બ્લોગજગતની કહેવતો

મિત્રો, આજે અમે કેટલીક કહેવતો રજૂ કરી છે. જૂની તો હતી જ. અમે નવી કહેવતો બનાવાવાનો પ્રયાસ કરેલ છે.  બે વાતોનું અમે ધ્યાન રાખેલું છે. એક તો તમામ નવી કહેવતો બ્લોગજગતને લગતી હોય અને બીજું કે એ ગમ્મતભરી હોય.  તો જોઈ શું રહ્યા છો! જોડાઈ જાવ.

[1] પૂછતાં પૂછતાં પાટણ જવાય. =  બાખડતાં બાખડતાં બ્લોગર થવાય.

[2] ખીસાં ખાલી ને ભપકા ભારી.  = બ્લોગ ખાલી ને થીમ ભારી.

[3] બાર વેંતનું ચીભડું ને તેર વેંતનું બી. = બાર લીટીની પોસ્ટ ને તેર લીટીની કૉમેન્ટ.

[4] પૈસો પૈસાને ખેંચે. = કૉમેન્ટ કૉમેન્ટને ખેંચે.

[5] જાનમાં કોઈ જાણે નહીંને હું વરની ફોઈ. = બ્લોગજગતમાં કોઈ જાણે નહીં ને હું બ્લોગનો ખાં.

[6] લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો. = કર્ય કૉપી ને થા બ્લોગર.

[7] બાર વરસે બાવો બોલ્યો: “બચ્ચા દુકાલ પડેગા.”  =  બાર વરસે કૉમેન્ટ મળી:  “મજા ન આવી”

[8] ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. = પોસ્ટની ટેગ્સ પોસ્ટને ભારે.

[9] રાજાને ગમે ઈ રાણી , છાણાં વીણતી આણી. =  બ્લોગરને ગમે ઈ પોસ્ટ,  ‘ઠ’ ને બદલે ‘ઢ’ સોતી આણી.

[10] હાથના કર્યા હૈયે વાગે. = બ્લોગરના કર્યા બ્લોગને વાગે.

[11] બાંધી મુઠ્ઠી લાખની ને ઉઘડતાં વા ખાય. = બાંધી પોસ્ટ લાખની ને પ્રગટતાં વા ખાય.

[12] નાચવું નહીં તો કહે કે આંગણું વાંકું. = લખવું નહીં તો કે ભાષા વાંકી!

[13] આંગળી આપતાં પોંચો પકડ્યો. = કૉમેન્ટ આપતાં બ્લોગ પકડ્યો.

[14] ઊંટ મરે ત્યારે મારવાડ ભણી જૂએ. = બ્લોગર મરે ત્યારે ક્મ્પ્યુટર ભણી જૂએ.

[15] હરીફરીને લે મારા દેવનું નામ.= હરીફરીને કર કૉપી- પેસ્ટનું કામ.

[16] ચાળકમાં સાંઢિયો! = બ્લોગજગતમાં નવલકથા!

[17] કાં લડ્ય ને કાં લડનારો દે. = કાં બ્લોગ વાંચ્ય ને કાં વાંચનારો દે.

[18] પાણી પીધાં પછી ઘર પૂછ્યું. = કૉમેન્ટ આપ્યા પછી પોસ્ટ વાંચી.

[19] છોકરાં ધવરાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં. = બ્લોગ્સ લખ્યે મોટા થાય છે, વખાણ્યે નહીં.

[20] એક તોલડી તેર વાનાં માંગે. = એક પોસ્ટ તેર ટેગ માંગે.

[21]વઢકણી વહુએ દીકરો જણ્યો. = વઢકણી વહુએ બ્લોગ લખ્યો.

[22] કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી. = કજિયાનું મૂળ કૉમેન્ટ ને કોમેન્ટનું મૂળ બ્લોગ.

[23] નબળો ધણી બૈરી પર શૂરો. = નબળો બ્લોગર કૉમેન્ટમાં શૂરો.

[24] નબળાં ઢોરને બગાઈ ઘણી. = નબળી પોસ્ટને ટેગ્સ  ઘણી.

[25] ઘર બાળીની તીરથ કરવું. = ધંધો છોડીને  બ્લોગર થવું.

[26] ડોશી મરે એનો વાંધો નથી, જમ ઘર ભાળી જાય એનો વાંધો છે. = ખીસ્સું ફાટે એંનો વાંધો નથી ,ખીસ્સાકોષ પડી જાય એનો વાંધો છે.

[27] ઊંટ ને  વળી ઉકરડે ચડ્યો. = લેખક ને વળી બ્લોગર થયો.

[28] રાત થોડી ને વેષ ઝાઝા. = પોસ્ટ થોડી ને કેટેગરી ઝાઝી.

[29] કરવા ગયા કંસાર  ને થઈ ગઈ થૂલી. = કરવા ગયા કૉમેન્ટ ને થઈ ગઈ લડાઈ.

