Save Atma …

“કસર ” સમાચાર દર્પણમાં વાચકમિત્રોનું હાર્દિક સ્વાગત છે. 

આજના ગરમાગરમ દાળવડાં જેવા મુખ્ય સમાચાર છે કે: હવે પછીથી માણસ પોતાના આત્માને Save કઈ શકશે! હા વાચકમિત્રો માનવામાં ન આવે તેવી વાત હવે  શક્ય બનશે! કોઈ માણસ પોતાની ઇચ્છા મુજબ પોતાના આત્માને Save કરી શકશે અને વર્ષો બાદ એ જ આત્માને કોઈના શરીરમાં Publish કરી શકશે! 

આ  દિમાગતોડ સમાચાર અમને હમણાં જ પ્રાપ્ત થયા છે. 

મિત્રો, અત્યાર સુધી આપણે માનતાં હતાં કે કોઈ પણ વ્યક્તિના શરીરમાંથી  જીવ જાય એટલે એના આત્માએ એ જ ઘડીએ કોઈ નવા શરીરમાં પ્રવેશ કરવો પડે છે.  પરંતુ આ થિયરી હવે ખોટી સાબિત થવાને આરે છે.  અમુક વ્યક્તિના આત્માને આ નિયમ લાગુ નહીં પડે.  એવા આત્માને બીજાના શરીરમાં તાત્કાલિક પ્રવેશ કરવામાંથી મુક્તિ મળી શકશે! એ આત્મા વર્ષો  સુધી આરામ ફરમાવી શકશે. હા આરામ! આઠ દસ કે પંદર વર્ષો સુધી! ત્યાર પછી એ  પબ્લિશ થશે! 

જો આ સગવડ સામાન્ય માણસોના આત્માઓને પણ પ્રાપ્ત થાય તો  કેટલાય આત્માઓને સતત ભટકવામાંથી રાહત મળશે! આ બાજુ એક શરીર છોડીને બેજાં શરીરમાં પ્રવેશવા માટેની દોટ એમણે નહીં મૂકવી પડે!   

હાલ તો આ સગવડ  પ્રાયોગિક ધોરણે શરૂ થઈ રહી છે. જેનો લાભ  માત્ર  VIA  જ લઈ શકશે. 

પરંતુ ભવિષ્યમાં કેટલાય આત્માઓ Save થઈને આરામ  ફરમાવતા હોય એ શક્ય બનશે. 

તો આ  સમાચાર સાથે  લઈએ છીએ  એક વાંકોચૂકો વિરામ! 

જતાં જતાં  એક  કુવિચાર..

નવરા કરે તે ચોવટ  અને લેખક કરે તે  ચર્ચા 

મદારી કરે તે ખેલ અને બાપુ કરે તે પરચા!!!! 

પાનના ગલ્લે થાય તે ગામ ગપાટા

ને છાપાંના પાને થાય તે સેરસપાટા!!!! 

  

. ..


Advertisements

10 thoughts on “Save Atma …

  1. પિંગબેક: Save Atma … | | GujaratiLinks.comGujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s