મનમોહન સિંહને સોનિયાજીની એકદમ તાજી સલાહ!

મિત્રો.. કોઈ માને કે ન માને! વાત લપાતી છુપાતી … હરતી ફરતી.. એક મુકામે આવીને ઊભી રહેશે કે-  પહેલાં સરકાર  હટાવો.  એ વગર ભ્રષ્ટાચાર નહીં હટે!

આ પરંપરા છે આપણા દેશના રાજકારણની!

ગાંધીજીનો ધ્યેય માત્ર શાસનપલટો નહોતો.  તેઓ પણ ભ્રષ્ટાચાર હટાવવા માંગતા હતા. પણ પ્રાથમિકતા આપવી પડી વિદેશી શાસન હટાવવાના મુદ્દાને.

જ્યારે જ્યારે દેશમાંથી ભ્રષ્ટાચાર  હટાવવાની તીવ્ર  જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ત્યારે સરકાર હટાવવાની વાત આવીને ઊભી રહી છે.

સરકારો હટે છે .. જોડતોડ કરીને નવી સરકારો બને છે. પણ  જોઈએ તેવું નવું ભારત  બનતું નથી.

રામલીલા મેદાન પર અર્ધી રાત પછી પોલીસ ત્રાટકી એ વાત પર  સરકાર હટાવવાની વાત ક્યાંક ક્યાંકથી સંભળાવા લાગી છે.

જ્યારે મોટાભાગના લોકો જાણે જ છે કે -માત્ર સરકાર બદલાવાથી બધાં સારાં વાનાં થઈ  જવાનાં નથી.

ને આપણા માનનિય પ્રધાનમંત્રી એમની રાબેતા મુજબની મજબૂરીથી આવું કશું જણાવે છે કે- મારી પાસે જાદુઈ છડી નથી કે રાતોરાત ભ્રષ્ટાચાર હટાવી દઉં.

એમની વાતમાં દમ તો છે  જ.

એક જાદુઈ છડી તો હોવી જ જોઈએ! જો એ મળી જાય તો મનમોહનજીનું કામ થઈ જાય.

પછી તો સોનિયાજીનો ફોન આવે ત્યારે પહેલો સવાલ એ જ હોય કે – મનમોહનજી  છડી ઘુમાયા ક્યા?

મનમોહનજી  જવાબ આપે કે– અભી થોડી દેર પહલે હી ઘુમાયા થા.

— દેખો.  બાર બાર ઘુમાયા કરો.  ભ્રષ્ટાચાર  જૈસે આયે વૈસે હી સાફ કરતે રહો.  અગર થક ગયે હો તો રાહુલ કો ભેજ દું!

હવે સવાલ એ થાય છે કે આવી જાદુઈ છડી શોધવા કોણ જાય?

મનમોહનજીએ આ તકલીફ ફોનથી  સોનિયાજીને જણાવી.

-મેડમ. ભ્રષ્ટાચાર હટાને કે લિયે એક જાદુઈ છડી કી જરૂરત હૈ.

-મંગવા લો. અમરિકા સે.

-મેડમ.  વહાંસે તો  નહીં મિલેગી.

– તો કહાંસે મિલેગી ?

– કોઈ બાબાસે મિલ સકતી હૈ. સાઈંબાબા તો ચલે ગયે.  દૂસરા એક રામદેવ બાબા હૈ. લેકિન ઉનકે પાસ ભી નહીં હૈ.  ઔર વો તો  ભ્રષ્ટાચાર હટાને કે લિયે મેરે પીછે પડ ગયે હૈ. સમજ મેં નહીં આતા હૈ કિ  મૈ ક્યા કરું ?

— દેખો મનમોહનજી. કપાલભારતી કિયા કરો. બહોત અચ્છા  લગેગા.

Advertisements

5 thoughts on “મનમોહન સિંહને સોનિયાજીની એકદમ તાજી સલાહ!

  1. કપાલભારતીમાં શું કરે છે તે મને ખબર નથી, પણ માત્ર કપાળે હાથ દઈને બેસી રહેવાનું હોય અથવા બહુ બહુ તો કૂટવાનું હોય તો જનતા તો છેલ્લાં ૬૩ વર્ષથી એ જ કરે છે!

  2. ભાઇ, નમ્રતાપૂર્વક બે‘ક નાવિન્યસભર માહિતી !
    ’કપાલભારતી’ એ પ્રાણાયમનો સાવ નવો પ્રકાર છે ! જે માત્ર ભારતમાં રહીને જ કરી શકાય !! (અન્ય પ્રદેશો માટે ’કપાલપાકિ’ કે ’કપાલંકા’ કે ’કપાલેરિકા’ જેવા વર્ઝન મુમુક્ષુઓ રચી શકે છે !) પ્રાચિનકાલમાં ’કપાલભાતી’ થતું, તેમાં દેશકાળનું બંધન નથી.

    બાબાના નવા ઐતિહાસિક કૂદકાને ’રણછોડ મુદ્રા’ નામ અપાયું છે ! આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s