[30] ધરમની ગાયના દાંત ન જોવાય. = ઉઠાવેલી  પોસ્ટની જોડણી ન જોવાય.

[31] પાઈની પેદાશ નહીં ને ઉપાધીનો પાર નહીં.= પાઈનો પ્રતિભાવ નહીં ને પોસ્ટનો પાર નહીં.

[32] ભેંસ ભાગોળે છાશ સાગોળે ને ઘેર ધમાધમ. =  બ્લોગ બીજાનો ,પોસ્ટ ત્રીજાની ને બ્લોગ-ગ્રુપમાં ધમાધમ.

[33] આપીને માંગે તેની અક્કલ  જાય આઘે.= આપીને માંગે તેની કૉમેન્ટ જાય આઘે.

[34] કપાળે કપાળે જુદી મતિ. = બ્લોગે બ્લોગે જુદા થીમ.

[35] હવેલી લેતાં ગુજરાત ખોઈ. = પોસ્ટ લેતાં બ્લોગ ખોયો.

[36] આપ ભલા તો જગ ભલા. = આપ ભલા તો બ્લોગ ભલા.

Advertisements

17 thoughts on “બ્લોગજગતની કહેવતો

 1. નવી કહેવતો સરસ થઈ છે! મજા પડી.

  એક રસપ્રદ વાત, મારા બ્લોગ પર એક કોમેન્ટ આવી “બહુ જ સરસ” મેં વળી કોમેન્ટરને લખ્યું કે ભાઈ તમને શું ગમ્યું તે જરા વિસ્તારથી લખજો. રીપ્લાય આવ્યો કે બ્લોગના ફોન્ટ સારા છે ગમ્યા!! તમે જ કહો તેની પાસે હું કયા મોઢે સ્પષ્ટતા કરું કે ભાઈ, ફોન્ટ તો તમારા કોમ્પ્યુટરમાં હતા તેથી જ દેખાયા છે!

  આવું ય થાય, કોઈકને પોસ્ટ વાંચતાને ફોન્ટ ગમી જાય!

  • વિનયભાઈ,
   હોતા હૈ. હોતા હૈ. ઐસા ભી હોતા હૈ.
   રાહ જોઈએ કે કોઈ બ્લોગમિત્ર તમે કહ્યું એ બાબતની કહેવત રજૂ કરે. બાકી અમને તો રજનીશજી યાદ આવી ગયા. તેઓ આવું કશુંક કહેતા હતા:
   “પરમાત્માકો આપને ખોયાહી કબ? પરમાત્મા તો આપકે ભીતર હૈ. પહચાનો. પરમાત્માકો બાહર મત ઢૂંઢો ”
   હવે, “પરમાત્મા”ની જગ્યાએ “ફોન્ટ” મૂકીને આ જ ઉપદેશ ફરીથી વાંચી શકાય.

 2. Yashwantji tamara badha prayog safad 6e.
  Blog mafat bane 6e mate atlo bharavo 6e, site vala jo paisa levanu sharu kare to……..’ema evu 6e ne ke aajkal samay nathi malto’ vadi vaato sharu thae jay. Tamara jevu navu bahu ocha api shake 6e..baki to lole lol, chalva do tyare!

 3. કીડી સંચરે ને તેતર ખાય= સર્જન કોઇનું ને બ્લોગ મોટાભા થાય,
  યશવંતભાઈ કહેવતમાં સાચું કહ્યું છે કે ” કડવું ઓસડ મા જ પાય “તમે એ કામ કર્યું.ગમ્યુ.
  વધારે કહેવતો લઈ પાછો ફરીશ…

 4. * કજીયાનું મોં કાળું = Ctrl+C,Ctrl+V ને મારો તાળું.
  * કરે કોઇ ભરે કોઇ = વિચારે કોઇ ચઢાવે (બ્લોગમાં) કોઇ.
  * ફરે તે ચરે = કોપી કરે તે જલ્સા કરે.
  * જીવવું થોડું ને જંજાળ જાજી = વિચારવું થોડું ને ચઢાવવું જાજું.
  * પછેડી પ્રમાણે સોડ તણાય = આવડત હોય તેટલું બ્લોગમાં લખાય.
  માન. યશવંતભાઇ, ચોટદાર અને મૌલિક વિચાર. આપની ૩૬ ભેગી મારી આ પાંચને પણ સહન કરવાની ઇશ્વર સૌને હિંમત આપે !!! 🙂

  • આટલી મહેનત કરી છે તો થોડી વધારે કરવા કૃપા કરશો.
   નવી કહેવત છે : કૉપી કરે આલિયો અને હરખાય માલિયો!
   જૂની કહેવત શોધવાની છે.

