ગાંધી ગુજરાત અને ગોટાળા

Three Frogs

મિત્રો… આજના સમાચારપત્રમાં પ્રથમ પાને આવેલા સમાચારમાં ગાંધી ગુજરાત અને ગોટાળા એ ત્રણ શબ્દોનો ઉલ્લેખ છે. સાથે સાથે ત્રણ મહાનુભાવો હાથ ઊંચા કરીને ઊભેલા દેખાય છે. જેમાં સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ  નૈતિક યુદ્ધ છેડનાર અને ઇન્ડિયા અગેઈન્સ્ટ ભ્રષ્ટાચાર આંદોલનના પ્રણેતા અણ્ણા હજારે તો છે જ. સાથે સાથે મુંબઈમાં આદર્શ કોલોનીના  કૌભાંડનો પર્દાફાશ કરનાર અરવિંદ કેજરીલાલ અને સ્વામી અગ્નિવેશ પણ ઊભા છે.

હજારેજીનું આંદોલન  ક્યાં ક્યારે અને કેવો  રંગ લાવશે એની અટકળો થવા લાગી છે.  એ આંદોલન વા વંટોળિયો અને વાવાઝોડું માંથી કયુ સ્વરૂપ ધારણ કરશે એ પણ  અટકળનો વિષય છે.

અમે આ  ત્રણ મહાનુભાવોની એ તસવીર જોઈ અને દિમાગમાં એક ચમકારો થયો! ને પછી તો ત્રણના આંકડાના ચમકારા પર ચમાકારા!

આ રહ્યા કેટલાક ચમકારા…દરેક ચમાકારાનું કોઈને કોઈ સંદર્ભમાં મહત્વ છે.  આપ સહુ તો ચતુર છો. વધારે સમજ આપવાની જરૂર લાગતી નથી.

 * એક દો તીન

* ત્રણ તાળીના ગરબા… ઢેન ટેન ટેન

*બ્રહ્મા વિષ્ણુ મહેશ

*રજો તમો અને સત્વ

*મન વચન ને કર્મ

*તન મન ને ધન

*ગંગા જમુના સરસ્વતી

* નૃસિંહઅવતાર રામ અવતાર અને કૃષ્ણ આવતાર

*રાવણ કુંભકર્ણ અને વિભીષણ

*  ત્રણ વાંદરા

* ત્રિગુણી રસી

*ગાંધી નહેરુ ને સરદાર

*લાલ બાલ ને પાલ

* લોકોનું લોકો માટે અને લોકો વડે

*લાલ પીળો ને વાદળી

*કેસરી સફેદ અને લીલો

*આદિ મધ્ય ને અંત

*સવાર બપોર સાંજ

*શિયાળો ઉનાળો અને ચોમાસુ

*રાજા વાજાં ને વાંદરાં

*હું બાવો ને મંગળદાસ

*ગીત ગઝલ ને અછાંદસ

*સૂર લય ને તાલ

* રોટી કપડાં ઔર મકાન

*કલ આજ ઔર કલ

* થ્રી ઇડિયટ્સ

*કબ ક્યું ઔર કહાઁ

*જોન  જાની જનાર્દન

*અમર અકબર એન્થોની

*પતિ પત્ની  ઔર વો

*કલ આજ ઔર કલ

*ફાફડા જલેબી ને ચટણી

* લોટ પાણી ને લાકડાં

*શિર ધડ ને ચરણ

*ગુજરાતી હિન્દી ને અંગ્રેજી

*હાથી ઘોડા ને પાલખી

*જર જમીન ને જોરુ

*રાજહઠ બાળ હઠ અને સ્ત્રી હઠ

*ગજ ફૂટ ને ઈંચ

*એકમ દશક ને સો

* ખાધું પીધું ને રાજ કર્યું

મિત્રો… યાદી લાંબી થઈ શકે છે.  જેવા ચમકારા અમને થયા તેવા તમને પણ થાઓ.

Advertisements

19 thoughts on “ગાંધી ગુજરાત અને ગોટાળા

 1. કટ, કૉપી અને પેસ્ટ
  અમે, તમે અને રતનિયો
  એક, બે અને ‘હાડા તેઈણ’
  ઇના, મીના, ડીકા
  બચપણ, જવાની અને બુઢાપો
  આલીયો, માલીયો અને જમાલીયો
  મિઝારુ, મિકાઝારુ અને માઝારુ (પેલા ત્રણ વાનરોના અસલી નામ)
  ટોમ, ડીક એન્ડ હેરી
  ગૂગલ, યાહૂ અને બિંગ
  નોક, નોક અને નોક (પેલા Who’s there વાળા)
  નાક, કાન અને ગળું
  સેક્સ, લાવ એન્ડ ધોખા

