સ્વાદિષ્ટ સેવખમણી

[બ્લોગજનો, આજે અમે આપની સમક્ષ લાવ્યા છીએ સ્વાદિષ્ટ સેવખમણી. સેવ સમાન વિવિધ તસવીરોની  સાથે  ખમણી જેવી કાવ્યપંક્તિઓનું મિશ્રણ કરીને આ સેવખમણી તૈયાર કરી છે. કાવ્યપંક્તિઓ   શ્રી રમેશ પારેખના  કાવ્યસંગ્રહ “છ અક્ષરનું નામ”માંથી લીધેલી છે. ]

ઊભો છું સ્થિર તોય હું લાગું છું પ્રવાસમાં

મારાથી ગુપ્ત થાય કશું આસપાસમાં .

*******************************

આ ધોતી ઝભ્ભા જાકિટમાં શકમંદ શખ્શ છે

હલંચલન છે ભેદી , એનાં ભેદી નાક નક્શ છે.

**************************************

ચીતરી બેઠા છીએ જેના વડે

એ જ આંગળીઓથી પહાડો ભૂંસીએ

પણ પડી હો કાચના ચહેરા ઉપર

કઈ રીતે તેવી તિરાડો ભૂંસીએ.

*********************************

હા, ફલક કોરું ભરી શકતો નથી

એકાંતને હું ચીતરી શકતો નથી

પાંપણો મીંચી દીધાથી શું વળે

એમ કૈં સૂરજ ખરી શકતો નથી.

******************************

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું

અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું

હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો

જીવું અને જિંદગીમાંથી ફરાર હોઈ શકું

************************************

કદી આવે ઠોકર મદદગાર થઈને

નડે તો ચરણ પણ નડે એ ય સાચું

હું પથ્થર વિષે કોતરાયેલું પંખી ને

પાંખો સતત ફડફડે એ ય સાચું

*****************************

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે ,

ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

મને ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં ,

મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

***************************************

15 thoughts on “સ્વાદિષ્ટ સેવખમણી

 1. તમે, ગૂગલ, અને અમરેલીના રમેશ પારેખ, ત્રણેવે ભેગા થઈ સેવ ખમણીને રસમય તથા તિર્યક બનાવી,કોલાજ લાક્ષણિક રચ્યો છે. ગમ્યું..

  • જેઠાલાલની સ્ટાઇલથી અમને કહેવાનું મન થાય છે કે:
   એ શૈલેશભાઈ, આપકા ઇરાદા ક્યા હૈ? હેં? ક્યું જંડે ચડાના ચાહતે હો? હમારા કોઈ વાંકગુના? દેખો. હમ બ્લોગીભેળ બનાયેંગે તો ખાનેવાલે ખાયેંગેં લેકિન ગાલીયાં તો હમકો ખાની પડેગીન? ચલને દો ન ભાઈસાબ જૈસા ચલતા હૈ ઐસા. એક તો ઇતની ગરમી પડતી હૈ ઔર ઉપરસે તુમ બ્લોગીભેળ ખિલાનેકી બાત કરતે હો. હમારા ભુક્કા નિકલ જાયેગા…

 2. Yashwantbhai..tamara khajana ma kadi teer khute tem nathi ane, badha teer ek bija karta chadiyata che pacha.
  Sahitya na sacha rashik ni aa h odakh che, jya bija kuthli sivay nu kashu vicharva askhakt hoy tya, tame navu sarjan, bhale pachi te Google ane Rameshji no sangam j kem na hoy…adbhut prayatna.
  Tame rangla-rangli ne podhadi ne nava nava shikharo sar karta jav cho ne te pan, diva dandi saman, wah!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s