શહેરમાં શકમંદ એકે એક જણ

બેફિકર થઈ હું મિલાવું હાથ પણ

શહેરમાં શકમંદ એકે એક જણ.


રાતદી બળતી રહે છે વીજળી

ના મળે માંગ્યા મુજબ અંધાર પણ.


શું ખરીદી લાવશે કોને ખબર!

નીકળ્યાં જેઓ શરમનું લઈ ચલણ.


કોણ વીંધાતું હશે ઘટના વડે

છે બધાં પાસે મજાનું આવરણ.


હાથમાં આવ્યા પછી છટકી જવું

દાખવે મંઝિલ સદા એવું વલણ.


જેમ દાબે ચોરના પગલાં પગી

એમ પાછળ આવતું સૌનું મરણ.

Advertisements

16 thoughts on “શહેરમાં શકમંદ એકે એક જણ

 1. કાવ્ય -ગઝલ માં સમજ બહુ ખાસ પડે નહિ, પરંતુ વાંચવી અને સાંભળવી જરૂરથી ગમેછે,
  કોણ વીંધાતું હશે ઘટના વડે
  છે બધાં પાસે મજાનું આવરણ.
  ખુબજ સુંદર શેર …
  અભિનંદન

 2. chhella sher sivay badha sher khooob khoob gamya !!

  બેફિકર થઈ હું મિલાવું હાથ પણ
  શહેરમાં શકમંદ એકે એક જણ.

  રાતદી બળતી રહે છે વીજળી
  ના મળે માંગ્યા મુજબ અંધાર પણ.

  શું ખરીદી લાવશે કોને ખબર!
  નીકળ્યાં જેઓ શરમનું લઈ ચલણ.

  excellent !

 3. પિંગબેક: શહેરમાં શકમંદ એકે એક જણ | indiarrs.net Featured blogs from INDIA.

 4. સુંદર ગઝલ. બધા શેર આસ્વાદ્ય છે. આખરી શેરમાં પગીની સાથે મરણને સાંકળવાનો અંદાજ અને વર્તમાનમાં જીવવાના સંઘર્ષનું આલેખન સરસ રીતે મુકાયું છે.

 5. શું ખરીદી લાવશે કોને ખબર!

  નીકળ્યાં જેઓ શરમનું લઈ ચલણ.
  ખૂબ માર્મિક મજા આવી!! આભાર મારા બ્લોગમા પધારવા માટે..ઈમેઇલ નથી નહિતર ઈમેલથી આભાર માનત ..
  સપના

  • તમારો બ્લોગ પણ ખૂબ જ મજાનો છે. નિયમિત રીતે મુલાકાત લેવાનું મન થાય તેવો છે. મૌલિક લખાણો તરફ અમને વિશેષ લગાવ હોય છે. ક્યારેક ક્યારેક લખવા કરતાં વાંચવામાં વધારે મજા આવતી હોય છે. આવા બ્લોગ છાંયડો આપતાં વૃક્ષો જેવાં લાગે છે.

 6. યશવંતભાઈ,
  ખરેખર સુંદર ગઝલ લખી છે. બધા જ શેર મઝાના છે. એટલે કોઈ એક નથી ટાંકતો.
  પણ છતાં આ શેર ટાંકવાનો લોભ જતો નથી.

  શું ખરીદી લાવશે કોને ખબર!
  નીકળ્યાં જેઓ શરમનું લૈ ચલણ.

  માં અભૂતપૂર્વ તાજગી જણાય છે.
  તમારી પદ્યરચનાઓનો વધુ આસ્વાદ મળતો રહે એવી આશા છે.

  • દક્ષેશભાઈ, હાસ્ય રચનાઓ અમારા માટે સહજ છે. બીજા કોઈ પ્રકાર પર હાથ ન અજમાવીએ તો પણ આ બ્લોગગાડું હાસ્યરચનાઓના ચીલે ચીલે ચાલી શકે તેમ છે. પણ અમને નવું કરવાનું ગમે છે.
   પદ્યરચના અમારા માટે એક પડકાર છે. રમેશભાઈના હાકલાથી શરૂઆત કરી હતી. ત્યાં તો અમરેલી છોડી દીધું. પછી ચીનુભાઈને પણ અમારું લખાણ ગમ્યું હતું. પછી દસ વર્ષોનો વિરામ આવ્યો. હવે બ્લોગજગતના માધ્યમથી ફરી શરૂ કરીએ છીએ. બ્લોગમિત્રો તરફથી પ્રોત્સાહન મળે છે જે આનંદની વાત છે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.