અજ્ઞાનની વહેંચણી કરતો એક બ્લોગ. નામે ‘અસર’

બ્લોગમિત્રો, 

“અસર” નાં ઓટલેથી સહુને જય બ્લોગનારાયણ.

૭ જુલાઈ ૨૦૦૮થી અમે આ ઓટલે અડ્ડો જમાવ્યો છે. ત્રણ વર્ષોનો સમય પૂરો થવા આવ્યો છે.  આમ તો આ જગ્યા મફતમાં મળી કહેવાય.  એ આપનારને અમારા થકી  લાભ થયો હશે કે નહિ એની અમને ખબર નથી. ખબર હતી  માત્ર એટલી કે: અમારે આ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. 

અમે સતત  કાળજી રાખીએ  છીએ કે આ જગ્યાનો યોગ્ય ઉપયોગ થાય.  અહીંથી અમારી સામગ્રીની વહેચણી થાય.  વેચાણ થવાનો તો સવાલ નથી. 😀

વળી  આપ સહુ અમારા કરતાં પણ સારી રીતે એ હકીકત જાણો છો કે: અમે કોઈ જ્ઞાની આત્મા નથી.  

અમારી પાસે જ્ઞાન નથી. બ્લોગજગતના  બજારમાં “તૈયાર ” જ્ઞાન મળે છે.  પરંતુ અમે નક્કી કર્યું છે કે: અમારે બને ત્યાં સુધી તૈયાર સામગ્રી મૂકવી નહિ.  જેવી આવડે તેવી જાતે બનાવેલી સામગ્રી મૂકવી.  

અમે પાકા અજ્ઞાની! પહેલેથી જ અજ્ઞાનનો માર્ગ પકડેલો. એટલે જ્ઞાન સાથે લેણાદેવી પહેલેથી જ ઓછી.

માટે નક્કી એવું કરેલું છે કે: બલોગજગતના  બજારમાંથી આપણી શક્તિ પ્રમાણે જ્ઞાન મેળવવું.  એમાંય બહુ જોર ન દાખવવું.  થેલી ફાટી ન જાય એનો પણ ખ્યાલ રાખવો પડેને? 

રહી વાત આપવાની.  આપવું શું?  તો જે અમારી પાસે છે તે આપીએ છીએ! 

મતલબ કે: અજ્ઞાન. 

હા, અમારી પાસે અજ્ઞાનનો પૂરતો જથ્થો  છે. 

અજ્ઞાનમાંથી આવડે તેવી વાનગીઓ બનાવીને મૂકીએ છીએ.  જ્યાં સુધી લેનારા મળતા રહેશે ત્યાં સુધી આપતા રહીશું.

અહી જ્ઞાન મળે છે એવી ગેરસમજથી ઘણા લાભાર્થીઓ ક્યારેક ક્યારેક આવી જાય છે. તેઓ  નારાજ થઇ જાય છે તો અમે તેમની ક્ષમા માગી લઈએ છીએ. અને વિનંતી કરીએ છીએ કે: હવે પછી ધ્યાન રાખવું  કે: અહી માત્ર ને માત્ર શુદ્ધ અજ્ઞાન વહેચાય છે.

આટલી કાળજી રાખવા છતાં ય કેટલાક મિત્રો  જણાવે છે કે: “અસર”ના  ઓટલેથી અમને જ્ઞાન મળ્યું!

ત્યારે અમને ઘણું જ દુઃખ થાય છે!

આવું કેવી રીતે બની શકે? આટ આટલી કાળજી રાખવા છતાં? 

જ્ઞાન તો અમારી પાસે છે જ નહિ.  જે થોધુઘણું ભેગું થયું હોય તે ડબ્બામાં સાચવીને રાખીએ છીએ.

