કટોકટીના ચમકારા (via અસર)

મિત્રો, 26 જુનનો દિવસ કટોકટીની યાદ સાથે નજીક આવી  પહોંચ્યો! ગઈ સાલ એક  લેખ અહીં પ્રગટ કરેલો. આજે ફરીથી એના પર  નજર નાંખીએ છીએ.

જે લોકો 1975માં સમજણની ઉંમરે પહોંચી ચૂક્યાં હતાં હતાં એમના માટે ‘કટોકટી’ એટલે તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ નાખેલી ‘કટોકટી’.  આજે 26મી જુને ઘણા વિદ્વાનો એના પર ફરીથી પ્રકાશ પાડશે. મારા જેવા અવિદ્વાનનું એ કામ નથી. છતાંય થોડાઘણા ચમકારા રજૂ કરવાની તક ઝડપી લઉં  છું. ‘કટોકટી’ નથીને એટલે! ‘કટોકટી’ના સમયે હું અમરેલીમાં હતો. અમરેલી ગુજરાતમાં છે. અને ગુજરાત એ વખતે પણ અનોખું જ હતું! દેશભરમાં  મોટાભાગે કોંગ્રેસ અને એથીય વિશેષ  શ્રીમતી ઈંદિ … Read More

… હવે આજની વાત..

સ્વતંત્રતાનું મહત્વ તો સહુને મન હશે જ! છતાંય ઘણાં લોકોને એમ પણ લાગતું હશે કે:  ભલે ગમેતેવી હતી પણ કટોકટી  સારી  હતી. એના લીધે કાયદાનું પાલન થતું હતું. ભય વગર પ્રીત નહીં! કટોકટી વધારે વખત રહી હોત તો દેશ ઘણો જ આગળ હોત! … આવી વાત કરતી વખતે એમને કટોકટીના માત્ર ફાયદા જ  યાદ હશે! આવી વાત કરનારને દોષ પણ ન આપી શકાય. પણ એનો અર્થ એ નથી કે :કટોકટીનો ઉપાય યોગ્ય હતો. એ ઉપાય યોગ્ય લાગતો હોય તો એનું કારણ કટોકટીના મૂળમાં નથી  પણ આપણી પ્રજાના અશિસ્તમાં છે! કાયદાનું પાલન કરાવનાર દંડાધારી ન હોય તો સ્વેચ્છાથી આપણને કાયદાનું કે શિસ્તનું પાલન કરવું ગમતું નથી. હા, આ પ્રજા કટોકટીને જ લાયક છે એમ માનનાર જ આવી વાત કરી શકે!

કટોકટીમાં વેપારી બીકના માર્યા વાજબી ભાવ લેતા હતા. ગલીના ગુંડામાં મિસાના કાયદા હેઠળ જેલમાં જવાની બીક હતી. સરકારી ઑફિસો સમયસર શરૂ થઈ જતી હતી. જુગારના અડા બંધ હતા.  વર્ષોથી પેધી ગયેલું વરલી મટકું  ફફડી ગયું હતું….. આવા ફાયદાઓની વાત સાંભળીને વડીલોને તો ઠીક પણ આજના જના યુવાનોને પણ એમ થાય કે :બરાબર છે. આવું જ હોવું જોઈએ.દેશમાં બારે મહિના કટોકટી જ હોવી જ જોઈએ. તો એવા યુવાનોને અમે કેટલાક સવાલો પૂછી ને વાત આગળ વધારીશું. અને  કટોકટીની તરફેણ કેમ ન કરી શકાય એ વાત રજૂ કરવાનો પ્રયાસ કરીશું.

ફરી મળીશું.

15 thoughts on “કટોકટીના ચમકારા (via અસર)

 1. જે લોકો તે વખતે યુવાન હતા તે લોકો એ દિવસોને નહીં ભૂલ્યા હોય!
  યુવાનોએ કેવી હેરસ્ટાઈલ રાખવી એ બાબત કોઈ પોલિસ ઇન્સપેક્ટર નક્કી કરી શકતો હતો!!!!
  માનવામાં આવે?