   • મારી સમજ પ્રમાણે જુની કહેવત છે:
    “મારે મિંયાં અને ફુલાય પીંજારા” = “કૉપી કરે આલિયો અને હરખાય માલિયો!”
    * મા તે મા, બાકી બધા વગડાનાં વા = બ્લોગ તે બ્લોગ, બાકી બધા નકામા ઉદ્યોગ !
    * ઝાઝા હાથ રળિયામણા = ઝાઝા બ્લોગ વખાણમા

 5. શ્રી યશવંતભાઇ,
  આ બધું વાંચીને આનંદ થયો.આવા જ અવનવા પ્રયોગ પ્રયોજતા રહેજો.એક કહેવત એને એક નવો વિચાર આવ્યો છે એ રજુ કરૂં છું.

  રાત થોડી ને વેષ જાજા=બ્લોગ એક અને કોમેન્ટર જાજા

  નવો વિચારઃ
  જુની ચોપાઇઃ
  તુલસી ઇસ સંસારમેં ભાત ભાત કે લોગ
  સબસે હિલમિલ ચાલીયે નદી નાવ સંજોગ
  બ્લોગ ચોપાઇઃ
  “ધુફારી”ઇસ સંસારમેં જાત જાત કે બ્લોગ
  અચ્છી કોમેન્ટ કુછ કરે બાકીકો પેસ્ટકા રોગ
  જુનો છપ્પોઃ
  વા વાયુ મે નળિયું ખસ્યું તે દેખીને કુતરું ભસ્યું
  ત્યાં થયો ખુબ શોરબકોર કોઇ કહે મે દીઠો ચોર
  બ્લોગર છપ્પોઃ
  વેબ ખોલ્યું ને બ્લોગ મળ્યું નીચે જાતા આવ્યું તળિયું
  કોમેન્ટ કરીને કીધી પેસ્ટ બડાઇ મારી આ છે બેસ્ટ
  આભિનંદન

  • શ્રી ધુફારી… તમારા એકેએક વિચારમાં દમ છે. એમાંય છેલ્લો છપ્પો તો અમને ખૂબ જ ગમ્યો.
   આપ સમજી શક્યા છો કે આપણી પાસે જૂનું હોય તો ગમ્મત માટે પણ એમાંથી નવું રચી શકાય. જે દ્વારા આપણાં સહુની ખૂબીઓ કે નબળાઈઓ રજૂ કરી શકાય. આ કહેવતો દ્વારા અમે બ્લોગજગતની ખૂબીઓ અને નબળાઈઓ રજૂ કરી,જેમાં કોઈને પણ વ્યક્તિગત દુ;ખ લાગે એવું નથી. જે લોકો એ વાત સમજી શક્યા છે એ લોકોને જરૂર ગમ્યું હશે. વળી એ બહાને આપણી જૂની કહેવતો પણ અમે શોધી છે. તમારી પાસે તો ઘણી જૂની વાતો છે.
   મળતા રહીએ.

 6. વરને કોણ વખાણે? વરની મા.=બ્લોગને કોણ વખાણે? બ્લોગર પોતે.
  ખાળે ડુંચા અને બારણાં ઉઘાડા=બે લીટીનો બ્લોગ અને ‘કોમેન્ટ્સ આવકાર્ય’
  આવડે નહી ઘેંસ અને રાંધવા પેસ=આવડે નહી લખતા અને બ્લોગ જગતમાં પેસ
  બોલે એના બોર વેચાય= કોમેન્ટ્સ કરે તેનો બ્લોગ વંચાય (એક અંધશ્રદ્ધા)
  ગામમાં પેસવાના ફાંફા ને પટેલને ઘેર ઉના પાણી=કોમેન્ટ્સ એપ્રુવ થાય નહી અને બધા બ્લોગર્સ મારા મિત્રો

 7. યશવંતભાઈ,
  મઝા આવી. વિનયભાઈની ફોન્ટ-કૉમેન્ટ ગજબ છે. શું ગમ્યું? તો કહે ટોપી!

  બધા કૉમેન્ટકારોની કૉમેન્ટો પણ એવી છે કે કઈં કહેવાનું બાકી રહેતું નથી.કહેવાનું હોય તો એટલું જ કે ભાઇસા’બ, આના પરથી કોઈ જૂની કહેવત શોધીને નવી કહેવત બનાવજો નહીં.

 8. અહો યશવંતભાઈ !
  અહીં મેં પ્રથમવારનો પ્રતિભાવ આપેલો ત્યારે મારો બ્લોગ પણ ન હતો !!!! (એક પાક્ષિકના બ્લોગનું ભાંગ્યુતૂટ્યું સંચાલન કરતો !)

  અને લો, ક્રમ [૧] ’બાખડતાં બાખડતાં બ્લોગર થવાય.’ નાં ન્યાયે હવે તો અમે પણ ’બ્લોગાધિપતિ’ બની ચૂક્યા છીએ !! અને હવે [૨૩] પ્રમાણે ’નબળો બ્લોગર કૉમેન્ટમાં શૂરો !’ ભ‘ઈ આ નવી કહેવતો હજુ પણ નવી જ લાગી ! ભારે મજા આવી. આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s