અનોખા મહારાજશ્રીની પધરામણી

દિવાળીના શુભ પર્વ નિમિત્તે અસરના ઓટલીથી આપ સૌ બ્લોગજનોને અમારા તરફથી હાર્દિક શુભકામના. અમારા આ ઓટલેથી આપ સૌને શુભકામના પાઠવવા માટે બીજાં કેટલાંક ઓટલાવાસીઓ પણ અમારી સાથે જોડાયાં છે. આવો અને સાંભળો કે એ લોકો શું કહે છે….

પ્રથમ આપની સમક્ષ ઉપસ્થિત થઈ રહ્યા છે શ્રી ચિત્તભ્રમજી મહરાજ! ચિત્તભ્રમજી મહારાજ અને એમણે સ્થાપેલા સૂરસૂરિયાવાદનો પરિચય અમે ગઈ દિવાળીએ આપ સૌને કરાવી ચૂક્યા છીએ…

તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

જોરદાર તાળીઓથી આપણે એમનું  સ્વાગત કરીશું. પણ હા! કોઈએ પણ મહારાજ શ્રીને પગે લાગવાનું નથી. કારણ કે કોઈ પગમાં પડે એ આ મહારાજશ્રીને જરાય  પસંદ નથી. પૈસા તો કોઈ ધરતાં જ નહીં!!!!!! તો પધારી રહ્યા છે વર્તમાન સમયમાં તદ્દન નવી વિચારસરણીના પ્રણેતા એવા અનોખા  શ્રી ચિત્તભ્રમજી મહારાજ.

જય હો… જય હો… જય હો… ચિત્તભ્રમજી મહારાજનો જય હો!!!

[ શ્રી ચિત્તભ્રમજી મહારાજનું પ્રવચન:]

વિવિધરંગી મિજાજ ધરાવતા બ્લોગજનો. આપ સૌને દિવાળીની નાની નાની અનેક ખુશાલીઓ મુબારક હો. આપમાંથી ઘણાંને પ્રશ્ન થયો હશે કે આ સૂરસૂરિયાવાદ ક્યાંથી ટપકી પડ્યો ? તો સૂરસૂરિયાવાદના પ્રાગટ્યની કથા કાંઈક આવી છે…

એક સમયે હું એક ગલીમાંથી પસાર થઈ રહ્યો હતો. દિવાળી જેવા તહેવારના દિવસો હતા. એક બાળક  ફટાકડાના ટોટા ફોડી રહ્યો હતો. જેમાંથી કેટલાક ટોટા બિલકુલ ફૂટતાં જ નહોતા. તો  કેટલાક ફૂટવાને બદલે માત્ર સૂરસૂરિયાં થઈ જતા હતા. આ કારણેથી બાળકના પિતા ફટાકડાના પૈસા વ્યર્થ ગયાની ભાવનાથી અત્યંત દુ:ખી થઈ રહ્યા હતા. પરંતુ પેલો બાળક તો સૂરસૂરિયાંનો પણ આનંદ માણી રહ્યો હતો. અરે એતો મોટે મોટેથી બોલતો હતો કે ટોટા ફૂટવાને બદલે સૂરસૂરિયું થાય તો વધારે સારું! બાળકના માટે જાણે કે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો  ભેદ ઓગળી ગયો હતો. બસ.બ્લોગજનો.. આ ક્ષણે જ મને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ સૂરસૂરિયાવાદ!

હે બ્લોગજનો. હું એમ કહેવા માંગું છું કે ફટાકડા ન ફૂટવા છતાં જેમ બાળક દુ:ખી થવાના બદલે સૂરસૂરિયાનો આનંદ માણી શકે છે  તેમ આપ સૌએ પણ  નિષ્ફળતામાંથી  આનંદ માણતાં શીખવું જોઈએ.  જે  ધાર્યું હોય તે ન બને ત્યારે જે બને એનાથી પણ કશા પણ પ્રયત્ન વગર સ્વાભાવિક રીતે જ  ખુશ થવું જોઈએ.

આપ સૌ પણ સૂરસૂરિયાવાદને સમજવાનો અને અપનાવવાની ભવાના રાખશો એવી આશા સાથે મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. ખુશ રહેજો અને જીવનના ધમપછાડામાંથી આનંદ મેળવજો.

આવો આપણે હવે એ  મેદાન તરફ ગતિ કરીએ જ્યાં કેટલાક બાળકો સૂરસૂરિયાંનો આનંદ માણી રહ્યાં છે. આપણે પણ એવો જ આનંદ માણીશું. ગઈ દિવાળીએ મારી લૂંગીમાં સૂરસૂરિયું પેસી ગયું હતું એટલે આ વખતે હું પેન્ટ  પહેરીને આવ્યો છું.

