ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

Rainbow ghost

Image via Wikipedia

ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

જીવનો  NETથી એમ નાતો રહે.

અન્યના કાનને કષ્ટ પડતું હશે

એક ગધ્ધો  છતાં  ગીત  ગાતો રહે.

આમ તો એ કદી માંસ ખાતો નથી

કોઈનું પણ મગજ  તોય ખાતો રહે.

હોય સગલાં ઘણાં તોય શું થઈ ગયું ?

હોય જો રૂપિયા તો જ નાતો રહે.

કોઈપણ કારણે થાય હલચલ ઘણી

થાય સંવાદ કે વાદ થાતો રહે.

ગાંઠિયા   ના રહે માત્ર ચટણી રહે

પાછલા યુગની  એમ વાતો રહે.

દિલનાં માપ પણ સાંકડાં થઈ ગયાં

સાંકડા દિલમાં તું સમાતો રહે.

Advertisements

19 thoughts on “ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે

 1. ભૂતને પીપળો પ્રાપ્ત થાતો રહે
  જીવનો NETથી એમ નાતો રહે.
  અન્યના કાનને કષ્ટ પડતું હશે
  એક ગધ્ધો છતાં ગીત ગાતો રહે.
  મઝાનો કટાક્ષ!
  ભૂત એટલે ગતાગમ વગરનો માણસ. અક્કલમાં ઓછો, જડ જેવો અને શરીરે બથ્થડ માણસ. ‘સત્યપ્રકાશ’ ગ્રંથ કહે છે કે મરણ પામેલ અને અગ્નિદાહ થઈ ચૂકેલ વ્યક્તિ. શરીરનો દાહ થઈ ચૂક્યો તેનું નામ ભૂત કહેવાય છે. ‘અમરકોશ’ અનુસાર ભૂત એટલે પિશાચ, પ્રેત, વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિંનર, પિશાચ, ગૃહ્યક, સિદ્ધ-ભૂત એ દેવયોનિની સંજ્ઞા છે. જૈનોમાં ભૂત એટલે આઠ માંહેના એક પ્રકારના વ્યંતરનિકાય દેવ
  સામાન્ય માનવીનો ભૂત માટેનો ખ્યાલ જોઈએ તો ભૂત એટલે સંસારમાંના કોઈ ભાવમાં મન રહી જવાથી અવગતિ પામેલો જીવ, શ્મશાન, ઝાડ વગેરેમાં વસતો પ્રેત. માંગડાવાળાની જેમ આ સ્થિતિમાં તે જીવ ભટક્યા કરે છે. આ ભૂતની ઘણી જાત છે. પિશાચ, જીન, શેતાન, પ્રેમ, ઝાંપડી, બ્રહ્મરાક્ષસ, ખવીસ. એ મસાણમાં ઝાડમાં રહે છે અને પ્રાણીને પીડા કરે છે એમ કહેવાય છે.
  તેમા હવે ઊમેરાય લેપટોપ પર નૅટનું ભૂ…………………ત

  • માહિતી આપવા બદલ આભાર.
   પણ આ Netનું ભૂત તો જેને વળગ્યું હોય એ જ જાણે! અમને તો એવો ખતરનાક વિચાર આવે છે કે- ભવિષ્યમાં બ્લોગર મર્યા પછી પણ બ્લોગ ચલાવતો હશે! ભૂત થઈને! ને એવા વિચાર પરથી ફિલ્મ પણ બનશે. પણ આવી ફિલ્મ બનાવવાની પહેલ તો અમેરિકાવાળા જ કરે!
   માંગડાવાળાનો ખેલ સાંભરે છે. …

   હે.. વડલા તારી વરાળ ને પાને પાને પરઝળી
   ક્યાં જંપવું જંઝા…..ળ હે.. મને ભડકા લાગે ભૂતના.

 2. “આમ તો એ કદી માંસ ખાતો નથી કોઈનું પણ મગજ તોય ખાતો રહે.”

  એ તો જાહેરમાં….

  ખાનગીમાં શું શું લીલાઓ ચાલે છે એ કોણ જોવા ગયું છે…. 😛

  • તમે અમને એક જૂની વાત યાદ કરાવી દીધી! અમારા એક વૈષ્ણવ સંબધી સાથે અમે એમના જ નગરમાં નીકળ્યા હતા. એ કદી બહારનું ખાતા નહીં. એટલે અમે ચાપાણી કે નાસ્તાની વાત ન જ કરીએ!પણ એમણે એમના જ મનમાં રમતો વિચાર રજૂ કર્યો કે- આપણે માટલા કૂલ્ફી ખાઈએ! અમને તે દિવસે ખરેખર ખૂબ આઘાત લાગ્યો! અમે માની ન શક્યા! અમે કહ્યું- તમે અને માટલા કૂલ્ફી! તો કહે- હા. પણ ઘેર વાત કરતા નહીં.
   એમણે ગલીમાં સંતાઈને માટલા કૂલ્ફી ખાધી! મોટી ઉમરે પણ છોકરમત કરવી પડી!નિયમો ક્યારેક આવું પણ કરાવે!

  • ડુંગળી!
   શું કિમત હતી ડુંગળીની! ગરીબની કસ્તુરી કહેવાતી હતી! ને આજે… એક વખત દિલ્હીની સરકારને પણ ધ્રુજાવી ગઈ હતી!
   રોટલો અને ડુંગળી થકી ગરીબની ભૂખ ભાંગી જતી હતી!
   અમને એક જૂના નાટકનો સંવાદ યાદ આવે છે… નાટક – ઇશ્વરે ઘર બદલ્યું. —
   જેમાં મુખ્ય પાત્ર કહે છે કે- ઇશ્વર હવે ગરીબોની ઝૂંપડીમાં નથી રહેતો. અમીરોના મહેલોમાં રહે છે. ઇશ્વરે ઘર બદલ્યું છે.

