એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ

આજકાલ સ્વાઈન ફ્લૂ થી બચવાના ઈલાજો ધક્કામૂક્કી કરી રહ્યા છે!! અમને વિચાર આવે છે કે શું આ ઉપાયો બ્લોગજગતમાં  કૉપીપેસ્ટથી બચવા માટે કામ લાગી શકે?  જો લાગતા હોય તો કેવું સારું!

જો ખરેખર એવું હોય તો જાહેરાતો પણ કેવી થાય?

-બ્લોગ  પર લખાણ લખતાં પહેલાં આપના હાથ ડેટોલથી ધૂઓ જેથી બ્લોગનું કૉપીપેસ્ટ ન થઈ શકે.

-કમ્પ્યુટરનો પરદો ટીસ્યૂ પેપરથી લૂછ્યા પછી જ બ્લોગ પર લખાણ  લખવાનું  શરૂ કરો.

-તુલસીનાં પાન  ખાઈને બ્લોગ લખો. તુલસીમાં એ તાકાત છે કે કોઈને કૉપીપેસ્ટ કરતાં અટકાવી શકે.

– અતિશય કડવા ઉકાળા પીઓ અને પછી કૉપીપેસ્ટ વિરુદ્ધ ઉકળતા લેખો લખો જેની અસરથી કૉપીપેસ્ટ કરનારાંને પણ મૌલિક વિચારો આવે.

-શબ્દોની ભીડભાડવાળા બ્લોગની મુલાકાત લેવાનું ટાળો.

-આપના લખાણનું  કોપીપેસ્ટ થયું છે એવી શંકા પડે કે તરત જ કૉપીપેસ્ટનો ઈલાજ કરનારા ડૉક્ટરોની સલાહ લો.

-ગભરાવાની જરૂર નથી. સાવધાનીની જરૂર છે.

….પણ  ખરેખર એવું નથી. સ્વાઈન ફ્લૂ કદાચ કાબુમાં આવી જશે પણ કૉપીપેસ્ટ કાબુમાં નહીં આવે. અમે તો રહ્યા મેન્ગો પીપલ !! એટલે એક સામાન્ય માણસને છાજે એવી વિનંતી બ્લોગ પર મૂકી હતી.  આપે વાંચી ન હોય તો આ રહી:

મારા વાલીડાઓ. “અસર”નો આ ઓટલો અમે જાતે જ તૈયાર કર્યો છે. એ માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારું કોઈપણ લખાણ તમને ગમે તો તમારા બ્લોગમાં એની link આપશો તો તમને અને સાથે સાથે અમને પણ મજા આવશે. પણ દયાભાવ રાખીને copy-paste નો હાડ્ય હાડ્ય થયેલો રસ્તો કદી ન અપનાવશો. એનાથી સતત નવું લખવાની અમારી લગન પર અવળી અસર પડે છે. તમારી સમજદારી પર અમને વિશ્વાસ છે. આ ઓટલાને હેમખેમ રાખવા કાજે સહકાર આપશો અને નકલ કરવાથી દૂર રહેશો. જય બ્લોગજગત.
—- લિ. બે હાથ જોડેલો યશવંત ઠક્કર

કોઈને એવું થાય કે આ તે કેવી લાચારી? પણ શું થાય? હળહળતો કળિયુગ આવ્યો છે! આપણાં ઘરમાં ચોરી ન થાય એ માટે આપણે બે હાથ જોડીને  નમસ્કારની મુદ્રામાં ઊભું રહેવાનું? હાસ્તો. સામાન્ય માણસ  વિનંતી સિવાય બીજું શું કરી શકે? સામેવાળાની ખાનદાની અને સંસ્કારો પર આધાર રાખવો જ રહ્યો!!!

