બ્લોગની ચરબી ઉતારવાની કળા

ખાટીમીઠી ચેતવણી: અત્રે બ્લોગની ચરબી ઉતારવાની વાત છે. બ્લોગરની નહીં. માટે ગેરસમજ  ન કરવા વિનંતી.

આજકાલ માનવદેહ પરથી ચરબી ઉતારવાનો ધંધો ધમધોકાર ચાલે છે. કિલોમોઢે વજન ઉતારી આપવાની લાલચો અપાય છે. બાબા અને સ્વામીજીઓ પણ પાપ ઓછું કરવાનાં ઉપાયો બતાવવાના બદલે વજન ઓછું કરવાના ઉપાયો જોરશોરથી બતાવે છે.

પણ  બ્લોગાચાર્યને અફસોસ એ વાતનો છે કે: બ્લોગસમાજમાં ચરબીથી લથપથ બ્લોગદેહો બાબત જરૂરી જાગૃતિ આવી નથી. પરિણામે ઘણા બ્લોગદેહો અનેક પ્રકારની માનસિક અને શારીરિક તકલીફોનો ભોગ બની રહ્યા છે.

બ્લોગાચાર્યનું માનવું છે કે:  આ સમસ્યાનો પાયો બ્લોગજન્મથી જ નંખાય જાય છે! બ્લોગજગતમાં  એક ખોટી માન્યતા પ્રવર્તતી હોય છે કે, જેમ બ્લોગ જાડો તેમ તે તંદુરસ્ત!!!!  પરિણામે બ્લોગ ઉછેર જ અયોગ્ય રીતે થાય છે. જેમ દરેક માબાપને પોતાનાં પોયરામાં કાનુડાના જ દર્શન થતા હોય છે તેમ દરેક બ્લોગજન્મદાતાને પોતાનો બ્લોગ  સર્વશ્રેષ્ઠ જણાતો હોય છે. વળી તેઓ પોતાના બ્લોગના પ્રેમમાં અંધ બનીને બ્લોગને  વધું પડતા લાડ લડાવીને તેમજ  વધું પડતો આહાર આપીને જાડાપાડા બનાવવામાં કોઈએ કસર છોડતા નથી. પછી જયારે પોતાના બ્લોગની કમરને બ્લોગથીમ સાંકડું પડે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે.

જેમ માનવદેહ પરથી ચરબી ઉતારવા માટે ખૂબ જ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર રહે છે તેમ બ્લોગદેહની ચરબી ઉતારવા માટે પણ ધીરજ અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. અન્યથા બ્લોગ ઊલમાંથી ચૂલમાં પડી શકે છે.  જલ્દબાજી કે અણઘડ ઉપાયોથી અવળાં પરિણામો આવવાની સંભાવના છે.

મિત્રો, બ્લોગજગત માટે  ભલે આ સમસ્યા નવી હોય પરંતુ ગુજરાતી સાહિત્ય આ સમસ્યામાંથી પસાર થઈ ચૂક્યું છે.  નવલકથાઓ ચાર ચાર ભાગમાં લખાતી હતી. અમે પણ શરૂઆતમાં પુસ્તકાલયમાંથી જાડીપાડી ચોપડીઓ જ ઉઠાવતા હતા. અઠવાડિયું નિરાંતા!!! નવલિકાના દેહ બાબત તો રીતસરનું આંદોલન જ  શરૂ થયું હતું. ઝીરો ફીગરની નવલિકાનાં ઉપાયો પણ વિચારાયા હતા. એમાં બન્યું એવું કે , નવલિકામાંથી ઘટના રૂપી ચરબી ઓછી કરવાના ધમપછાડામાં કેટલાક વાર્તાકારો નવલિકાના દેહમાં ચિત્રવિચિત્ર પદાર્થો ભરવા લાગ્યા. એનાલીધે નવલિકા એક મુસીબતમાંથી છૂટીને બીજીમાં ફસાઈ. હવે તો નવલિકા બાપડી કઢંગો દેહ લઈને  ગુજરાતી છાપાઓમાં હાડહાડ થાવા ક્યારેક ક્યારેક નીકળી પડે છે.

ગુજરાતી સાહિત્યને જે અગવડતાઓ પડી તે બ્લોગજગતને નહિ પડે કારણ કે, બ્લોગજગત પાસે બ્લોગની ચરબી ઓછી કરવા  માટેના સંપાદનનાં આગવા સાધનો છે! બ્લોગવગા ઓપરેશનનાં ઓરડા છે!!! .. પણ, ઓપરેશનથી બ્લોગની ચરબી ઓછી કરવામાં કુશળતા હોવી જોઈએ.  નહિ તો બ્લોગની ચામડી લબડી પડે અને બ્લોગનો પાતળો દેહ વિચિત્ર લાગે!!

બ્લોગાચાર્યના જણાવ્યા મુજબ એવા ઘણા ઉપાયો છે જે સરળ અને નુકસાન ન કરે તેવા છે. બ્લોગરસોડામાં જ ઘણી ચીજો એવી છે કે જે બ્લોગને આરોગ્યમય રાખે છે.

મિત્રો, હવે આ લખાણ બંધ કરવું પડશે કારણ કે, આ પોસ્ટનું પેટ વધવા લાગ્યું છે !!!

પણ ભૂલતા નહિ. બ્લોગની ચરબી ઓછી કરવાના ઉપાયો જરૂરથી જણાવશો. આંગળી દર્શાવ્યાનું પૂણ્ય મળશે!!!!

Advertisements

7 thoughts on “બ્લોગની ચરબી ઉતારવાની કળા

  1. ‘પેટ વધવા લાગ્યું છે’ એ વાક્ય જરા સ્પષ્ટ કરવા જેવું ખરું !

    આશા રાખીએ કે ઘણા સમયથી તમારા બ્લોગ પર નવજાત શીશુઓનાં મધુર રુદન ઘટી ગયાં હતાં એનો ઉપાય આ વધી ગયેલું પેટ આપે.

  2. બ્લોગની ચરબી ઉતારવી હોય તો પ્રોટીનથી ભરપૂર આર્ટિકલ પોસ્ટ કરવા જોઇએ.બ્લોગબાબાની સલાહથી યોગા પણ કરવા જોઇએ.પેટ હલાવે છે તે રીતે બ્લોગનું પેટ પણ હલાવવુ,બીજાના બ્લોગનું પેટ ન હલે તેનું પણ ધ્યાન રાખવુ. 😉

  3. વાહ ભાઈ વાહ ….. મજા આવી ગયી. પેલું મેલ સ્ટોર કરવા માટે આઉટ લુક એક્ષપ્રેસ વાપરી શકાય છે …..એવુજ કંઈક કામ લાગે ખરું ……
    બાકી …તો મીઠાઈ મૂકી દીધી તો આ તમારી ટમટમ ની આદત પડતી જાય છે ….. ફૂલ ઓફ હાસ્ય કેલોરી…..

  4. ઘણી સરસ અને સમયસરની વાત કરી છે આપે. મને માત્ર એટલું જ કહેવાની ઈચ્છા થાય છે કે જે રીતે દરેક બાબત “સ્વ-મર્યાદા”ની હોય છે તેમ “બ્લોગની ચરબી”નો મામલો પણ સ્વ-મર્યાદાનો છે. તમે પોતે જ કહ્યું છે તેમ દરેક લખનારને પોતાનો બ્લોગ શ્રેષ્ઠ લાગે પરંતુ “બીજાનો” વિચાર કરવામાં આવે તો જાડિયા જાડિયા બ્લોગ “સપ્રમાણ” થઈ જાય…

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.