બ્લોગનગરના વ્યાપાર સમાચાર!

29000 ની સપાટી કૂદાવતા શબ્દોના ભાવ.

ગતકડાંમાં તેજીની આગેકૂચ, નવલિકામાં ઘટાડો.

બ્લોગનગરની શબ્દબજાર આજે રામનવમી નિમિત્તે સતાવાર બંધ રહી હતી. બંધબજારે હવામાન મક્કમ રહ્યું હતું. વિશ્વબજારના સમાચારો પણ પ્રોત્સાહક રહ્યા હતા. ઘરાઅંગણે વિવિધ ઉત્પાદક મથકોએ બ્લોગોની તથા બ્લોગકારોની માંગ જળવાઈ રહી હતી. આવકો દૈનિક સરેરાશ 70 થી 75 હજાર ગાંસડીની આવી રહી છે. નવી વેચવાલી પણ  ધીમી રહી છે. સ્પોટ પર ભાવો ગુજરાત શબ્દ-સાર્થના વધી 28800 થી 29000 અને ગુજરાત ઊંઝાણના 11400 થી  11 500 રહ્યાના સમાચાર હતા. દરમિયાન ન્યુયોર્ક વાયદાબજારના   ઓવરનાઈટ સમાચારો આજે 40,36,38તથા 42 પોઈન્ટનો નવો ઉછાળો દર્શાવી રહ્યા હતા.

કટાક્ષિયા ખોળના ભાવો  200 વધ્યા.

બ્લોગનગર ખેલબિયાં બજારમાં આજે ગતકડાં વાયદાબજારમાં તેજી આગળ વધે હતી. આરંભમાં ભાવો નરમ ખૂલ્યા હતા. પરંતુ પાછળથી ફરી વધી આવ્યા હતા.1200  પોસ્ટના વેપારો થયા  હતા. અને વાયદા બજારમાં માનસ આજે લેવાલ રહ્યું હતું. આજે 2982 વાળા 2980 ખુલી 2996 રહ્યા પછી 2990 બંધ રહ્યા હતા.દરમિયાન આજે હાજર ગતકડાંના ભાવો 2975 વાળા 2993 રહ્યા હતા.

દરમિયાન બ્લોગનગર હાસ્યતેલના ભાવો 665 વાળા 672 રહ્યા હતા. નવા શબ્દદાણાની આવકો શરૂ થઈ ગઈ છે પરંતુ માલો નબળા આવી રહ્યા છે. કટાક્ષિયા તેલના ભાવો 437 મથાળે અથડાતા રહ્યા હતા. કટાક્ષિયા ખોળના ભાવો 11600 વાળા  200 વધી 11800 રહ્યા હતા.

નવલિકામાં ઘટાડો.

નવલિકા  બજાર આજે રામનવમી નિમિત્તે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. પોસ્ટ ડિલીવરીના ભાવો આજે 3075 થી 3120 વાળા ઘટી 3035 થી 3105 અહ્યા હતા. માંગ ધીમી રહી હતી.

ગઝલના બિસ્કીટના ભાવો 300 તૂટ્યા

બ્લોગનગરના ગઝલ-ગીતી બજારમાં આજે બંને કિંમતી ધાતૂઓના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ગઝલના ભાવો 99.50ના 16410 વાળા 16425 ખુલી 16375 બંધ રહ્યા હતા. જ્યારે 99.90ના ભાવો 16495 વાળા 16515 ખુલી 16460 બંધ રહ્યા હતા.

ગીતી  999ના ભાવો 26915 વાળા 26930 ખુલી 26855 બંધ રહ્યા હતા.

વિશ્વબજાર ઘટતા આજે બ્લોગનગર બજારમાં પણ આજે બંને કિંમતી ધાતૂઓમાં બેચનારા વધૂ અને લેનારા ઓછા રહ્યા હતા.

નકલિયાઓમાં ગભરાટ

દરમિયાનમાં બ્લોગતંત્રે  કૉપીપેસ્ટ મામલે કડક હાથે કામ લેવાની હિમાયત કરી હોવાથી નકલિયાઓ  આજે કામકાજથી દૂર રહ્યા હતા.  બ્લોગસરકાર પણ આ મામલે હસ્તક્ષેપ કરે એવા અણસાર છે. કોને નકલ  કહેવી અને કોને ન કહેવી એ બાબતે ભારે ગૂંચવાડો પ્રવર્તતો હોવાથી  બ્લોગબજારમાં  એકંદરે અફડાતફડીનો માહોલ છે.  નકલના મામલે  વહેલી તકે  શ્વેતપત્ર બહાર પડે એવી વિરોધપક્ષની માંગણી  વાજબી હોવાનું બજાર નિષ્ણાતોનું માનવું છે.

[પ્રેરણા: ગુજરાત સમાચાર,વ્યાપાર સમાચાર]


Advertisements

11 thoughts on “બ્લોગનગરના વ્યાપાર સમાચાર!