પણ બની શકે કે; જ્ઞાન અને અજ્ઞાનના ડબ્બા બાજુ બાજુમાં હોવાથી અજ્ઞાન ભેગું જ્ઞાન ચોંટી ગયું હોય.  અથવા અજ્ઞાનમાં એકાદ બે ટીપાં જ્ઞાનનાં પડી ગયા હોય. 

બાકી અમે ઈરાદાપૂર્વક કદી આવી ભૂલ કરતાં નથી. 

તો  હે અમારા અજ્ઞાનના વહાલા લાભાર્થીઓ… આ ત્રીજા વર્ષના અંતે આટલું કહી વી-રમીએ છીએ.

ફરી મળીશું અજ્ઞાનની અવનવી વાનગીઓ સાથે.

જલસા કરજો.    

આગળનું અજ્ઞાન…  

બ્લોગજગતમાં બે વર્ષ « અસર.

રેતકણિકાઓ « અસર.

Advertisements

12 thoughts on “અજ્ઞાનની વહેંચણી કરતો એક બ્લોગ. નામે ‘અસર’

 1. યશવંતભાઈ,
  ત્રણ વર્ષ પૂરાં કરવા પર છો તે બદલ અભિનંદન.
  હું તો તમારા બ્લોગ પર આવું જ છું એક ઉદ્દેશથી કે અહીં અજ્ઞાન સાથે ગમ્મત મળે છે! જ્યાં સુધી આ ‘ભેળ’ની લહાણી કરતા રહેશો ત્યાં સુધી આવીશ, કારણ કે મેં મારો બ્લૉગ શરૂ કર્યો છે તેનો પાયો જ અજ્ઞાન છે.
  તમારો બ્લૉગ માત્ર નહીં તમે સૌ સહકુટુંબ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ.

 2. શ્રી યશવંતભાઇ,
  આગોતરા અભિનંદન ! ચોથા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

  નમ્રતા તો કોઇ આપની પાસેથી જ શીખે સાહેબ ! જો કે હાલના આ ભેળસેળના જમાનામાં તો “શુદ્ધ” અજ્ઞાનેય ક્યાં મળે તેમ છે ?! અમારી સામેની ડબ્બાગલીમાં (હા, એ જ, “મોટા”ભાઇ વાળી ગલી !) બહુ બધી શુદ્ધ ઘીની દુકાનો છે, એક વખત તેમાં ક્યાંક “ખાત્રીબંધ, ચોખ્ખી ભેંસનું ઘી” એવું બોર્ડ વાંચેલું ! લોકો પણ લેવા પડાપડી કરતા. ઘણા નવા મિત્રો શુદ્ધ ડાલ્ડાની, બજારૂ મીઠાઇ ખાઇ ખાઇને પેટ બગાડત તે ઘરે રાંધતા થઇ ગયા અને પાસપડોશમાં શુદ્ધ વાનગીઓની ફોરમ ફેલાવા લાગી તેમાં આપનો પણ પ્રતાપ છે.

  આ ઓટલે સદા તાજો તાજો, સુગંધ સભર, વાવડો વાતો રહે અને થાકેલા પથિકના કાળજે ટાઢક પહોંચાડતો રહે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

 3. જાય બ્લોગનારાયણ

  અજ્ઞાન… મેળવવા આપને ત્યાં આવવું ગમશે 🙂

  મને થયું કે હજુ આ પોસ્ટ કોમેન્ટ વિહોણી છે તો ચાલો એક કોમેન્ટનું દાન કરતો જાઉ.

