બાપા આવે છે

જય જલારામ.
આજે જલારામ જયંતી છે.
સંત જલારામ. ભગત જલારામ. બાપા જલારામ. વીરપુરના વાસી જલારામ.
એ જલારામ કે જેણે તરસ્યાને પાણી પાયા. ભૂખ્યાને ભોજન દીધા. થાકેલાને આશરો દીધો.
એ જમાનામા.. કે જમાનામાં આટલી બધી સગવડતાઓ નહોતી. આટલા બધાં સાધનો નહોતાં. આવા રસ્તા નહોતા. આવાં વાહનો નહોતાં. તોય વીરપુર જેવાં નાનકડાં ગામમાં એક સામાન્ય વેપારીના દીકરાએ ભક્તિ,ભજન,સત્સંગ અને સેવાનો કારોબાર શરૂ કર્યો. આજે ભલે છપ્પનભોગ,ભંડારો કે મહાપ્રસાદનાં આયોજન છાશવારે થતાં હોય પણ ત્યારે જલારામે કેટલી કેટલી મુસીબતો વેઠીને અતિથીઓનાં ભાણાંમાં શાક,રોટલો કે ખીચડી મૂક્યાં હશે? ને આટલું ઓછું હોય એમ પાછા સત્સંગ માટે વીરપુરથી ઠેઠ ફત્તેપુર[અમરેલી] ગુરુ ભોજા ભગત પાસે પહોંચતા. વાત વાતમાં હાંસીને પાત્ર ઠરતો હતો એ જલો પછીથી જલારામબાપા કહેવાયો. કોઈ જાતના પ્રચાર વગર. માત્ર ને માત્ર પોતાનાં કાર્યોથી.
જલારામ જેવા કોઈ પણ સંતોએ ભલે કોઈપણ જ્ઞાતીમાં જન્મ લીધો હોય પણ તેઓનું જીવન સમગ્ર સમાજ માટે સમર્પિત હોય છે. જલારામ લોહાણા કે ઠક્કર જેવી વેપારી જ્ઞાતિમાં જન્મ્યા હતા. સ્વાભાવિક રીતે જ આ જ્ઞાતીને આ બાબતનો ગર્વ હોય. અમારા મનમાં પણ એવો ભાવ રમતો હોય છે. પણ અમે જાણીએ છીએ કે એ માત્ર અમારા બાપા નથી. આપણા સહુના બાપા છે. જલારામને મન કોઈ ભેદ નહોતા. નાત,જાત કે ધર્મના ભેદ નહોતા. અમીર-ગરીબના ભેદ નહોતા. સમાજના તમામે તમામ વર્ગના લોકો જેને ચાહતી હોય એવી વિભૂતિ કોઈ ચોક્ઠામાં પૂરાઈને રહેતી નથી.
બીજી વાત. આવા ભક્તો કે સંતોના જીવન સાથે અનેક ચમત્કારોની વાતો જોડાયેલી હોય છે. આજે પણ બાપાના જીવન સાથે નાના મોટા પરચા કે ચમત્કારોની વાતો જોડાતી હોય છે. સહુની શ્રધ્ધાને અમે નમસ્કાર કરીએ છીએ. પણ અમને વાત વાતમાં માનતા માનવાની આદત નથી. અમે બાપા પાસે આશીર્વાદ માંગીએ છીએ પણ અમારા સંઘર્ષ વગર ચમત્કારની આશા રાખતા નથી. સંતાનો પરિક્ષામાં પાસ થઈ જાય, કોઈને નોકરી મળી જાય કે કોઈની નાનીમોટી બીમારી મટી જાય એ બધી વાતો આનંદ આપનારી છે.પણ એથી કરીને મહેનત કે સંઘર્ષનો મહિમા ઘટવો ન જોઈએ એવું અમે નમ્રપણે માનીએ છીએ. એવી જ રીતે ચમત્કારોની છાયામાં જલારામબાપાનો પોતાનો સંઘર્ષ પણ અમે ભૂલવા માંગતા નથી..
અમે જ્યારે જ્યારે વીરપુર જઈએ છીએ ત્યારે ત્યારે અમને એવી ક્લ્પના કરવવી ગમે છે કે જાણે આ દેખાય છે એ કશું જ નથી. ન બજાર.ન દુકાનો. ન વાહનો. ન પાકા રસ્તાઓ. નાનકડું ખોબા સમાન ગામ છે. ગામની બહાર ખેતરોની વચ્ચે વાંકોચૂકો કેડો છે. કેડા પર કોઈ કહેતા કોઈ નથી. અને પછી લાગે છે કે કોઈ આવી રહ્યું છે. .. પછી ઓળખાણ પડે છે કે: અરે! આ તો બાપા આવે છે. જલાબાપા. હાથમાં લાકડી.ખભે જોળી. માથે પાઘડી.અને અંતરમાં રામ.
ઘણું કરીને અમે ધર્મ,ભક્તિ કે સત્સંગની વાતોની રજૂઆત કરતા નથી. અમે એમાં ઊંડા ઉતર્યા નથી. વધારે જાણતા નથી. એટલે ડહાપણ કરવામાં માનતા નથી. જલારામબાપા જીવન વિષે પણ સહુને જાણ છે. અમારે વિશેષ કશું કહેવું નથી. પણ અમારા મનમાં રમતી બેચાર વાતો આ બહાને રજૂ કરવાની તમન્ના અમે રોકી શક્યા નથી.
જય જલારામ બાપા.

Advertisements

2 thoughts on “બાપા આવે છે

 1. Yashwantji,
  Nutan Varsh na abhinandan..
  Hamesh ni jem tame navinta lae ne avya cho teno anand che.
  Aam j badha ne anand ma rakhsho tevi apexa..

 2. જય જલારામ
  શ્રધ્ધાને પ્રણામ
  જલારામ બાપાને યાદ કરીએ તો સૌથી પ્રથમ ભંડારો યાદ આવે.વાતવાતમા અહીં ભારતના ભૂખમરાની વાત નીકળે ત્યારે અમે ગુજરાતમા ગામડે ગામડેચાલતા આવા ભંડારાની વાત કરી જણાવીએ કે હવે ભૂખે મરી ગયાનું નહીંવત છે.અને મઝાની વાત તો એ છે કે આમા ભેટ પણ સ્વીકારાતી નથી.
  બધા ધર્મોનો સાર… આત્મવતસર્વભૂતેષૂ યહ પશ્યતિ સહ પશ્યતિ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s