ઠીક છે અત્યારે તો બ્લોગજગતમાં  મોટાભાગે  બ્લોગ લખનારા મેન્ગોપીપલ છે. પણ જ્યારે મિર્ચીપીપલ બ્લોગ  લખવાનું  શરૂ કરશે ત્યારે?  બધા અમારી માફક જ નમ્ર થઈને ઊભા રહેશે? ના ભાઈ ના! તો તો આ બ્લોગજગતનું  શું થાય?

અમે એવા કેટલાંક નમૂના રજૂ કરીએ છીએ જેઓ બ્લોગ લખે તો  કૉપીપેસ્ટ કરનારાને કેવી કેવી ચેતવણી આપે!!!

[1]   ગુજરાતી ફિલ્મોનો નાયક અને ધગધગતાં લોહીનો ધણી “વીર બ્લોગવાળો”:

ખબરદાર. કોઈએ અમારા બ્લોગ પરથી  કૉપીપેસ્ટનાં કાળાં કારનામાં કર્યા છે તો.  ધીગાણાં થઈ જાહે  ધીંગાણાં. કૉપીપેસ્ટ કરનારાના બ્લોગના ટૂકડે ટૂકડા કરીને ગામના કૂતરાઓને નો ખવડાવું તો મારું નામ બ્લોગવાળો નઈં.

[2] “વાસ્તવ”નો ભાઈ [સંજયદત્ત] :

એ વાચકભાઈ, પઢના હૈ તો પઢ. લેકિન કોપીપેસ્ટકા સપના મત દેખ.  યે ઘોડા દેખ ઘોડા .  દો ખોખેકા હૈ. કિતનેકા? દો ખોખેકા. ચલ જાયેગા તો  ખેલ ખલ્લાસ!!!  તેરી કૉપી  ઈધર રહેગી ઔર તું પેસ્ટ હો જાયેગા  સીધા ઉપર! ક્યા સમજા? કૉપીપેસ્ટ  નહીં કરનેકા.  સપનેમેં ભી નહીં કરનેકા.

[3] “શોલે”નો જય  [અમિતાભ બચ્ચન ખરો પણ  બીગ અડ્ડાવળો નહીં ] :

અગર કિસીને કૉપીપેસ્ટકી કોશિશ કી તો થૂંકકે રખ દૂંગા. કૉપીસિંગ,અપની અંગૂલિયોંકો કહ દે કિ કોપીપેસ્ટકા ધંધા છોડ દે.

[4]  “ગોપી” નો  ગોપી [દિલીપકુમાર] :

હે  રામચંદ્ર કહ ગયે સીયાસે ઐસા કલજૂગ  આયેગા

હંસ લિખેગા બ્લોગ અપના ..કૌઆ બ્લોગ  ચુરાયેગા…

[5] “શોલે”નો જેલર [અસરાની]:

એટેન્શન ..  બ્લોગજગતકે બ્લોગરો. કાન ખોલકર સૂન લો. હમારે જાસુસ ઈસ બ્લોગજગતકે કૌનેકૌનેમેં ફૈલે હુએ  હૈ. યહાં કૌન  કહાંસે કબ કૉપીપેસ્ટ  કરતા હૈ વો સબ હમેં પતા ચલ જાતા હૈ. હમ અંગરેજકે જમાનેકે બ્લોગર હૈ. હમ આધા બ્લોગ ઈધરસે લાતે હૈ …આધા બ્લોગ ઉધરસે લાતે હૈ. ઔર બાકીકા અપની ખોપડીસે લાતે હૈ. આગે…. પઢ.

