બાબા ક્યોં ભાગે રે આધી રાત કો…

પુલિસ ક્યોં આઈ રે આઈ આધી રાત કો… 

બાબા ક્યોં ભાગે રે ભાગે આધી રાત કો…. 

કપડેં ક્યોં બદલે રે બદલે આધી રાત કો… 

ચાલ ઐસી ક્યોં ચલે રે ચલે આધી રાત કો…. 

મિત્રો… સમાચારની ચેનલ્સ પર આવા સવાલોનો મારો ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે આપણને પણ આવા સવાલો થાય.

લોકોનો આટલો આટલો  વિશ્વાસ ને  પ્રેમ મેળવનાર અને  યોગી તરીકે નામના મેળવનાર આવું કેમ કરે?જો તેમણે સામે ચાલીને પોતાની ધરપકડ થવા દીધી હોત તો વાંધો શો હતો? શું ખરેખર મૃત્યુ  તેમની સામે આવીને ઊભું હતું? ને જો ઊભું હતું તો એની બીક લાગી?  બાબાએ કહ્યું કે –  મારે એ રીતે નહોતું મરવું!

બાબા ઘણું જીવે. પરંતુ એક વખત જે મૃત્યુની  પરવા કર્યા વગર નીકળે એની પાસે પછી મૃત્ય પામવાની રીતની પસંદગી હોય છે ખરી?

જો બાબાએ ક્રાંતિ માટેના ગોરીલા  યુદ્ધની રીત અપનાવી હોત તો તો  આ ભાગમભાગી, આ કૂદકા, આ વેષપલટા…  એ બધું જ શંકાના ઘેરાવામાં આવત જ નહીં. એટલું જ નહીં .. આ બધી હરકતો  એ પ્રશંસાને પાત્ર ગણાત.

 પરંતુ એકવખત  ગાંધીવાદ અપનાવનાવ્યાની  જાહેરાત કર્યા પછી આવી  રીતરસમો  બરાબર છે?  આ ભાગમભાગી .. આ કૂદકા… આ વેષપલટા… ને ત્યાર પછીના આ ખુલાસા…

એ વાત પણ બરાબર  છે કે તેમણે  શાસન અને વ્યવસ્થા સામે પડકાર ફેંકવાનું સાહસ તો કર્યું જ છે! બાકી જો તેઓ પોતાના આશ્રમમાં જ બેસી રહ્યા હોત તો કદાચ અત્યારે તેમના પર જે મુસીબતો ત્રાટકી છે તે ન ત્રાટકી હોત! જો એમને પોતાની સલામતીમાં જ અને  કારોબારમાં  રસ હોત તો શાસન સામે બાથ ભીડવાનું સાહસ ન કર્યું હોત! તેઓ જે સ્થાન પર પહોંચ્યા છે તે સ્થાન પર પહોંચ્યા પછી ગણત્રીબાજ માણસ તો આવા જોખમોથી દૂર જ રહે! અરે! ઉલટાનો સરકારને માફક આવે એ રીતે જ પોતાની પ્રવૃત્તિઓ ચાલવા દે! તો તો આજે એમને ઠગ કહેનારા પ્રધાનો જ એમના પગમાં પડતા હોત!

હવે સવાલ એ છે કે-  સાધ્યમાં દમ હોય એટલો જ દમ સાધનમાં હોવો જરૂરી છે કે નહી ?

ભલે આપવા ખાતર જવાબ આપણે  ” હા”  માં આપીએ. પરંતુ ખરેખર આપણે એવું માનતા નથી! આપણે ચલાવી લેવામાં જ માનીએ છીએ.  એટલે જ આવા આઘાતો પચાવવાની તૈયારી રાખીને જ બેઠાં છીએ.

ને જ્યારે નથી પચાવી શકતાં ત્યારે બાબા જેવા લોકો પર ટીકાઓના તીર છોડવા લાગીએ છીએ.

શું કરી શકાય?  આપણે જ્યારે કોઈ સારા હેતુ માટે વાતો કરવા સિવાય બીજું કરી ન શકતા હોઈએ ત્યારે, બાબા રામદેવ જેવા લોકો કે જેઓ એક પ્રકારનું જોખમ ખેડી રહ્યા છે,તેમને કમસે કમ મનથી  સહકાર આપવો જોઈએ કે નહીં?

 કે પછી એમને પણ  કસોટીની એરણે ચડાવવા જોઈએ ?

