જેલવાળાનું કહેવું છે કે: અન્નાજી તુમ કબ જાઓગે?

એક ફિલ્મ આવી હતી… અતિથિ તુમ કબ જાઓગે?

આ તિહાડ જેલાવાળાનું પણ એવું જ કહેવું હશે કે; અન્નાજી તુમ કબ જાઓગે?

 તિહાડ જેલાવાળાએ અન્નાજીને મહેમાન તો બનાવ્યા પણ આ મહેમાન તો એમને ભારે પડ્યા. ખૂબ જ નિરાંતવાળા! જવાની તો જાણે ઉતાવળ જ નથી.એમને તેડવા માટે જેલની બહાર આખો મલક ઉમટી પડ્યો છે  પણ મહેમાન તો જાણે કેટલું રોકાવું એ નક્કી કરીને જ આવ્યા છે!  

આમ તો આ મહેમાન સાદાસીધા છે. જમવાનું લેતા નથી. પણ જો નહાવા માટે એક ડોલ  પાણી આપવામાં ચૂક થાય તો એમના ગામમાં ખાલી ડોલ લઈને  એકે એક જણ  ગામના ચોકમાં આવી જાય!

જેલમાં પાણી નથી ? એવાં સવાલો થાય! 

આ કોને કહેવું?   

ને આ સમાચાર માધ્યમો .. આગાહી કરી કરીને થાક્યાં કે: મહેમાન બહાર આવે છે … આવવાની તૈયારી છે…આવી રહ્યાં છે…

ને મહેમાન તો અંદરથી કહેવડાવે છે કે: મારે હજી રોકાવું છે! 

દરમ્યાન જેલવાળા મનોમન ગાતા હશે કે: 

આદેશ આયા હૈ 

હમને પાયા હૈ 

હમને માના હૈ 

તુમ્હે જાના હૈ

યહાં સે જાના હૈ

જરૂર જાના હૈ

તુમ કબ જાઓગે

અન્ના કબ જાઓગે 

બોલો કબ જાઓગે 

તુમ બિન રામલીલા મૈદાન  સુના સુના હૈ…  

Advertisements

6 thoughts on “જેલવાળાનું કહેવું છે કે: અન્નાજી તુમ કબ જાઓગે?

 1. સાચી વાત,

  સરકારનો દાવ ઉઁધો પડ્યો ને અન્નાજી જાણે જેલમાં જઇ રોકાવાની જ રાહ જોતા હોય એવું થઈ ગયું. અન્નાને જેલમાં લાવતા તો લાવી દીધા, હવે બહાર મોકલ્યા મોકલાતા નથી.

  લોકહિતના કાર્યો માટે લડવાની – જેલમાં જવાની આખી વ્યાખ્યા તેમણે નેતાઓને સમજાવી…. પણ એ નેતાઓને ગળે ઉતરશે? પાંચ કલાકના અનશન કરતા આપણા નેતાઓને ઇશ્વર સદબુદ્ધિ આપે …

  • જિજ્ઞેશભાઈ,
   તમે જે વાત કરી કે:લોકહિતના કાર્યો માટે લડવાની – જેલમાં જવાની આખી વ્યાખ્યા તેમણે નેતાઓને સમજાવી…. પણ એ નેતાઓને ગળે ઉતરશે? પાંચ કલાકના અનશન કરતા આપણા નેતાઓને ઇશ્વર સદબુદ્ધિ આપે …
   આ વાત મહત્વની છે. કારણ કે, આપણે કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓના ઉપવાસ અને આંદોલનના નાટકો જોઈ ચૂક્યા છીએ. કેટલાક શબ્દો તો આપણને અબખે થઈ ગયાં છે .જેવાં કે.. ગાંધીચીંધ્યો માર્ગ…અહિંસક માર્ગ… વગેરે શબ્દોનું જાણે કે કોઈ મુલ્ય જ નહોતું રહ્યું.
   આજે એ શબ્દોને ઊંચાઈ મળી છે.
   નેતાઓ શીખે કે ન શીખે. એક પ્રજાજન તરીકે આપણે આપણું મનોબળ વધારવા માટે ઘણું શીખી શકીએ. આપણે સોમવારનું એકટાણું કરતાં પહેલાં અને પછી કેટકેટલી કહેવાતી ફરાળી વાનગીઓ આરોગી જઈએ છીએ. આપણે અનશન ન કરી શકીએ તો વાંધો નહી પણ આ ફરાળી વાનગીઓ ઓછી કરીએ તો પણ ઘણું! 😀

 2. Pingback: જેલવાળાનું કહેવું છે કે: અન્નાજી તુમ કબ જાઓગે? | | GujaratiLinks.comGujaratiLinks.com

 3. તાજા સમાચાર
  ——————-
  અણ્ણાજી જેલમાંથી બહાર આવી ગયા છે અને આજે રામલીલા મેદાન ખાતે ઉપવાસ કરશે 🙂

 4. દેશના બધાં પાસા વિશે અહીં જાણવા વાંચવા મળે છે અને અન્ના જેવા વ્યક્તિચિત્રો પણ ભલેને ટૂકડે મળે, આભાર.
  આવી કોઇ ચળવળનો હું ભાગ નથી તે જ વેદના છે, નિરંજન ભગતને કહેજો અમારાથી નિસ્કાસનનુ સાહિત્ય ન સર્જાય અમે હાંકી કઢાયેલા નથી સ્વેછાએ સ્વીકારેલો exile છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s