[6] ગમે તે ફિલ્મનો  નાના પાટેકર :

મૈ અપના સર પટક પટકકર થક ગયા… પાગલ હો ગયા પાગલ .  મગર મેરી સમઝમેં યે નહીં આતા હૈ કિ આપ  લોગ કિસીકે બ્લોગમેંસે કૉપીપેસ્ટ ક્યોં કરતેં હૈ!  ક્યોં કરતેં હૈ ઐસી મનમાની ? અરે ભાઈ. બ્લોગ   દિલસે લિખા જાતા હૈ..દિમાગસે લિખા જાતા હૈ. લેકિન  અગર આપકે દિલકે દરવાજેં બંધ હૈ  …અગર આપકે દિમાગકી બત્તી નહીં જલતી હૈ તો ક્યોં બનાતે  હૈ બ્લોગ? બૈઠે બૈઠે પકોડેં બનાઓ  ઔર પેટ ભરો અપના.  કિસીકે બ્લોગસે સામાન ચુરાકર અપના બ્લોગ ક્યોં ભરતે હો? લેકિન ક્યા કરે? એક બ્લોગ ..એક સાલા બ્લોગ.. આદમીકો ચોર બના દેતા હૈ.

Advertisements

73 thoughts on “એક સાલા બ્લોગ આદમીકો ચોર બના દેતા હૈ

 1. એક બ્લોગ ..એક સાલા બ્લોગ.. આદમીકો ચોર બના દેતા હૈ.

  સહિ બાત કરદી આપને યશવંતભાઈ હસતે હસતે
  થક ગયે ભઈ હમ તો એ કોપી-પેસ્ટ પઢતે પઢતે..

  કોપી-પેસ્ટ કરને વાલે ભી કોમેન્ટ કરતે રહતે હૈ !!
  ફિરભી વ્હો કભી નહિં થકેંગે કોપી-પેસ્ટ કરતે કરતે…

  અબ તો આદતસી હો ગયી ઉનકો,ક્યા કરે ક્યું કરે?
  ઐસે હિ બ્લોગ બઢતે જાયેંગે યુહિં બઢતે બઢતે

 2. બ્લોગ પર મૂકેલી કવિતા/લેખ જ નહીં પણ બ્લોગ પર રજુ કરેલા વિચારો, સંદર્ભો, બ્લોગનું ડિસ્ક્લેમર, ‘મારા વિશે’નું પાનું તેમજ બ્લોગની મુલાકાત લેવા માટેની ગુજારીશ કરતી ઈમેઈલની પણ બેઠ્ઠી નકલ કરતા લોકોને જોઈને મને આ ટૂચકો યાદ આવે છે: “બેટા, તને ના પાડી છે ને, બીજાના દફતરમાંથી પેન્સિલ ન ચોરાય, તને જોઈતી હોય ત્યારે મને કહેવાય, હું તને ઑફિસમાંથી લાવી આપીશ.”

 3. ખુબ જ અસરકારક અને ધારદાર રજૂઆત.
  પણ રીઢા ગુનેગારો( કોપી પેસ્ટ વાળા) માટે તો આ પથ્થર ઉપર પાણી અને ભેંસ આગળ ભાગવત જેવું છે.
  પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે કર્મ કર્યે જા ફળની આશા રાખીશ નહિં.
  એમ તમારે (આપણે) પણ કોઇ અપેક્ષા વગર કામ કર્યે જવાનું.

  • તમારી બધી વાત સાચી પણ પણ પહેલાં એ કહો કે તમને બે ઘડી મજા આવી કે નહીં?
   બસ ત્યારે… અમારી તો એ જ અપેક્ષા છે. બાકી અમેય જાણીએ છીએ કે આમાંથી એકેય કૉમેન્ટ ભેગી આવવાની નથી. કાલ્ય ઊઠીને અમે આ બ્લોગજગતમાં [કે પછી સમગ્ર જગતમાં] ન હોઈએ અને કોઈ ભૂલેચૂકેય અમારા બ્લોગની મુલાકાત લઈને થોડુંઘણું પણ મલકાશે તો અમારો આત્મા પણ વળતો મલકાટ કરશે.
   ગણપતિબાપ્પા મોરિયા…

 4. વાહ ઘણુ સારુ મૌલિક લેખન-શ્ર્લેશ નો સુભગ સમન્વય – અસર થાય તેવી સંભાવના કદાચ સ્વાઈન ફ્લુ જેટલી જ નહિવત છે!. પણ દિલથી લખેલી વાત છે તો ગણેશજી જરુરથી અમિતાભ-નાના પાટેકર-અસરાની- સંજય દત્ત-વીર બ્લોગવાળાની લાજ રાખશે !
  અભિનંદન….

