બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

જય બ્લોગનારાયણ.

અમારા કમ્પ્યૂટરમાં ખરાબી થવાના કારણે અમે લગભગ  દોઢ મહિના પછી આ ઓટલે આવ્યા છીએ. અમને હતું કે,ઓટલે ઝાળાં બાઝી ગયાં હશે! પણ ઓટલો એકદમ સાફ છે! અમે ભલે હાજર નહોતા પરંતુ લોકોની અવરજવર રહી છે! કેટલાક મિત્રોએ અમારી ગેરહાજરીની નોંધ પણ લીધી છે! એથી અમને સારું લાગ્યું છે!

પોતાની ગેરહાજરીની  થોડીકેય નોંધ લેવાય એ કોને ન ગમે? ને એ પણ આટલા મોટા બ્લોગજગતમાં? હેં? શું કહો છો? નહીં તો એક બ્લોગર થોડાક દિવસો દેખાયો તોય શું ને ન દેખાયો તોય શું? જો કે અમે સમજદાર  છીએ એટલે અમને ખબર છે કે, અમારા ન લખવાથી બ્લોગજગતમાં કોઈ મોટી ખોટ નથી પડી ગઈ!!! કે નથી આભ તૂટી પડ્યું!

મિત્રો, એક વાત યાદ આવે છે. એક કર્મચારી મિત્રને એવો ભ્રમ હતો કે, આખી ઓફિસ અને એના સાહેબનું દિમાગ બંને એના થકી જ ચાલે છે!!! વટના માર્યા એણે બોસને પાઠ ભણાવવા સાવ અચાનક રજા મૂકી દીધી!! ઓફિસ કેમ ચાલે છે તે જાણવા માટે વળી એક મિત્રને છાનાંસપનાં ફોન પણકર્યો!!! ફોન ઉપાડનાર પણ એના માથાનો હતો!!! .. આવો એ સંવાદો યાદ કરીએ…

ગેરહાજર રહેનાર: [ધીરેથી] હલો… હું  બોલું છું. ઓફિસ કેમ ચાલે છે?

ફોન ઉપાડનાર: બરાબર ચાલે છે!!!

: સાહેબ શું કરે છે?

:મજા કરે છે!!

:પણ આજે તો હું નથીને?

:એટલે જ મજા કરે છે!!

: કોઈ પ્રોબલેમ નથીને?

: ના ભાઈ ના! પ્રોબલેમ આજ ગેરહાજર છે!!!!!!!

તો મિત્રો, વાત આમ છે! અમારી હાજરીથી કોઈને રાહત ન થાય તો ચાલે પણ અમારી ગેરહાજરીથી કોઈને રાહત થાય એ દિવસો બ્લોગનારાયણ ન દેખાડે!!

એક બીજી વાત યાદ આવે છે. આજકાલ તો લોકોને મોટાભાગે કોઈની જાનમાં જવાનો પણ સમય નથી! પણ એક જમાનો હતો કે, કોઈની જાનમાં જવા માટે નાનામોટા સહુને ઉમંગ રહેતો હતો. જઈ જઈને ક્યાં જવાનું હોય? પાંચ પચીસ ગાઉ દૂરના ગામે! જમવામાં પણ મોટાભાગે બુંદીના લાડુ અને મોહનથાળ જ હોય! [યાદ કરો.. શાહબુદ્દીનભાઈ રાઠોડ સર્જિત, “વનેચંદનો વરઘોડો”.] પણ તોય મજા મજા થઈ જતી હતી.

હવે વાત એમ બને કે, કોઈની જાન ઉપડવાની થાય ત્યાં સુધી એ વડીલ જ ન આવે કે જે વડીલ થકી સગાઈ નકી થઈ હોય! તો? જાન ઉપાડાય? આજની વાત અલગ છે! પણ ત્યારે વરના બાપા અને મા બંને એ વડીલને મનાવવા જાતાં! જરૂર પડે તો વરના કાકા ને મામા પણ દોડતા!! આમ તો એ વડીલે જાનમાં જવાની થેલી પણ તૈયાર જ રાખી હોય. છતાંય વિવિધ પ્રકારના બહાનાં કાઢે: જેવાં કે.. તબિયત બરાબર નથી.. મને સરખો આગ્રહ કર્યો નથી… મારી હવે જરૂર નથી… વગેરે વગેરે!!! પણ એ વડીલને માનસહિત જાનમાં લઈ જવાતા. આજે એવા વડીલો નામશેષ થઈ ગયા છે.