બાબાની સરખામણીમાં અણ્ણાજી વધારે સ્થિર અને ગંભીર નથી જણાતા ?

અણ્ણાજી તેમ જ તેમના સાથીઓ તરફથી અત્યારે રાજઘાટ પરથી જે વિધાનો થાય છે તે વિધાનો  સરકારને ભારે પડે તેવાં  છે. કારણ કે એ વિધાનો ખૂબ જ જવાબદારી પૂર્વક થઈ રહ્યા છે. એમાં લાંબી લડત આપવાની તાકત છે.

શું રામલીલા મેદાન પર જે નુકસાન થયું તે હવે અણ્ણાજીના આંદોલનથી ભરપાઈ થઈ જશે?

આશા રાખી શકાયને?

છેલ્લા સમાચાર મુજબ  બાબા રામદેવની તબિયત બગડી છે.  આશા રાખીએ કે તેઓ   સાજા રહે.

વાંધો  વ્યક્તિની રીત સામે હોઈ શકે. વ્યક્તિ સામે નહીં.

14 thoughts on “બાબા ક્યોં ભાગે રે આધી રાત કો…

 1. યશવંતભાઈ,
  ખરેખર ખૂબ સરસ લખ્યું છે, કોઈ એક તરફે લખવાને બદલે યોગ્ય રીતે સંતુલિત છે તમારો લેખ. બસ માત્ર “મોત” શબ્દને બદલે હવેથી “મૃત્યુ” શબ્દ લખાય તો સારું રહેશે. હિન્દી ચેનલોની અસર નીચે આપણા અખબારો અને ગુજરાતી ચેનલો પણ – મોત-મોત-મોત – લખ્યા અને બોલ્યા કરે છે એટલે સામાન્ય ગુજરાતીઓ પર પણ એ શબ્દ અસર કરી રહ્યો છે. એક રીતે જોઈએ તો આ શબ્દ કંઈ ખોટો નથી, પરંતુ આપણી ભાષાનો ‘મૃત્યુ’ શબ્દ ઘણો ભવ્ય લાગે છે….

    • સારું જ્યાંથી મળે ત્યારે અપનાવવું જ જોઈએ. આજનો સમય એવો છે કે- વેપારી કરતાં ગ્રાહક વધારે જાણે છે! શિક્ષક કરતાં વિદ્યાર્થી પાસે વધારે માહિતી હોઈ શકે. લેખક કરતાં વાચક વધારે સતર્ક હોઈ શકે છે. અરે! એવા પણ દર્દીઓ હોય છે કે -જેઓ પોતાના ડૉક્ટરને દવાઓના નામ આપીને કહે છે કે -સાહેબ લખો મારા માટે આ દવાઓ!!!! 😀
     વડીલ તરીકે સાચુંખોટું માન તો મળી જાય મારા ભાઈ.પણ દમવાળી વાત ક્યાં? અનોખી વાતો ક્યાં? અમને એની તરસ છે. એટલા માટે જ બ્લોગલેખન કરીએ છીએ. બાકી .. આદરણીય કે માનનીય જેવાં સંબોધનો વાંચીને અમને તો દિવેલનો ડબ્બો નજરે પડવા લાગે છે!

    • અલકેશભાઈ… સમાચાર ચેનલ્સની ભાષાની અસર બાબત તમે જે વાત જણાવી તે વિષે તો આખો લેખ લખી શકાય. પરંતુ અત્યારે તો જે એક બે તાજી વાતો છે તે વહેંચી દઉં.
     આજે જ બાબા રામદેવે પોતાની ભાષા માટે એટલે કે પોતે વાપરેલા કેટલાક શબ્દો માટે કેટલાક ખુલાસા કરેલા છે.
     એમના કહેવા મુજબ : તલવારનો અર્થ ખતરા તરીકે અને લડાઈનો અર્થ સંઘર્ષ તરીકે લેવો જોઈતો હતો!!
     એ જ રીતે એમણે શાસ્ત્ર અને શસ્ત્રો શબ્દોના ઉચ્ચારણ બાબત પણ ખુલાસા કર્યા છે.
     … જાહેર મંચ પરથી બોલાયેલો એક શબ્દ પણ કેટલું તોફાન લાવી શકે છે તેના ઉદાહરણો ઓછા નથી.
     બીજી એક વાત. એક સમાચાર ચેનલ પર ક્રિકેટના સમાચાર પ્રસારિત થતા હતા. તે સાંભળ્યા. ક્રિકેટ માટે તો હવે ધર્મ, જંગ, યુદ્ધ, લડાઈ, ઘમસાણ, તોફાન જેવા શબ્દો સામાન્ય થઈ ગયા છે.
     પરંતુ આજે તમારી વાત મનમાં રમતી હતી ત્યારે જ આપણા ખેલાડીઓ માટે વપરાયેલા શબ્દોએ અમને વિચારતા કરી મૂક્યા.
     એ શબ્દોની ની યાદી આ પ્રમાણે છે બોમ્બ, એટમબોમ્બ, છોટા બોમ્બ, બડા બોમ્બ, ધમાકા અને વિસ્ફોટક!!!
     વળી ચાલુ સમાચારે બેટથી થતા ધડાકા પણ સંભળાય!
     વાતાવરણની અસર નીચે આપણને આ બધું કોઠે પડતું જાય છે.