   અમે કહીશું કે— ડુંગળી હવે ગરીબોની થાળીમાં નથી રહેતી! અમીરોના રસોડામાં રહે છે. હા.. ડુંગળીએ ઘર બદલ્યું છે.

   • રાઓલજી …ત્રીસેક વરસોથી અમે અમારે ગામ નથી ગયા. પણ જઈને જોઈશું તો જરૂર નવાઈ પામીશું. કારણ કે- અમને જાણવા મળ્યું છે કે- ઘણું બધું બદલાઈ ગયું છે! ખાસ કરીને ગામના દરબારો!

    એ તલવારો અને મૂછોના પાણીની વાતો! એ… તારી માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો હાલ્યો આવ્ય! .. એવા હાકલા અને પડકારા!
    અમારે ત્યાં એક કુટુંબી મહિલા મહેમાન આવેલા. અમારા પરિવારની એ વહુ હતા! ને અમારા ભાભી થાય્ એમણે ગામમાં લાજ કાઢ્યા વગર નીકળવાની ગુસ્તાખી કરી. બીજી જ મિનિટે આમારા પિતાજી પાસે ગામના એક દરબારે ફરિયાદ કરી કે—- તમારા પરિવારની વહુએ મારી લાજ ન કાઢી!
    થોડા વરસો પછી એ જ દરબારને અન્ય ગામલોકો સાથે શહેરમાં એ જ મહિલાબહેનને ત્યાં સામાજિક કામ માટે મહેમાન થાવું પડ્યું!
    એ અચકાતા હતા. આવતા નહોતા. અમારા ભાઈને ખબર પડી તો એમણે- જૂની વાતો ભૂલી જઈને આવવા માટે આગ્રહ કર્યો. એ આવ્યા પણ ખરા અને ખુશ થઈને ગયા.
    ને હવે… અમારા ગામમાં દરબાર પરિવારની મહિલા સરપંચ થાય છે. લાજ માટે આગ્રહ રખાતો નથી. પહેરવેષ પણ બદલાયા છે. એક દરબારની દીકરી ડોક્ટર પણ થશે. દરબારો ખેતી તો કરતા હતા. હવે ધંધો પણ કરે છે. રાજકારણ પણ ખેલે છે! ને બધાંમાં ખૂબ ખૂબ કમાય છે.
    ટકવા માટે અને આગળ વધવા માટે બદલાવું જરૂરી છે. જૂનામાંથી મુક્ત થવું જરૂર્રી છે.
    અમે એક વાર્તા લખી હતી- તકાજો. જેમાં કાઠી દરબારના છોકરાને હીરા ઘસવા જવું પડે છે. માબાપને એ ઘડી મરવા જેવું થાય છે! પણ સમયનો તકાજો! … વાર્તા મૂકવી અઘરી પડે. છતાંય મૂકીશું.
    આ બધી વાતો તમને ગમશે એમ માની ને જ કરી છે. તમે પણ ઘણી વાર આવું લખો જ છો.

  • ચટણી પણ ગજબની ચીજ છે. ઘણી જગ્યાએ તો વાનગી કરતાં ચટણીનું મહત્વ વધારે હોય છે. ચટણીના લીધે જ વાનગી વેચાતી હોય છે. ચટણી માટે માથાકૂટ પણ થાય!

   ચટણીની બાબતમાં કેટલાક નિયમો….

   *ચટણી એક જ વખત મળશે.વેઇટર સાથે મગજમારી કરવી નહિ.
   * એક્સ્ટ્રા ચટણીનો ચાર્જ લાગશે.
   *ચટણી સ્ટોકમાં હશે ત્યાં સુધી જ મળશે.
   … ચટણીપુરાણનો અંત નથી. ક્યારેક વધારે લખીશું.
   આ પંક્તિઓ દ્વારા અમારો કહેવાનો ઇરાદો એ છે કે-જૂનો સમય રહેતો નથી. પણ એની ખાટીમીઠી વાતો યાદ રહી જાય છે. ને એ આનંદ આપનારી હોય છે. ને એ સ્વાભાવિક છે.

   • ચટણીની વાત કરી એટલે યાદ આવ્યું: ભાવનગરમાં લચ્છુભાઇના પાવ ગાઠીયા વખણાય ને એની ચટણી પીવા અમે ભાઈ બહેનો નાના હતા ત્યારે રીતસર ઝગડતા. એમાં ખરેખર ગાઠીયા કરતા ચટણી નું જ મહત્વ હતું.
    ને જુનો સમય આનંદ આપે તેમ રડાવે પણ છે. ક્યાંક વાંચ્યું હતું કે “સાથે રડ્યા હોઈએ તે યાદ કરીને હસવું આવે, પણ સાથે હસ્યા હતા તે યાદ કરીને આજે રડવું આવે છે.”

 3. આદરણીય શ્રી યશવંતકાકા,
  દિલના માપ પણ સાંકડાં થઈ ગયાં
  સાંકડાં દિલમાં તું સમાતો રહે,

  ખુબ સરસ કહ્યું છે. અસરદાર છે.

  “અમારા દિલમાં અસર વર્તાતી રહે,
  રોજ નવા નવા કાવ્યો મળતા રહે.
  યશવંતના યશને વધાવવા કાજે,
  રોજ રોજ નવા કારણો મળતા રહે.”

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.