“અસર” પરિવારનું કહેવું છે કે:

તેજ

અમારી નજર સમક્ષ ઝળહળ ઝળહળ નગર  છે.

રોશની વત્તા રોશની વત્તા રોશની વત્તા  રોશની વત્તા રોશની …. છે.

એ તમામ રોશનીનો સરવાળો જ નહીં

ગુણાકાર આપ સહુને મુબારક હો.

અમારી સમક્ષ તેજ વેરતાં દીવડાઓ છે.

અમે ઇચ્છીએ  છીએ કે:

આપના ભાગે આવેલો અંધકાર

એવા દીવડાઓ થકી

અજવાળામાં ફેરવાતો રહે.

અમારી નજર સમક્ષ ઊંચાઈને આંબતો ઉત્સાહ છે.

એવા ઉત્સાહ થકી આપ પણ

જીવનની તમામ ઊંચાઈને પામતા રહો..

દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે

અમર્યાદિત શુભેચ્છાઓ

રવાના કરી છે

આપના તરફ………

મનના ખજાનામાં એને સમાવશો.

લિખિતંગ,

“અસર” પરિવાર.

Advertisements

24 thoughts on ““અસર” પરિવારનું કહેવું છે કે:

 1. આદરણીય શ્રી યશવંત કાકા ,

  અસર પરિવારને મારી હાર્દિક શુભેચ્છા.

  “અસર પરિવાર કેરી મઝાની આ અસર છે,

  નવીનતા લેખોની ક્યાંય નથી રાખી કસર છે.

  નવા મુદ્દા સાથે એ કરે એવો ગમતો ગુલાલ છે,

  સ્વપ્ન કહે કે છે ભાઈ અસરની કેવી કમાલ છે..”

  નમસ્કાર. નુતન વર્ષાભિનંદન …..

 2. અસર પરિવારને નવા વર્ષની ખૂબ સારી શુભેચ્છાઓ !

  દિવેટને પલાળવા દિવેલ જોઇએ

  ને દિવો જલાવવા દિવાસળી જોઇએ

  તિમિરને ખાળવા દિપમાલ જોઇએ

  ને દિપમાળ માટે અનેક દિવા જોઇએ

  દિવાળી ઉજવવા ઉજાસ જોઇએ..

  એક-મેક્ના સ્નેહ અને સહકાર જોઇએ

  અને ઇશ-આશિષ જોઇએ જ જોઇએ…!

  અશોકકુમાર -‘દાસ’

  http://das.desais.net

  • અશોકભાઈ,
   ફરીથી નૂતન વર્ષાભિનંદન. તમે જ્યારે જ્યારે આવો છો ત્યારે કોઈને કોઈ મજાની વાત યાદ આવી જાય છે.
   જૂની વાત એવી છે કે: પહેલાં નવા વરસના રામરામ કરવા નીકળતા ત્યારે વાતાવરણ જ એવું હતું કે,થોડીઘણી ઓઅળખાણ હોય એને પણ હોંશે હોંશે મળવાનું બનતું. ક્યારેક તો ફરી ફરીને હાથ મિલાવવાનું બનતું. ત્યારે..
   “એલા, આપણે તો એક વખત રામરામ કરી લીધું . ભૂલી ગ્યા?”
   “ક્યારે?”
   “લે. ટાવર પાંહે! જનતાની ચા પણ પીધીતી. ”
   “હા!હા! હા! કાંઈ વાંધો નહીં! હાલો હવે ઈ વાત પર ફરીથી થઈ જાય…..”

 3. મુ. શ્રી યશવંતભાઈ ,
  નવા વર્ષના સાદર પ્રણામ. આપને અને ઘરના સર્વેને સાલ મુબારક . આવનારું વર્ષ આપ સૌ ને સુખ શાંતિ અને તંદુરસ્તી આપનારું નીવડે તેવી પ્રભુ પ્રાર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s