બ્લોગ જગતની બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં છે?

આજે અમે ઘણા દુ;ખી છીએ. અમારા દુ:ખનું કારણ છે, અમે ગઈકાલે આમારા આ બ્લોગ પર મૂકેલો લેખ:

બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

અમારા આ સવાલના જવાબમાં હોંશે હોંશે કેટલાય બ્લોગર ભાઈઓએ દાવા કર્યા કે,એમના બ્લોગ ફરાળી છે. પણ બ્લોગજગતની એક પણ બહેને પોતાના બ્લોગને ફરાળી હોવાની વાત તો ન કરી પણ પેલા ભાઈઓના દાવાનું ખંડન પણ ન કર્યું!!!! અરેરે! કોઈક બહેને તો આવું કશુંક કહેવું હતું કે:

–તમારા બ્લોગની ભાષાનું પડ મેંદાથીય જાય તેવું છે!

— તમારા બ્લોગમાં કેટલીય સામગ્રી એવી છે કે જે ફરાળમાં ન ચાલે!!!

— તમારા બ્લોગના તૂટેલા પડમાંથી પોસ્ટસ્  વેરાવા લાગી છે!!!

— તમારા બ્લોગમાંથી દાઝિયા શૈલીની વાસ આવે છે!!!!

–તમારા કહેવાતા ફરાળી બ્લોગમાં સામગ્રીનું પ્રમાણ જળવાયું નથી. એમાં માહિતીનો ભૂકો વધારે પડી ગયો છે.

— તમે તૈયાર સામગ્રીનો વધારે ઉપયોગ કર્યો છે.

… આવા કશા સાચાખોટા વાંધાવચકા તો કાઢવા જોઈએ કે નહીં? આ તો બહેનોનું  ક્ષેત્ર કહેવાય. એમાં બ્લોગર ભાઈઓ આવી દખલગીરી કરી જાય તોય બહેનો ચૂપ?

એમનું ચૂપ રહેવાનું કારણ અમે જાણીએ છીએ! આ વાસ્તવિક જગતમાં પણ તેઓ  રસોડાંમાં પહેલા જેવો રસ દાખવતાં નથી. એટલો સમય પણ એમને નથી મળતો. પરિણામે ખૂમચા અને હોટેલ ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે. જે  જે ચોક રાત્રે સૂમસામ થઈ જતા હતા ત્યાં હવે  મોડી રાત સુધી તાવડા અને તાવીથાના રણકાર સંભળાય છે! અરે! ફરાળી વાનગીઓના પડીકા બંધાવતા પતિદેવને કોઈ બેન રોકતી નથી કે: રહેવા દો! આ બધું શુદ્ધ ફરાળી ન કહેવાય! ચાલો ઘેર! હું બનાવી દઈશ!

શું કામ એવું ડહાપણ કરે? સદીઓથી ગળે વળગેલો ચૂલો માંડ થોડોઘણો હટ્યો છે! “પડ્ય પાણા પગ પર” એવું કઈ બેન કરે? “તમને શાક લેતા ન આવડે” એવું કહેનારી ઘણી બહેનોએ હવે એ જવાબદારી પણ ધીરે રહીને સરકાવી દીધી છે!! .. જેવું લાવે એવું! કયાં સુધી બધું માથે લઈને ફરવું!!!

પણ અમને ખબર નહોતી કે, બ્લોગ જગતમાં પણ બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં હશે!!!

અમારું એમને કહેવું છે કે: જાગો બેનો જાગો! બ્લોગ જગતનાં રસોડાં સંભાળો! એ વિસ્તાર તમારો છે! આમ ફરાળી વાનગીઓના નામે ભાઈઓ ગમેતેવી વાનગીઓ રજૂ કરીને જશ લઈ જાય તોય તમને કશું નથી થતું?

હજુ શ્રાવણ બાકી છે! કાંઈ નહીં તો છેવટે ફરાળી પોસ્ટ બનાવવાની એકાદ રીત તો જણાવો!

7 thoughts on “બ્લોગ જગતની બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં છે?

 1. યશવંતભાઈ,આપ કહો છો કે ” વિશાળ બ્લોગજગતમાં અમારી હેસિયત એક બુંદથી પણ ઓછી છે.”…..
  પણ હું તો કહીશ કે ” વિશાળ બ્લોગજગતમાં આપની હેસિયત બુંદી નાં લાડુ જેવી છે ,,, અરે ખાલી બુંદી ના લાડુ નહિ ભેગી ચટાકેદાર ટમટમ પણ તો છે…. સાચેજ આપના બ્લોગ ઉપર આવી ને ખુબ મજા આવી ગઈ .
  આપ ના લખાણ માં બસ બસ ખૂબી ઓજ દેખાય છે….. સાચેજ મન આનંદિત થી ગયું … હા હજી માત્ર બે ત્રણ લેખ જ વાંચ્યા છે….. સમય નો પણ ખ્યાલ રાખવો પડે ને ???? નહિ તો વળી પેલી મધ મીઠી ચાબુક …
  ‘બહેનોએ રસોડાં રેઢાં મૂકી દીધાં’ વાળી લાગી જાય તો??????
  આપ તો બ્લોગ જગત માં ૨ વર્ષ પુરા કરી રહ્યા છો ત્યારે હું આવતીકાલે બે મહિના પુરા કરું છું . બસ આમજ …. મન ને આનંદ આવે તે માટે લખું છું …. સાચું પૂછો તો લખતી નથી બસ અંતર ની લાગણી ઓ ને સબ્દો નું સ્વરૂપ આપું છું ….. બાકી ગુજરાતી literature …એવી ભારી વાતો કોઈશીખી નથી અને આવડતી પણ નથી … Infact હવે શીખી રહી છું … કોન્વેન્ટ …medium english વાળા ની તકલીફ તો આપ સમજી જ શકો .
  સમય મળ્યે આપ પણ મારા બ્લોગ ની મુલાકાત જરૂર લેશો ….
  આપ આવો ના આવો …હમ જરૂર આયેંગે …. યશવંત ભાઈ ની ટમટમ ખાવા … ચટકો લાગી ગયો છે ને !!!!!!
  http://piyuninopamrat.wordpress.com/

  Regards,
  Paru Krishnakant “Piyuni”

 2. યશવંતભાઇ ,

  જ્યારે બહેનોએ કોર્પોરેટ, સાયન્સ, રિસર્ચથી માંડીને સ્પેસ સુધીના કેટલાય એવા અબાધિત ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માંડ્યો છે તો આવા નાના અમસ્તા ક્ષેત્રમાં ભાઇઓની દખલગીરી કે દાવાનુ ખંડન કરીને બીજુ વધારે શું સિધ્ધ કરાવવુ છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s