ગાંધીજી બ્લોગજગતમાં હોત તો

[તસવીર: સહુના  હૃદયમાં છે. ]

ધારો કે: ગાંધીજીના વખતમાં બ્લોગજગત હોત અથવા તો આજના બ્લોગજગતમાં ગાંધીજી હોત તો તેઓ શું લખત એ બાબત ઘણી કલ્પનાઓ થઈ શકે.

અમને લાગે છે કે તેઓ આવું કશુંક જરૂર લખત….

પ્યારા બ્લોગજનો; આજથી, તમારા બ્લોગ પર ન આવનારના બ્લોગ પર જજો. તમારું લખાણ ન વાચનારનું પણ લખાણ વાંચજો. તમને પ્રતિભાવ ન આપનારને પણ પ્રતિભાવ આપજો. બ્લોગજગત લેણદાર છે. તમે દેણદાર છો.”

Advertisements

24 thoughts on “ગાંધીજી બ્લોગજગતમાં હોત તો

 1. “કોઈની બ્લોગપોસ્ટ વાંચીને પ્રતિભાવ ના આપવો એ અધૂરી કેળવણીની નિશાની છે…”

 2. મારો બ્લોગ એ જ મારો સંદેશ છે. — ગાંધીજી. એવું પણ લખાતું હોત. બ્લોગ પર સરસ મજાનાં ફોટાઓ જેમાં ગાંધીજી દાંડીયાત્રા કરતાં હોય, ભજન ગાતાં હોય કે આશ્રમમાં પ્રવચન આપતા હોય, એવું જોવા મળત.. કલ્પનાઓ તો અનેક કરી શકાય 🙂

  • ગાંધીજીએ કદાચ એવું કહ્યું હોત કે: તમારી એક પોસ્ટનું કૉપી પેસ્ટ કરનારને બીજી, ત્રીજી, ચોથી … પોસ્ટ ધર્યા કરો! એનું હૃદયપરિવર્તન ન થાય ત્યાં સુધી!!!!

   • too much !! 😀

    ક્યાં તો એને આપણું વર્ડપ્રેસનું અકાઉન્ટ જ આપી દો ચલાવવા માટે એવું પણ જોવા મદત કદાચ !!! 😛

 3. તમારી આ પોસ્ટથી મને એક શોર્ટ ફિલ્મ યાદ આવી ગઈ. કોઈ ઈટાલિયન મોબાઈલ કંમ્પનીએ બનાવેલી. થીમ એ હતી કે જો ગાંધીજી ના વખત મા ટેકનોલોજી હોત તો આજે વિશ્વ કેવું હોત?

 4. “આજે મારા બ્લોગ પરની ચર્ચામાં બે બ્લોગર મિત્રો વચ્ચે ખટરાગ થયો, દોષ મારો જ સમજું છું, અને તેના નિવારણ અર્થે એક દહાડો લાંઘણ કરીશ” — ગાંધીજી.
  અથવા એવું પણ બને કે બે બ્લોગર વચ્ચે જ્યાં સુધી મનમેળાપ ન થાય ત્યાં સુધી ઉપવાસ જાહેર કરે.

 5. ગાંધીજી બ્લોગ લખતાં હોત તો આપણને ઘણું બધું વધુ જાણવા મળી શક્યું હોત.ગાંધી આશ્રમ માં તેમના હાથે લખાયેલાં પત્રોમાં તેમના અક્ષરો વંચાય તેમ નથી. આ અક્ષરો તેમના અંતેવાસી , મહાદેવભાઇ અને કેટલાંક ગાંધીવાદી જ સમજી શકે તેમ છે. જો બ્લોગ પર હોત તો આપણે સૌ તેમના વિચારોણે જાણી અને માણી શકત.

 6. પોતાનું લખાણ બીજા બ્લોગરો કોપી પેસ્ટ કરી ને પોતાના બ્લોગ માં મૂકી દે છે અને wordpress તેને મુકવા દે છે તે બાબત વાંધો ઉઠાવીને ગાંધીજીએ wordpress સામે સત્યાગ્રહ કર્યોજ હોત.

  • ગાંધીજીએ આ પ્રશ્ન એમની રીતે વિચાર્યો હોત! જે લોકો પોતાનું લખાણ નથી મૂકી શક્તા એમના માટે ટ્રસ્ટના સિંદ્ધાત મુજબ બ્લોગાશ્રમ જેવી વ્યવસ્થા કરી હોત. જેમાં બ્લોગર્સ સ્વેચ્છાએ પોતાની અમુક પોસ્ટ બીજાને વગર લિન્કથી અને મૂળ બ્લોગરનું નામ લખ્યા વગર કૉપીપેસ્ટ કરવા માટે જમા કરાવે! એ જમા થયેલી પોસ્ટસ્માંથી જેને કૉપી પેસ્ટ કરવું હોય તે કર્યા કરે!
   આ રીતથી સહુ રાજી રહે. આપનારને કશુંક આપ્યાનો સંતોષ રહે. કોપીપેસ્ટ કરનાર ગાંધીમાર્ગે કૉપીપેસ્ટ કરી શકે!!!! ને બ્લોગજગતનું વાતાવરણ કદાચ કલેશમુક્ત રહે!