 1. ટેકનીકલ ચાર્ટ માં જોઈએ તો શબ્દો બજાર અત્યારે તેજીમાં પ્રવેશી ચુક્યુ છે, અને હવે નજીક નો ટારગેટ ૩૦૦૦૦ નો છે. જો માર્કેટ ૩૦૦૦૦ પાર કરશે તો ઝડપથી ૩૫૦૦૦ ની સપાટી બતાવશે. હાલના સંજોગોમાં મંદીની કોઈ શક્યતા નથી.આ ભાવથી પણ ખરીદી કરી લાંબા ગાળાનુ રોકાણ કરી શકાય.૧૦૦% નફો મળશે.

 2. અત્યારે ટી.વી.પર બ્રેકીંગ ન્યુઝ આવ્યા કે બ્લોગ સરકારે નકલીયાવ ને કડક માં કડક ( કડક થી વધારે કડક કોઈ શબ્દ છે ? )શબ્દોમાં ચેતવણી આપી દીધી છે ( જેમ ભારત પાકિસ્તાન ને આપે છે તેમ )કે તેઓ નકલ કરવાથી દૂર રહે નહીતર જોયા જેવી થશે….!!!

 3. શેરબજારના નિયમોમાં કશી ગમ ન હોવા છતાં આ પોસ્ટ માણવી ગમી. શેરબજારના રસિયાઓને તો બરાબરની ઢીંક વાગી હશે. તમારા બ્લોગને આ પ્રકારની (જરા હટ કે) પોસ્ટ વધુ ફળી છે. મને તો બહુ મઝા પડે છે.

  • પંચમભાઈ, શેરબજાર અમારે માટે પણ સમજણની બહારનો વિષય છે. એવા ઘણા વિષયો છે જેમાં અમારું ગજું નથી. પણ અમારો હેતુ હાસ્યરચના રજૂ કરવાનો હોય ત્યાં અન્ય લેખકોની જેમ નિરીક્ષણ કરીને સામગ્રીની નકલ કરીએ છીએ. તેમાં અમારી અક્કલ ઉમેરીએ છીએ. એ રીતે સામગ્રીની શકલ બદલી નાખીએ છીએ. એ રીતે આનંદ મેળવવાની અને આપવાની કોશિશ કરી છીએ. ક્યારેક મહેનત લેખે લાગે તો ક્યારેક ન પણ લાગે.
   બ્લોગજગત અમારી મનગમતી જગ્યા છે. અમે એને ખૂબ ખૂબ ચાહીએ છીએ. એટલે તો એના વિષે ઘણું ઘણું લખીએ છીએ. તમે જોયું હશે કે અમે અમારા બ્લોગ પર એક ટેગ “બ્લોગજગત” ની રાખી છે. જેમાં બ્લોગજગતને લગતી વિવિધ બાબતોને લગતી ચર્ચાઓ,વાર્તાઓ,ભવાઈ, સનેડો,પાંચકડાં, હાસ્યરચનાઓ, આરોગ્યકૅમ્પ વગેરે મૂક્યાં છે. જેમાં બ્લોગલેખન, ગઝલલેખન,ગીતલેખન, કૉપીપેસ્ટ, કોમેન્ટ-પ્રાપ્તિ, બ્લોગમુલાકાતીઓ ..જેવી ઘણી બાબતો પર હળવાશભર્યાં લખાણો લખ્યાં છે. અન્ય મિત્રોને પણ પ્રોત્સાહિત કર્યા છે. ગમશે ત્યાં સુધી કરીશું. બાકી જેવી બ્લોગેશ્વરની મરજી.

   • બ્લોગજગત પ્રત્યેના પ્રેમના કારણે અમને અલગ શબ્દકોષ બને એવા શબ્દો પણ સૂઝતા રહે છે. જેવા કે: બ્લોગાચાર્ય, બ્લોગાનંદજી, બ્લોગેશ્વર, બ્લોગનારાયણ , બ્લોગલેખન,બ્લોગનગર, બ્લોગવાડી, બ્લોગખેતર,બ્લોગબજાર, બ્લોગટેકરી, બ્લોગસાગર, બ્લોગાધિપતિ, બ્લોગવિસ્તાર, બ્લોગદાતા, બ્લોગકહેવતો, બ્લોગભવાઈ, બ્લોગચોર.. વગેરે બગેરે. એટલું જ નહીં પણ “બ્લોગવૈરાગ્ય” જેવો શબ્દ પણ અમને સૂઝ્યો છે. જે કયારેક લેવો પણ પડે!!!! હા! હા! હા!!!!

 4. 😀 … wonderful .. બજારના સમાચારો ને ઘણી ઝીણવટથી વાંચી સમજી ને તેની બ્લોગ જગત સાથે સરખામણી કરીને ગજબનો મસાલો બનાવ્યો તમે તો !! 🙂 … મજા પડી … અને આ બ્લોગવૈરાગ્ય વાળી વાત પણ સાચી કહી … ક્યારેક તો આવશે જ એ પણ … બધાને કદાચ … 🙂

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.