  • પિન્કીબેન… ગણપતિ ઉત્સવના આ મંગળ દિવસોમાં બધાંને હસાવવાની અમે આ એક સ્કીમ બહાર પાડી હતી જે સફળ થઈ હોવાનો તમે પૂરાવો આપ્યો છે. આભાર.
   અને હા… ગણપતિબાપ્પા….. મોરિયા…

 5. યશવંતકાકા, મજા આવી ગઈ! શિર્ષક વાંચતાની સાથે જ ઘણી અપેક્ષાઓ બંધાય છે અને આપનો લેખ એ તમામ અપેક્ષાઓને સંતોષે છે. ખૂબ સરસ! તમારી કૉપી-ખોરો સામેની આ સ-હાસ્ય લડાઈને સલામ!

 6. બહુ મજા આવી યશવંતભાઈ… સમયસરનો લેખ…!

  પણ જો જો, તમારું આ લખાણ પણ ‘મારા વિશે’ પાના પર કોપી-પેસ્ટ થઈ જાય તો નવાઈ નહીં હોં… !

  મારા વાલીડાઓ. “”નો આ ઓટલો અમે જાતે જ તૈયાર કર્યો છે. એ માટે અમે ખૂબ જ મહેનત કરી છે. અમારું કોઈપણ લખાણ તમને ગમે તો તમારા બ્લોગમાં એની link આપશો તો તમને અને સાથે સાથે અમને પણ મજા આવશે. પણ દયાભાવ રાખીને copy-paste નો હાડ્ય હાડ્ય થયેલો રસ્તો કદી ન અપનાવશો. એનાથી સતત નવું લખવાની અમારી લગન પર અવળી અસર પડે છે. તમારી સમજદારી પર અમને વિશ્વાસ છે. આ ઓટલાને હેમખેમ રાખવા કાજે સહકાર આપશો અને નકલ કરવાથી દૂર રહેશો. જય બ્લોગજગત.
  —- લિ. બે હાથ જોડેલો

  😀

  અને હા…. રંગલા-રંગલી વેકેશન પર ગયા છે કે શું ??!

 7. યશવંતભાઈ
  ઉદાહરણ સહિત મૂક્યું હોત તો કવિતા રાજી થઈ જાત.
  બ્લોગ જગતમાં કેવળ ચોરી-ચપાટીનો જ પ્રોબલેમ નથી
  ગુણવત્તા પણ કદાચ…? આપણે શૂં બદલવું છે ? ચોરીઓ કે કાવ્યસ્તર !
  પણ બાપુ, છેવટે ગુજરતી બોલ્યો ખરો, વાહ….

  યશવંતભાઈ ‘ કવિતા શા માટે વાંચવી ‘ લેખ વાંચ્યો ?
  thank u

 8. Yashwantbhai,

  This is amazing post. I like it so much” ke mane thayu chal ne aa post jj Copy – Paste kari lau ” 🙂

  Wonderful. But I think we blogger have to be Mirchi people rather then Mango people.

  One more think technically you can disable right click from blog. Search on net you will find a code. This will help you to make your blog bit saffer. It’s not 100% solution because people like us have solution for that as well. 😉

 9. LOL. કોપી-પેસ્ટ કરતા કોપીરાઇટનો મુદ્દો મહત્વનો છે. કોપી-પેસ્ટ ક્યાંથી કરો તે મહત્વનું છે. દા.ત મારો બ્લોગ WTF Public License હેઠળ છે. તમે તમારા બ્લોગનું લાયસન્સ ન આપ્યુ હોય તો કોઇ લિંક આપીને પણ કોપી-પેસ્ટ ન કરી શકે!

