

  લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ

  ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન

 4. નૂતન વર્ષાભિનંદન શ્રી યશવંતભાઈ
  તમારા ઓટલે આવી ને મન પ્રફુલ્લિત થઈ ગયુ
  મારા બ્લોગ પર આવવા ભાવભીનુ આમંત્રણ
  મળતા રહીશુ..
  આપને તથા આપના સર્વે કુટુમ્બીજનો ને નૂતન વર્ષ ની મબલખ શુભેચ્છા

 5. ઠક..ઠક…ઠક કરી ધૂમધડાકા કરતા ઠક્કર બાપા…ને પણ…ઓટલા હેઠે ઉતરી..ગરમાગરમ રોટલા હાથમાં ઝાલી…ચસ્કા મસ્કા વાળી દિવાળી ની બ્લોગલખ મુબારકબાદીઓ…બાપા….થોડાં વધુ ધિંગાણા..થોડાં વધુ ધડાકાની ખુલતા રહે એવા અવસરની આશા સાથે…..

  દે’ વાવાળી ઝમીન મિસરથી…મુર્તઝા પટેલના ઝાઝા જુહાર!

 6. એ રામ રામ તમને તથા આપના પરિવારજનોને અને તમારે ઓટલે બેસવા આવતા દરેકને નૂતન વર્ષાભિનંદન અને નવું વરસ સુખાકારિ તથા અકસ્માત રહિત નીવડે તે પ્રાર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s