 2. સુરતમાં ટ્રાફિકના કાયદા-નિયમો માત્ર જૂવાન છોકરાઓને જ લાગુ પડે છે.સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં સ્ત્રી-છોકરીઓને ટ્રાફિકના નિયમો-કાયદા લાગુ પડતા નથી.તેઓ બિન્દાસ સુરદાસ બનેલા ટ્રાફિક પોલિસ સામે સ્માઈલ કરતી,ત્રણ મુસાફર સાથે,મોબાઈલ પર વાતો કરતા કરતા ગાડ્યુ હાક્યે જાય છે. 😦

 3. પિંગબેક: કટોકટીના ચમકારા (via અસર) | indiarrs.net Featured blogs from INDIA.

 4. ૨૫૦૦ વર્ષ પહેલા લોકશાહી હતી ભરતા માં અમુક વૈશાલી જેવા રાજ્યો માં.લોકશાહી અતિશય સમજદાર અને સ્વયંભુ શિસ્ત માં માનનારી પ્રજા માટે જ હોય.જેને હકો ની સાથે ફરજો નું પણ ભાન હોય.ભારત ની પ્રજા એને માટે હજુ લાયક બની નથી.માટે કટોકટી સારી લાગતી હતી.અને હજુ કટોકટી જેવું કશું હોય તો જ ભારત માટે સારું છે.આજ પ્રજા માંથી નેતાઓ ચુટાય છે,માટે નેતાઓમાં પણ શિસ્ત અને ફરજો નું ભાન નથી.આજ પ્રજા માંથી ન્યાયાધીશો આવે છે જે ૨૫ વર્ષે ભોપાલ કાંડ ના હસવા જેવા ચુકાદા આપે છે.નૈતિક રીતે લોકશાહી માટે ભલે કટોકટી સારી ના ગણાય,પણ ભારત માટે સારી હતી.

  • રાઉલજી, અમે 1975માં નખાયેલી કટોકટીની વાત કરી છીએ. ઘણી વખત એવું લાગે કે એ કટોકટી હોત તો જાણે જાણે બધું જ બરાબર ચાલતું હોત! પણ એ કટોકટી નાખવાનો ઉદ્દેશ શું માત્ર એજ હતો? કે બીજો કશો? એના માટે વિરોધી પક્ષના નેતાઓને કે ધૂની કલાકારોને કે નિર્દોષ યુવાનોને ગમે ત્યારે જેલમાં ધકેલી દેવા એ રીત બરાબર કહેવાય? ચૂકાદાને વાત કરીએ તો ચૂકાદા જાહેર જ ન થાય પછી હસવાની વાત જ ક્યાં રહી? નૈતિક રીતે જ નહીં પણ બીજી રીતે પણ એમાં ઝેર વધારે અને અમૃત ઓછું હતું. આજે અમૃતના અમી છાંટણા યાદ છે પણ ઝેરની લીલાશ યાદ નથી રહી!
   અને હા, આજે એવી કટોકટી હોત તો તમે અને અમે આ રીતે સત્સંગ પણ ન કરી શકત! સવાલ જ ઊભો ન થાત કે અમે આવો વિષય છોડીએ!અરે આ બ્લોગ કે આ ફેસબૂક કે ઓરકુટનો પણ સવાલ ન રહેત! અને અમે પણ તમારા સારા સારા વિચારોનો લાભ મેળવી ન શકત! વળી તમારા જલદ વિચારો તમારા મનમાંજ ધરબાયેલા રહેત! અથવા તો એને પ્રગટ કરવા માટે તમારે અનોખા એવા નુસખા અપનાવવા પડત! બેફામ કલમને તો અવકાશ જ ન હોત!
   પણ એ વાત સાથે સહમત કે આરાજકતા અને અવ્યવસ્થા ખૂબ છે! ખોપરી હલી જાય એવાં છે! સામાન્ય માણસ ખૂબ જ મજબૂર છે. પણ અમને કહેવા દો કે એ કટોકટીમાં સામાન્ય માણસને પણ ભોગવવાનું આવ્યું હતું. અત્યારે ભલે એમ લાગતું હોય કે તે વખતે માત્ર વિરોધી નેતાઓ કે ભ્રષ્ટાચારીઓ કે ગુંડાઓ જ ઝપાટે ચડ્યા હતા!
   શ્રીમતી ઇંદિરા ગાંધી ખૂબ જ શક્તિશાળી નેતા હતા એવું અમને પણ લાગે છે. પણ આ રીતની આ કટોકટી નાખવાનો નિર્ણય બરાબર નહોતો એ વાત તો એમના ઘંણા ચાહકો પણ કહે છે.