 2. આવું પહેલાં અનેક સાધુઓ માટે થયું છે અને એ બધાં કઈ ગર્તામાં ધકેલાઈ ગયા કોને ખબર ? સાધુ પરાક્રમ આપણે ત્યાં નવાઈ નથી તેથી આવા લોકોના સમાચાર વાંચવા જીવવાનો બગાડ જ હશેને?!

 3. અન્નાજીનું જમા પાસુ એ છે કે તેઓ મદિરમાં રહે છે સાદગીથી અને એમની પાસે કોઈ બેંક બેલેન્સ છે નહિ.બાબાએ અન્નાને ઓવરટેઇક કરવાને બદલે એમની સાથે રહેવું જોઈતું હતું.

 4. અન્ના ગાંધીને સાથે લઈને ચાલે છે, તેથી જ વધારે લોકપ્રિય અને યોગ્ય્તાપૂર્ણ લાગે છે. જ્યારે આજે તો બાબાએ હદ કરી નાખી. સશસ્ત્ર સેના બનાવવાની વાત કરી નાખીને ગાંધીને પડતા મૂક્યા…

  • તમારી વાત સાચી છે. તેઓ ચોક્કસ રાહ પકડતા ન હોય તેવું લાગે છે.
   પણ એમના માટે આજકાલ કસોટીના દિવસો છે. આ પરિસ્થિતિ એમના માટે અણધારી હોઈ શકે છે. તેઓ અપમાનિત થયા છે. દુ:ખી છે. વળી આ બધાં માટે પોતાની પણ જવાબદારી બને છે. તેમના માટે આ તનાવભરી પરિસ્થિતિ છે. આજસુધી તેઓએ લોકોને તનાવ દૂર કરવાના અને સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો બતાવ્યા છે. આપણે આશા રાખીએ કે -તેઓનું સ્વાસ્થ્ય સારું રહે અને આ તનાવમાંથી બહાર આવે.

 5. બાબા ક્યો ભાગે આધી રાત??

  માણસોને પોતાને તો ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન કરવાની તાકાત ન હોય અને આવા શિર્ષક ધરાવતા બ્લોગ લખી પ્રકાશિત કરે…

  માફ કરજો સાહેબ પણ કોઇ દેશભક્ત માટે આ પ્રકારનુ મથાળુ લખવુ એ યોગ્ય નથી.. ભલે લેખમા ગમે તે લખ્યુ હોય અને ભલે આ મથાળુ કોઇ અન્યએ બનાવ્યુ હોય પરંતુ અહી તે આપના બ્લોગમા શોભતુ નથી. દેશભક્તિ કરવી એ આ સમયમા અઘરુ છે. બ્લોગ બનાવવો સહેલો છે. પણ મેદાનમા જઇ પત્રકારો સામે સરકાર વિરુદ્ધ બોલવુ તે અઘરુ છે. આ કળીયુગ છે… સત્તા સામે શાણપણ ના ચાલે.. આપણે બોલીએ તો પોલીસ કોઇપણ ગુનામા ફીટ કરી અને ઉપાડી જાય્ એટલે આ જમાનામા દેશભક્તિ કરવી પણ બહુ અઘરી બાબત છે. તેથી આપને નમ્ર વિનંતી કે આ પ્રકારના દેશભક્તોના મજાક ઉડાવતા મથાળા ન લખવાની કૃપા કરશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s