 4. ભવાઇનો નિયમ હમેશા નેગેટિવ એપ્રોચ જ રહ્યો છે હશાવવા અને ચાબખા મારવા’અસર”માં હમેશા અને સતત વાંચવા મળે છે,એ જ તો એની લાક્ષણિકતા છે, ટ્રેડમાર્ક છે.અણગમતાનો ગુલાલ કરવાનું અજ્ઞાન
  પણ તમેજ આપ્યું છેને.. તો ભલે થઈ જાય તાક થૈયા તા થઈ…

  • હશાવવા નહીં હસાવવા વાંચવું.
   આભાર
   હિમાન્શુ,

 5. અજ્ઞાન’ની દુકાન ખોલી, કએ છે યશવંત વેપારકરતો જાય,

  ઈન્ટરનેટ પર ફરતા, ફરતા, ચંદ્રને દુકાન દર્શન થાય,

  “શું વેચો છો ?”ચંદ્ર પૂછે છે દુઆન માલીક યશવંતરાય ને,

  “વેચું છું અજ્ઞાન ઓરીજીનલ”મળે યશવંત જવાબ ચંદ્રને,

  “અરે, અજ્ઞાન તે અજ્ઞાન, શાને કહો છે તમે આવું ?”

  “ના જાણો તો, હવે હું તમોને કાંઈ સમજાવું ”

  “ભાડા વગરની ઈન્ટરનેટે આ દુકાન છે રે મારી,

  મફત માલ તો ખુબ જ પણ, ચોરીની ઈચ્છા નથી રે મારી,

  જ્ઞાન માટે ઘરમાં શોધ કરતા, નિરાશા રે આવી,

  અજ્ઞાનનો ઢગલો નિહાળી, દુકાન જ ભરી નાંખી,

  હવે, જે છે તેને “ઓરીજીનલ”કહું છું ગર્વથી હું

  એવું કહેતા, નથી કહેતો કાંઈ ખોટું રે હું,

  એક વિનંતી કરૂં છું હું સૌને આજે,

  દુકાનેથી જો માલ લેવા ઈચ્છા હોય આજે,

  તો, લઈ મગજના સોપથી જરા ધોઈ નાંખજો,

  તો, એ જો ચમકે, તો જ એને “ઓરીજીનલ”માનજો,

  અને, જો માલ મારો તમ ઘરે રે ચમકે

  તો, દુકાને ફરી ફરી તમે દર્શન મુજને મળશે !”

  >>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Yashvantbhai, I am again to your Blog.
  I hope you like what had written in Gujarati.
  Inviting you to read OLD/NEW Posts on my Blog !

 6. આદરણીય યશવંતકાકા
  અસરના ઓટલાને ત્રણ વર્ષના વ્હાના વાયા તે બદલ ખુબ ખુબ અભિનંદન
  બસ અસરનો ઓટલો ગાજતો રહે અને અવનવી સાહિત્ય સામગ્રી પીરસતો
  રહે એવી અદમ્ય ઈચ્છા …નમસ્કાર…
  “અસરને પુરા થયાં છે ત્રણ વરસ પીરસ્યાં લેખ કાવ્યો ખુબ સરસ
  જ્ઞાન સાથે અજ્ઞાન ને અજ્ઞાન સાથે જ્ઞાન માણવાની લાગી તરસ “

 7. યશવંતભાઈ,
  આ દુનિયામાં મને તો દેખાયું છે કે જ્ઞાનને સીમા છે પણ અજ્ઞાનને નથી – કમ સે કમ મારા અજ્ઞાનને તો નથી, નથી અને નથી જ!
  તંત્ર કહે છે કે જ્ઞાન તે બંધન છે, બંધનમાં રહેવું ગમે તે (ઘોર) બંધન છે, બંધનમાંથી છૂટવાની ઇચ્છા તે મોટું (અઘોર) બંધન છે અને બંધાવા-છૂટવાની ઇચ્છાનું આખું નાટક તે સૌથી મોટું (ઘોરાઘોર) બંધન છે.
  આવા ગુંચવાડા કરતાં આપણું અજ્ઞાન ભલું!
  -’પ્રમથ’

 8. અજ્ઞાન ના ડાબા માં જ્ઞાન નું Lable અને જ્ઞાન ના ડાબા માં અજ્ઞાન નું Lable મારવાનું બંધ કરી દ્યો તો આવી ભૂલ નહિ થાય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s