  • હું પણ તે સમયે બરોડા માં જ ભણતો હતો.એટલે કટોકટી ના ખરાબ પરિણામો હતાજ.એટલે તો મેં લખ્યું કે કટોકટી લોકશાહી માટે સારી ના ગણાય.પણ હવે અરાજકતા એટલી બધી છે કે સાવ ૧૯૭૫ જેવી નહિ પણ થોડી સુધારેલી અથવા સાવ પરતંત્ર બનાવી દે તેવી નહિ પણ થોડી કડક રાજ્ય વ્યવસ્થા ભારત માટે જરૂરી છે.

   • તમે કહો છો કે: થોડી કડક રાજ્ય વ્યવસ્થા ભારત માટે જરૂરી છે. પણ અમે તો કહીએ છીએ કે: એકદમ કડક રાજ્ય વ્યવસ્થા ભારત માટે જરૂરી છે. હા, ભારત માટે, ભારતની સામાન્ય જનતા માટે અને ભારતના થનગનતા યુવાનો માટે. પણ એ કડકાઈ માત્ર અમુક સત્તાધારી વ્યક્તિ કે વર્ગના હિત માટે જ નહોવી જોઈએ! એ કડકાઈ પોતાના ભાગે આવેલી ફરજ બજાવવામાં ડાંડાઈ કરનાર માટે હોવી જોઈએ.
    પ્રજાએ પણ પોતાના ભાગે આવતી ફરજ બજાવવા માટે તૈયાર રહેવું જોઈએ. બાકી અત્યારે તો ઓળઘોળ જાય બધું નેતાઓ પર! જાય બધું સરકાર પર. વાતવાતમાં ઉકળી જવાનું અને બીજા પર દોષ ઢોળવાનું વલણ વધતું જાય છે. વળી પોતાના ક્ષેત્રની વાત આવે ત્યારે હાથ અધ્ધર કરી દેવાની રમત રમવાની બધાંને મજા આવે છે.
    કહેવાય છે કે: નેતાઓને સુધારો. સરકારી માણસોને સુધારો. વેપારીઓને સુધારો..
    પણ એ તમામ આવે છે ક્યાંથી? માત્ર અમુક વર્ગ પર જ દોષનો ટોપલો નાખવો ઠીક નથી. બાકીના વર્ગો પણ દૂધે ધોયેલા નથી! ક્યાંક ને ક્યાંક આપણે… હા, આપણે પણ એમાં છીએ!

    • અને હા, આવી બધી વાતો કરતી વખતે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે: ઘણું સારું થયું છે. થઈ રહ્યું છે અને થશે પણ ખરું.
     કેટલાય લોકો પ્રમાણિક છે. અથાક મહેનત કરી રહ્યાં છે. તમામે તમામ લોકો પર અને ખાસ કરીને આપણાં યુવાન દીકરા દીકરીઓની શક્તિ પર અવિશ્વાસ રાખવાનો આપણને કોઈ અધિકાર નથી.

