ઘુવડની કેફિયત

Indian Eagle Owl Bubo bengalensis (Franklin)

જે નથી જોયું એ બાબત શું કહું?

છે નરી આંખોમાં આફત શું કહું?


જાગરણ માફક આવે છે રાતનું…

દિવસે બગડે છે દાનત શું કહું ?


ટાળવા ધારું તો પણ ટળતી નથી

વારસાગત આ છે આદત શું કહું ?


કેટલું ટકશેએની કોનેખબર ?

કોમની કેવી છે હાલતશું કહું ?


છે વહેમોથી મબલખ મબલખ ભરી

જાત માણસની એ બાબત શું કહું ?

4 thoughts on “ઘુવડની કેફિયત

 1. જે નથી જોયું એ બાબત શું કહું?
  છે નરી આંખોમાં આફત શું કહું?

  મોટા ભાગના કલાકારો, ઘણા બ્લોગરોને પણ રાતે મોડે સુધી જાગવું પડતું હોય છે- એમના યમનિયમ પાળવા માટે અને ન જોયેલા/જાણેલાને પેટાવવા માટે. ધન્ય છે આ ક્રિએટિવ સમુદાયની તિતિક્ષાને- કેફિયતને!

  • સાચી વાત કહી. ઘણા કલાકાર કે કવિમિત્રોને રાત પડે ત્યારે જ મજા પડતી હોય છે. હવે કદાચ થોડુંઘણું ચિત્ર બદલાયું હશે!
   અમરેલીમાં મિત્રો ભેગા થતા. ચોકમાં એક તરફ કવિતાને રવાડે ચડેલા મિત્રો હોય તો બીજી ટોળી ક્રિકેટપ્રેમીઓની હોય! રમેશ પારેખ એ બાબત પણ મજાક કરતા.
   મને ક્યારેક તકલીફ થતી. ભાડનું ઘર હતું ને રાત્રે ડેલો બંધ થઈ જતો!!!! એક વખત તો એકલા રહેતા બીજા એક મિત્રના ઘરની દિવાલ કૂદીને એના ઉઘાડા ઘરમાં જઈને રાતવાસો કરેલો. અને બીજા દિવસે વહેલો નીકળી ગયેલો અને એ ઉંઘણશીને ખબર પણ નહોતી પડી!!!

 2. wah….. સળંગ સુંદર રચના…
  આ પંક્તિ વિશેષ ગમી…
  ટાળવા ધારું તો પણ ટળતી નથી
  વારસાગત આ છે આદત શું કહું ?

  ભાઈ, તમે આવું અદભૂત લખો પછી ‘કોપી પેસ્ટ કરવા લોકોની બગડે દાનત શું કહું’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s