[મિત્રો… શ્રી ચિત્તભ્રમજી મહારજનાં સાનિધ્યમાં સૂરસૂરિયાંનો આનંદ માણ્યા બાદ આપણે ફરી મળીશું. અસરના ઓટલે  અન્ય પાત્રો આપને મળવા આતુર છે.]

9 thoughts on “અનોખા મહારાજશ્રીની પધરામણી

 1. Yashwantji……Pratham to Diwali ni khub shubheccha.
  Tamaru aa sursuriyu…maph karjo tamaru nahi pan sursuriya parno tamari blog item vanchi ne dil ma anand thae gayo..wah!
  Tamaro sandesho chotdaar che ane sailley, hamesh ni jem dhardaar.
  Apne fatakada na sursuriya thi vyathith thaie chie parantu, jivan nu susuriyu thava jatu hoy teni tamaa nathi rakhta je ma vadhare nuksaan che..barobar ne?
  Aavjo, badhane Diwali ni subhecchao

 2. એકવાર નિરાશ થયેલાં વ્યકિતને બધું જ નિરાશામય પ્રાપ્ત થાય છે. અને એકવાર જાગેલી ઉમીદને ઝડપી લેનાર અને હિંમત રાખનારને ઈશ્વર પણ મદદ કરે છે, હિંમતે મર્દા તો મદદે ખુદા!! આશા અને ઉમીદ આત્મવિશ્વાસ વધારનાર પ્રેરક બળ છે. આ પ્રેરકબળ આપણે આખા વર્ષ દરમિયાન મળતું રહે અને દિવાળી ની રોશની સદા આપણાં જીવનમાં ઝગમગાતી પ્રકાશ રેલાવતી રહે તે માટે જ આપણે આ સપરમ દિવસો માં દિવડાં પ્રગટાવતાં હોઈએ છીએ, આ પ્રકાશ અપણાં મનનાં અગોચર ખૂણાં સૂધી પહોંચવો જરૂરી છે, તો તે તમને આખું વર્ષ રોશની આપતો રહેશે, બસ મારી આ જ અંતરની અભિલાષા છે કે આ આશા રૂપી કિરણ અને પ્રકાશ સદા તમારા જીવન અને મનને પ્રકાશતો રહે અને તમારા અધૂરાં રહેલાં કાર્યો આ નવા વર્ષે પરી પૂર્ણ થાય તેવી શુભેચ્છા.Happy Diwali & Happy New Year To You & Yours Whole Family!

 3. માન.યશવંતભાઇ,નમસ્કાર. દિપાવલીની હાર્દિક શુભકામના.
  આપનો લેખ ગમ્યો, ઉપર પ્રવિણભાઇએ લખેલ કોમેન્ટ પણ પ્રેરણાદાયક છે. આભાર.
  શ્રી વિનયભાઇ (ફન એન ગ્યાન) અને અન્ય મિત્રો પણ બહુ સમયથી આ ઉઠાંતરી સામે લડાઇ લડે છે. કોઇના દ્વારા પણ, અને કોઇ પણ વિષયને લગતું, પછી તે સાહિત્ય હોય કે જ્ઞાનવિજ્ઞાન કે સામાન્યજ્ઞાનને લગતું હોય, લખાણ બેઠેબેઠું ઉઠાવી અને પોતાના નામે ઠઠાડી દેવું તે નૈતિક રીતે અનુચિત જ ગણાય. આનો વિરોધ હોયજ. હા કશું માહિતીપ્રદ લખાણ તેનાં મુળ લેખકનાં કે સ્ત્રોતનાં આભારસહ, સર્વનાં લાભમાટે પ્રસિધ્ધ કરાય તો અલગ વાત છે.
  (આ મુળ તો અમારી વિકિપીડિયનોની માર્ગદર્શિકા છે. જેમાં સંદર્ભ વગરનું લખાણ ચલાવી લેવાતું નથી)
  આપને,વિનયભાઇને અને આ કાર્યમાં જોડાયેલા સૌને શુભેચ્છાસહઃ ટેકો જાહેર કરૂં છું. ક્યારેકતો સ્વનિયંત્રણની લહેર ઉઠશેજ. આભાર.

 4. Yashwantji,
  Tame hamesha kaek navu navtar lae ne avo cho.
  Fatakda nu sursuriyu to barobar che parantu, jivan nu pan kyarek sursuriyu thae jatu hoy che ane pachu, manavi ne teni tamaa pan nathi hoti.
  Diwali ane nav varsh ni subheccha sathe fari malishu…….
  P.S. Tamne vandho na hoy to mane mail ma apno phone no moklavsho, raja par avu chu to mali ne anand thashe.

 5. પિંગબેક: અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો. | અસર

 6. પિંગબેક: અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો. | અસર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s