ઢાઈ અક્ષર બ્લોગકે પઢે સો પંડિત હોઈ…

old Books

Image via Wikipedia

પોથી પઢ પઢ જગ મુઆ.. પંડિત ભયા  ન કોઈ

ઢાઈ અક્ષર બ્લોગ કે પઢે સો પંડિત હોઈ.  

*****

મિત્રો,

બીરબલની એક વાર્તા બહુ વખત પહેલાં વાંચી હતી તે  યાદ આવે છે. જે કાંઈક આવી હતી.

એક મહાશયને પંડિત થવું હતુ. પણ ગ્રંથો વાંચવાની તસ્દી લેવી નહોતી.  એમનું માનવું એવું હતું કે -ચાર દિનકી ચાંદની… ફિર અંધેરી રાત! તો આ ચાર દિવસની ચાંદની શામાટે થોથાં વાંચવામાં વેડફી નાખવી? એવો કોઈ રસ્તો ન હોય કે- ગ્રંથોને ખોલવાં પણ ન પડે ને તોય પડિત બની જવાય!

આવાં અનોખાં કામો તો બીરબલ સિવાય કોણ કરાવી આપે? મહાશયે બીરબલની પાસે જઈને પોતાની તકલીફ જણાવી.

બીરબલે જવાબમાં કહ્યું કે – કાલથી  જ્યારે તમે ગામમાં નીકળશો ત્યારે કેટલાક છોકરાઓ  તમને ઓ  પંડિત .. ઓ પંડિત કહીને બૂમો પાડશે.  ત્યારે તમારે ચિડાવાનું ને  છોકરાઓની પાછળ દોડવાનું.

પેલા મહાશયને વિદાય કરીને બીરબલે  શેરીનાં છોકરાઓને ભેગાં કરીને એક કામ સોંપ્યું.  પેલા મહાશ ગામમાં નીકળે ત્યારે ઓ.. પંડિત .. ઓ પંડિત કેમ છો ? એમ કહીને ચિડવવાનું.

બીરબલનો એ પ્રોજેક્ટ એવો સફળ થયો કે – માત્ર એક અઠવાડિયામાં તો  ગામના નાનાં છોકરાઓ જ નહીં પણ મોટા લોકો પણ પેલા મહાશયને પંડિત કહીને બોલાવવા લાગ્યાં.

પેલા મહાશય ફરીથી પહોંચ્યા બીરબલ પાસે.  ફરિયાદ કરી કે – મને આખું ગામ પંડિત પંડિત કરે છે.  હું તો ખીજાઈ ખીજાઈને થાક્યો.

બીરબલે કહ્યું કે- બસ. હવે  તમે પંડિત બની ગયા  હવેથી કોઈ કેમ છો પંડિત?  એમ કહે તો ખીજાવાનું નહી. જવાબમાં કહેવાનું કે- મજામાં છીએ. 

મિત્રો.. 

આ વાર્તા કોઈપણ બ્લોગરને પ્રેરણા આપે તેવી છે.  કોઈપણ બ્લોગર જોતજોતામાં પંડિત બની શકે છે. 

તેણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે – તેના બ્લોગ પર આવતા પ્રતિભાવો એ બીરબલે મોકલેલાં પેલાં તોફાની છોકરાં  જેવાં છે. 

બ્લોગર જો એ પ્રતિભાવોને પડકારશે તો એ પ્રતિભાવો  બ્લોગરને વધારે ને વધારે પડકારશે. 

આવું થાય  ત્યારે બ્લોગરે એ પ્રતિભાવોની પાછળ દોડીને એમને એમના બ્લોગ સુધી મૂકી આવવા  જોઈએ. 

ફરી એ પ્રતિભાવો દેખાય કે એમની પાછળ દોડવું  જોઈએ. 

થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી  બ્લોગર પંડિત તરીકે જાણીતા થઈ શકે છે. 

[ ગેર કાનૂની ચેતવણી: કોઈપણ શીખાઉ બ્લોગરે આ પ્રયોગ જાતે ન કરતાં;  અનુભવી અને નિષ્ણાત  બ્લોગરની  દેખરેખ હેઠળ કરવો. અન્યથા બ્લોગહાનિ થઈ શકે છે.  ]

યશવંત ઈસ બ્લોગજગત મેં ભાત ભાત કે બ્લોગ

સબ કો  પ્રતિભાવ  દિજિયે  બિના પઢે બ્લોગ. 

રામા રામા…અરે  રામા… રામા… રામા .. અરે રામા.

ખામા ખામા … હવે ખામા… ખામા ખામા.. હવે ખામા…

4 thoughts on “ઢાઈ અક્ષર બ્લોગકે પઢે સો પંડિત હોઈ…

  1. તમે મને મારા પપ્પાની યાદ તાજી કરાવી દીધી. તે અમને આ વાર્તા શિખામણ સ્વરૂપે સંભળાવતાં અને તેમની પાસેથી જ અમે કોઈના ચિઢવ્યે ચિઢાવું નહી તેવું શિખ્યા. તમે આજે વાર્તાને તદ્દન જુદા જ સંદર્ભમાં રજુ કરી. ખુબ સુંદર. હું નવો નિશાળીઓ છું એટલે તમે સુચવેલો નુસ્ખો તમારી દેખરેખ હેઠળ અજમાવું તો યોગ્ય રહેશે તેમ માનીને આ કોમેન્ટ લખી જ નાખી…..

  2. બ્લોગ જગતમેં જીના હે તો સુનલો મેરી બાત … (૨)
    ગમ છોડ કે મનાઓ રંગરેલી, રંગરેલી, રંગરેલી….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s