ધારો કે આવા કોઈ વડીલથી જાનમાં ન જવાયું હોય:પણ જ્યારે એને ખબર પડે કે, એમની ગેરહાજરીની નોંધ માંડવાવાળાએ પણ લીધી હતી ત્યારે એમને શેર લોહી ચડતું!!!!!

બ્લોગજગતમાં પણ ગેરહાજરીની નોંધ લેવાય એ વાત પણ આનંદ આપનારી કે અહમને સંતોષનારી છે!!!

અટકીએ? બ્લોગાચાર્યનું કહેવું છે કે. લાંબા બ્લોગાપવાસ પછી બ્લોગ ભોજન થોડું થોડું વધારવું! તો આવજો અને જલસા કરજો. જો ઉપવાસ કે એકટાણાં કર્યાં હોય તો ધમધમાવીને  ફરાળ કરજો. આજકાલ તો કેવું કેવું ફરાળી મળે છે! ફરાળી ચેવડો… ફરાળી પેટીસ.. ફરાળી ભજીયાં.. ફરાળી કટલેસ…

કદાચ, ફરાળી પાણીપૂરી કે ફરાળી સેવઉસળ કે ફરાળી પિત્ઝા કે ફરાળી બર્ગર સુધી વાત પહોંચી ગઈ હોય તો અમને જાણ નથી!!! પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં અમારા મનમાં એક પવિત્ર સવાલ એવો થાય છે કે: બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

Advertisements

11 thoughts on “બ્લોગ જગતમાં ફરાળી બ્લોગ્સ કેટલા?

 1. અસરના ઓટલે પુન: પધરામણીનો આનંદ વ્યક્ત કરું છું. મેંય એક બે આંટા માર્યા’તા. મન મનાવ્યું કે બ્લોગાચાર્ય કોઈ અનુષ્ઠાનમાં હશે. સરસ ફરાળી લેખ.

 2. || સુસ્વાગત્તમ્‌ ||
  અમે તો બે ટાણાં કરીએ છીએ !
  પણ બ્લોગ ભરાળી રાખ્યો છે !!
  (તા.ક. ! ઉપર ટાઇપભૂલને કારણે ’ફ’ નું ’ભ’ છપાયું છે ! 🙂 સુધારીને વાંચવા વિ.)

 3. હું મારા બ્લૉગ્સના ફરાળીપણા વિશે નહીં કહું!
  મારી તબિયત સારી નથી, મને પૂરતો આગ્રહ નથી કરવામાં આવ્યો અને મારી જરૂર નથી!
  લિ.
  ’જાનમાં કોઈ જાણે નહીં અને હું વરની ફોઈ’ના જય-જય!

 4. વાયરસ આવેલો કે શું ફરાળ માં?અમારો બ્લોગ તો ફરાળી નહિ પણ ભરાડી છે.લાગ્યું કે શ્રાવણ મહિના માં ઉપવાસ પર ઉતર્યા હશે,પણ ખાંખા ખોળાં કરતા ચહેરા ચોપડી(face book) માં જડી ગયા હતા.આભાર કોમ્પ્યુટર નો!!!

 5. e jani ne anand thayo ke tamari tabiyat sari hati pan e jani ne dukh pan thayu ke, tamara comp ni tabiyat bagdi hati.. have kem che!! hamare ahiya korea ma shravan mahino j nathi hoto etle faradi no savaal nathi baki sabut-dana rakhya che

 6. અમારો બ્લોગ બારેમાસ ફરાળી છે. અહિં તીખુ તમતમતુ કાંઈ નથી પીરસાતુ અને જે પીરસાય છે તે માત્ર અમારી દુકાન નું છે. રખેને છેતરાતા નહિ અમારી કોઈ શાખા નથી હા અમારા ફરસાણ જરુર ઘણા ગામમાં જુદા પેકિંગ થી વેંચાય છે… પણ ફિકર નોટ દોસ્ત આખરે લોકોમાં જ વહેંચાય છે અને ઉપયોગી તો જ થશે જો એ વંચાય છે….!
  યશવંત ભાઈ વેલકમ બેક …!

 7. કોમ્પ્યુટર બગડે ત્યારે બ્લૉગ ફરાળી વાંચવા જોઇએ કે રેચક?
  લિખતંગ ગુજરાતી બ્લૉગ્સનો વણનોતર્યો વિવેચક

 8. ખૂબ જ હળવાશથી માનવ સહજ સ્વભાવની વાતને લખી નાંખી.

  કામકાજના લીધે મારા પણ આજ કાલ બ્લોગાપવાસ ચાલી રહ્યા છે. જલ્દીથી હવે પારણા કરવાનો વિચાર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s