સરકારી બ્લોગખાતાએ આવતી કાલે રજા જાહેર કરી

મિત્રો,

ધારો કે: સરકારી બ્લોગખાતા જેવું કોઈ ખાતું હોય  અને તે, આવતી કાલે ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચના કારણે રજા જાહેર કરે તો એની જાહેરાત આવી હોય!

બ્લોગલેખન કાર્યાલય

જાહેર બ્લોગખાતું

બ્લોગભવન.  બ્લોગનગર.

તા.29-03-2011

આથી અમારા માનવંતા વાચકોને જણાવવાનું કે, આવતી કાલે ભારત -પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની સેમિફાઈનલ મેચ હોવાથી  અમારા કાર્યાલયમાં બ્લોગલેખકો ફરજ પર આવે તેવી શક્યતા નહિવત છે.  જો કર્મચારીઓ જ ગેરહાજર હોય તો અધિકારી ગણ કોના પર અધિકાર જમાવે? આથી અધિકારી ગણ પણ હાજર રહેશે નહીં.  આ ઉપરાંત વાચનલાભાર્થીઓ પણ બ્લોગકાર્યાલયની મુલાકાતે આવે એવી શક્યતા ઓછી છે. આ સંજોગોને ધ્યાનમાં લઈને બ્લોગખાતા તરફથી આવતી કાલે તા. 30-03- 2011ના રોજ  રજા જાહેર કરી છે.

આવતીકાલે આપ સહુ મેચનો  પૂરો આનંદ માણશો એવી આશા છે.

-હુકમથી,

બ્લોગાધિકારી.

Advertisements

8 thoughts on “સરકારી બ્લોગખાતાએ આવતી કાલે રજા જાહેર કરી

 1. એ લોકો એવું ના કહે કે ” અમારા કાર્યાલયમાં બ્લોગલેખકો ફરજ પર આવે ..”નેએ બ્લોગ લખે, પણ પબ્લિશ થતાં પહેલાં ખૂરશી પર કાળા કોટ લટક્તા હોવાથી કોઇ
  વાંચશે નહીં, તેથી”સેન્સર” ન કરી શવાના સરકારી ધારાધોરણ મુજબ પ્રકાશીત
  કરી શકાશે નહિં-પ્રજાને(અમેરિકનોની જેમસ્તો!!)ગતાગમ ન હોવાથી સરકારી નિતિનિયમોનુસાર નેશનલ હોલિડે જાહેર કરાયેલ છે, મજો કરો.

 2. પ્રતિ શ્રી બ્લોગાધિકારી સાહેબ.
  આપના અને ખાતાના ’કર્મચારી’ ગણનો ક્રિકેટપ્રેમ જાણી આનંદ થયો. ઉપરોક્ત જી.આર.માં અમ જેવા ’અવાચક’ (વાંચ્યા વિના જ ભરડતા !!) પ્રતિભાવકોએ પણ રજા પાડવી તેવું અર્થઘટન મનમેળે સમજી લઇ અમે પણ મેચનો આનંદ માણવા બેસી પડીશું. આભાર.

  • અશોકભાઈ,
   અમે સંજોગોવશાત અર્ધી મેચનો આનંદ માણીશું.
   શરત મારવાનું મન થાય તો ફોન કરજો!
   કાં તો કાલવાચોકમાં લસ્સી પીવડાવવાની ને કાં તો અહીં આવીને મહાકાળીનું સેવઉસળ ખાવાની!

   • સાહેબશ્રી હાજર હોય તો નાના કર્મચારીઓ કેમ ગેરહાજર રહી શકે ?
    પણ સાહેબશ્રી અમારી પણ અરધી રજા મંજૂર કરશો આભાર
    [કાળવાચોક – મૉર્ડન ની લસ્સી અશોકભાઈ શરત મારે તો ને ? મને વગર શર્તે વરિયાળી નુ શરબત પાયું તુ હો !!!!]

 3. મહેરબાન બ્લોગાધિકારી સાહેબ,
  સંદર્ભ આપનો હુકમ ક્રમાંક ૦૦૭/તા ૨૯.૦૩.૨૦૧૧
  વિષય. ભારત-પાક વચ્ચે મેચ અંગે રજા બાબત
  સલામ સાથે જણાવવાનું કે આપ સાહેબના હુકમ પત્ર આજે મળ્યો.
  આ હુકમનો બીનચૂક અમલ કરવામા આવશે
  લી આપના આજ્ઞાંકિત સેવક
  અરે! આ તો આઝાદિ પહેલાનું લખાણ થઈ ગયું !પણ અમને લાગે છે કે આપ સાહેબને આ અરજ ગમશે તેથી સુધાર્યા વગર જ….
  નોંધ આમાં કાંઇ ભૂલ હશે તો યશવંતકાકા ખૂલાસો કરશે..આપણી ઊંમર કરતા કાકા નાના પણ હોઇ શકે તેથી આવી બાબત ધ્યાન પર ન લેવી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s