  શાંતિ…શાંતિ…શાંતિ

 2. થોડા તીડકા
  ત્રણ સિદ્ધાંત – સમતા, એકતા અને શુચિતા.
  ત્રણ સંસ્થા. આપણી આજુબાજુ વીંટળાયેલું શરીર , આપણી આસપાસ ફેલાયેલું આ વિશાળ બ્રહ્માંડ, અને જે સમાજમાં આપણે જન્મ્યા તે સમાજ;
  અધીર અમદાવાદી કહે છે તે પ્રમાણે…
  ગાય, ગર્લ્સ અને ગુગલી
  સિગ્નલ ગ્રીન થવાની, ફ્લાયઓવરના ઉદઘાટનની અને બિલ્ડીંગ યુઝ પરમીશનની.
  પ્લાસ્ટિક સર્જન, બ્યુટીશિયન અને પહેલવાન
  રોકડા રૂપિયા, ડેબિટ કાર્ડ, અને ક્રેડીટ કાર્ડ
  હવા, પાણી અને મોબાઈલ
  બાળપણની દોસ્તી, અનબ્રેકેબલ વસ્તુ અને ઠંડી પંજાબી રોટલી

 3. દા દત્ત ધ્વયમ
  શાંતિ શાંતિ શાંતિ
  એક એકાકી બે કંપની ત્રણ તેખડ/ટોળું
  લાંબુ પહોળુ અને ટૂંકુ
  અહીં તહીં ગમેત્યાં
  આદી વાદી અનાદી…..

 4. લ્યો આતો બીજાં ‘તિ’કડમપણ ધનાધન ફૂટી નીકળ્યાં છે…

  ફેસબૂક, ટ્વિટર અને લિન્ક્ડ-ઇન
  ડાયલ-અપ, બ્રોડ-બેન્ડ, 3G /વાઈ-ફાઈ
  મી, માયસેલ્ફ એન્ડ આઇ
  હું, હુંશી… હુંશીલાલ
  બા, બહુ ઔર બેબી
  આધિ, વ્યાધિ અને ઉપાધિ
  વાઈન, વ્હિસ્કી અને વોડકા
  પૂરે ૫૦,૦૦૦/-,… ઓહ! ૫૦,૦૦૦,૦૦,…બસ! ૫૦૦૦ કરોડ! જ ?!?
  અશોક’માડી’, રાજા’બાબુ’, કલ’માડી’
  એન્ગેજમેન્ટ રિંગ, મેરેજ રિંગ અને સફરિંગ
  લખો, વાંચો અને ભૂંસો

 5. ભૂત ભવિષ્ય ને વર્તમાન
  ચન્દ્રશેખર પ્રસન્ના ને બેદી.
  જેણે ન જોયાં હોય કલક્તા દિલ્હી ને આગ્રા તે જોઈ નાંખે બગસરા બિલખા ને બાબરા!
  રાજ દિલીપ ને દેવ [રાજકપૂર દિલીપકુમાર ને દેવાનંદ ]
  આમીરખાન સલમાનખાન ને શાહરુખખાન
  ઇંટ રેતી કપચી
  વાસણ કપડાં પોતું

 6. હજુયે ચળ(વળ) ચાલુ છે …

  ૫-૭-૫ (Hiku)
  ૩૬-૨૪-૩૬ (Hi! kaho)
  અહેમદાબાદ, કર્ણાવતી, અને અમદાવાદ
  તાતા, બિરલા અને અંબાણી
  ધીરુbhaiભાઈ, મુકેશbhaiભાઈ અને અનીલbhaiભાઈ
  ભારત, હિન્દ અને ઇન્ડિયા
  નહેરુ, નાસર અને ટીટો
  વર્ડ, એક્સેલ અને પાવરપોઇન્ટ
  હોટમેઇલ, યાહૂમેઈલ, જીમેઈલ
  સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ

  ચાલો…જય હે!…જય હો! અને જય હિંદ!
  ને થવાદો…નવ-દો-ગ્યારહ!

  • કૌશલ્યા સુમિત્રા કૈકયી
   યુધિષ્ઠિર ભીમ અર્જુન
   રૂપિયા આના પૈસા
   પા અર્ધો ને આખો
   બેડરૂમ હૉલ કિચન
   બારી બારણાં ને પર્દા
   વાણિયા બ્રાહ્મણ ને પટેલ
   તાર ટપાલ ને ટેલિફોન

 7. રાજા, વાજાં, વાંદરાં
  જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા
  વેચનાર, ખરીદનાર, વચેટિયો
  વાત, પિત્ત, કફ
  અમર, અકબર, ઍન્થની
  રાજ કપૂર, દિલિપ કુમાર, દેવ આનંદ

 8. જેટલું આવડે એવું હતું એ બધુ અહીંયા આવી જ ગયું..
  છતાંયે એક તાજુ-તાજુ યાદ આવ્યું એટલે આપણુંય એક નોંધી લો..

  “હું”, “તુ” ને “રમતુડી”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s