 5. હું ભારતમાં લોયર છું(હતો) મારા બાપુજી પણ વકિલ હતા, ૧૯૭૫માં હું ૨૩ વર્ષનો હતો, લો કોલેજમાં
  ભણતો હતો-એક દિવસ લોકલમાં ફર્સ્ટ ક્લાસમા બે-ત્રણ જણ ઇન્દિરા ગાંધી વિશે જોક અને સાથે સાથે
  ગાળ આપી કશુંક બોલ્યા હતા, આગલા સ્ટેશને તેમની બાજુમાં ઉભેલા માણસે પોલિસ બેજ બતાડી
  ત્રણેવને ઉતરી જવાનું કહ્યું અને પછી…..( ઉતારનાર માણસ અંડરકવર સીઆઈડિ હતો!!!)

  • હિમાંશુભાઈ, તમે મહત્વની વાત કરીને અમારું કામ આસાન કર્યું છે. આ એક ઉદાહરણથી પણ ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ જશે. ગાળ ન બોલવી જોઈએ એ વાત સાથે સહમત. દેશના વડાપ્રધાન માટે જ નહીં કોઈના પણ માટે ન બોલવી જોઈએ એ માટે પણ સહમત. … પણ જોક પણ નહીં! ટીકા પણ નહીં! નામ પણ ન લેવાય! લેતા પહેલા આજુબાજુ જોવું પડે! લેવાઈ ગયું હોય તો ફફડાટ રહે કે કશું થશે તો નહીંને? સતત એક છૂપો ભય! આપણને એમ લાગે કે કોઈનો પંજો સતત આપણો પીછો કરી રહ્યો છે!
   બાજપાઈ વડાપ્રધાન હતા ત્યારે અને અત્યારે પણ એમની મજાકો ટીવી પર જોઈને હસી શકીએ છીએ. ડૉ. મનમોહસિંહ, સોનિયાજી, રાહુલ ગાંધી, અડવાણી, નરેન્દ્ર મોદી કે અન્ય કોઈપણ નેતાની જાહેરમાં ટીકા કરી શકીએ છીએ. મજાક પણ થઈ શકે છે! વાણી સ્વાતંત્રયના ભોગે આજે ભલે કટોકટીની તરફેણ કરવાનું મન થાય પણ એ પરિસ્થિતિનો જરાપણ એહસાસ કરી શકનાર એમ જ વિચારે કે: સમાજ અને દેશનું વાતવરણ ઘણો જ સુધારો માંગે છે પણ એનો ઉપાય 1975 માં નખાયેલી કટોકટી જેવી કટોકટી તો ન જ હોય!
   દેશને સુધારવાને બહાને કોઈ એકાદ વ્યક્તિ કે વર્ગની જોહૂકમી તો ન જ હોય!

  • તમારી વાત સાચી છે. પણ વાંચન અને વિચારો થકી તમે પણ આ મુદ્દાની નજીક આવી શકો છો. જેવી રીતે આપણે કોઈ પુસ્તક વાંચીને કે કોઈ ફિલ્મ જોઈને અમુક પરિસ્થિતિનો એહસાસ કરી શકીએ છીએ.
   જેવી રીતે અંગ્રેજોનું રાજ અમે પણ નથી જોયું. પણ એ બાબતની કલ્પના કરી શકીએ છીએ. પરિસ્થિતિથી અકળાયેલા ઘણાં લોકો આજે પણ બોલી દે છે કે: આના કરતા અંગ્રેજોની ગુલામી સારી હતી!
   એવું જ આ કટોકટી બાબત છે.

 6. પણ જેમ કટોકટી એ ઉપાય નથી એમ અત્યારનો બિલકુલ ‘નો કટોકટી’ પણ અસરકારક તો નથી જ ને. કદાચ આપણે આપણી સીસ્ટમ ને ‘ઓળખી’ ગયા છીએ કે કેમ ખોટું કરીને આમાંથી નીકળી જવું. હું ૮૪ માં જનમ્યો છું અને મોટેભાગે એ વર્ગ માં આવું છું જે માને છે કે કટોકટી અમુક વાતો માં અત્યાર કરતા સારી હતી. પણ કદાચ અમને એના નબળા પાસા ની બરોબર ખબર નથી. તમારા આગળ ના લેખ ની રાહ રહેશે!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s