   • અને ગાંધીજીએ લખ્યું હોત કે: હવેથી કોઈને અન્ય જગ્યાએથી લિંક વગરનું કૉપીપેસ્ટ કરવાનો અધિકાર નથી.

 7. “asatyo mahethi parbhu paramsatyee tu laeeja“ jagat na aandra aandolano na badlee satyagrho na chalan amal ma hot……riyaz na aadab

 8. Mara blog par vanchan arthe avta mara deshbandhuo ne hu koi ek vrat leva nu kahu chu, bhale te nanu hoy pan ‘asar’karak hoy.

  • ગાંધીજી કદાચ નાના બળકો સાથે બ્લોગ બ્લોગ રમતા હોત! બાળકોને પોતાનું લખાણ સારી રીતે લખવા માટે પ્રોત્સાહિત કરતા હોત!

  • ને એક બ્લોગર તરીકે તેઓ અજોડ હોત. એમના લખાણો સાદા પણ સચોટ હોત. ને બ્લોગજગત બાબત એમના વિચારોની ચર્ચા કરતાં અનેક બ્લોગમિત્રો હોત.

 9. Yashwantbhai,
  Gandhiji par ni tamari blog item bhale nani hoy pan e mahan vyakti jetli moti to chej mate j, tena upar ni comment atli bharpur, vaividhyapurn ane dhardar mali che.
  Tamara vividh prayogo no jadu anero che. Asha rakhiye ke bija loko jemni pase shakti ane avadat che, te kaink grahan karine, tamara thi agad nikde. Amen.

 10. કલ્પનાના ઘોડાઓને બાંધો કારણ કે ગાંધીજી અત્યારે બ્લોગજગતમાં હોત તો સૌપ્રથમ તે કહેત કોમ્પ્યુટર પર સમય બરબાદ કર્યાં કરતા દેશ માટે સમય આપો અને જેટલો ખર્ચો તમે ઈન્ટરનેટ(જે ખરેખર કરતા હોય એની માટે… બાકી ઓફીસનું વાપરતા હોય તો વાંધો નહિ 😉 ) અને કોમ્પ્યુટર પર કરો છો એટલામાં તો એક ગરીબનું ઘર ચાલી શકે.

 11. મિત્રો, તમે સહુએ રસ દાખવ્યો એનાથી અમને આનંદ થયો. આ પોસ્ટ ભલે નાની છે પણ કલ્પનાઓના ઘોડા દોડાવવા માટે જ છે. કારણ કે ,એનું શીર્ષક છે:” ગાંધીજી બ્લોગજગતમાં હોત તો ” મતલબ કે , ગાંધીજી બ્લોગજગતમાં સક્રિય હોય એ મધુર કલ્પનાને સહારે જ વાત આગળ વધારવાની હતી!!!
  ગાંધીજી કમ્પ્યુટરનો આંધળો વિરોધ કરત એમ માની લેવાનું મન થતું નથી! હા, કમ્પ્યુટર કે નેટના ઉપયોગમાં એમને જે દુષણો માલુમ પડ્યાં હોત તેનો તેઓ સખત વિરોધ કરત. બ્લોગ ભરી ભરીને વિરોધ કરત! આજે આ માધ્યમો જે રીતે જીવનમાં અને ખાસ કરીને શિક્ષણમાં મહત્વનાં થઈ ગયાં છે તે જોતા કદાચ તેઓએ આ માધ્યમો ગરીબમાં ગરીબ માણસો સુધી કેમ પહોંચાડી શકાય તે બાબત રસ્તા બતાવ્યા હોત!
  ગાંધીજી દરેક નવી વાતના વિરોધી નહોતા. એવું હોત તો તેઓ કાગળ પર લખવાને બદલે તામ્રપત્ર પર લખતા હોત! છાપકામની સગવડતાનો એમણે ભરપૂર લાભ લીધો છે! એ જ રીતે કદાચ તેઓ આજે હોત તો આ નવા માધ્યમોનો લાભ જરૂર લીધો હોત!
  તેઓ શું કરત એ બાબત જેટલી કલ્પનાઓ દોડાવીએ એટલી ઓછી છે કારણ કે તેઓ ગાંધીજી છે! તેમનું વ્યક્તિત્વ જ એટલું વિશાળ છે કે એમના વિષે યુગો સુધી વાતો થતી રહેશે!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s