 10. મજેદાર લેખ, અરે સાહેબ સસ્તી પ્રસિદ્ધિ માટે જશવંતસિંહ સાહેબ ની જેમ લોકો ઉટાંગ-પટાંગ હરકતો અને નકલો કરીને, બીજાનું પોતાને નામે ચઢાવીને વટ મારવા માટે જયાં હોય ત્યાં લાવા મારે છે અને ભાંગરો વાટે છે..પરંતુ જયારે સત્ય નો પ્રકાશ પોતાનું પોત પ્રકાશે ત્યારે આ લોકો ને કોઠીમાં મોં સંતાડી ને રોવા નો વારો પણ આવે છે (જો તેમના માં શરમ ભરી હોય તો?!…) બસ, હવે અહીં પણ બ્લોગ પરથી ઊઠાંતરી કરનારા પર પણ કોપીરાઈટના અધિકાર નો ભંગ કરવા બદલ કેસ ઠોકવા જોઈએ, ફરીયાદ કરવી જોઈએ અને તેનાથી આપણ ને થતા માનસિક અને આર્થિક નુકશાની ની ભરપાઈ કરવાની માંગ થવી જોઈએ.

 11. મજા પડી ગઈ બોસ એકદમ જબરદસ્ત,

  તમે રાજ કુમાર ની રીત પણ લખી શકો છો,
  જેમ કે – ” જાની યે હમારા બ્લોગ હે યહા સિર્ફ હમારી મરજી ચલતી હે, યહા સે હમારી મરજી કે બગેર કોઈ બ્લોગર કોપી પેસ્ટ નહિ કર શકતા… ”

  અને હા જો તમે રમેશ મેહતા ની લખશો તો તો ઓર મજા આવશે,
  “ઓ હો હો હો હો …… બાપડા તમે આ ક્યાં થી કોપી પેસ્ટ કરી ને લાવ્યા છો ?? “

 12. સરસ મજા આવી ગઈ. કોપી-પેસ્ટ કરવું સહેલુ છે ! મૌલિક લખવા માટે વાંચવું પડે અને વિચારવું પણ પડે અને ત્યારપછી જ લખી શકાય ! ખેર ! આપે હળવી શૈલીમા વેધક વાત કરી છે અને તે પણ અસરકારક રીતે ! ખૂબ ખૂબ અભિનંદન !
  સ-સ્નેહ
  અરવિંદ

 13. અરે વાહ..જેવું મજાનું શીર્ષક એવું જ મજાનું લખાણ….
  હમણાં વચ્ચે કોઇએ મને મારું જ કાવ્ય કોપી પેસ્ટ કરીને ફોરવર્ડ કરેલ…

  માણવાની મજા આવી..
  હળવાશભર્યો લેખ….

  • તમે મને મારાં ગજા બહારનો સવાલ કર્યો છે. માટલાંમાં ગુલ્ફી જમાવીને વેચનાર બીજાં જાણીતાં આઇસક્રીમનાં મથકો બાબત શું કહી શકે?
   …નમ્રપણે કહીશ કે આ બાબત વધારે અભ્યાસ નથી કર્યો. કરીશ અને પછી એક વાચક તરીકે કહેવા જેવું લાગે તે કહીશ.
   પણ અત્યારે તો મારી સમજ પ્રમાણે કહું તો એ લોકો સારું કામ કરી રહ્યા છે. એ લોકોના ચોક્કસ નીતિનિયમો હોવાનું જણાઈ આવે છે. એમણે પ્રગટ કરેલી સામગ્રીમાંથી વાચકોને તો મનગમતું મળી રહે છે. અન્ય લેખકોને પણ ઘણી ઉપયોગી વાતો મળી રહે છે .જેના થકી તેઓ પણ કઈંક નવું સર્જન કરવાની પ્રેરણા પામી શકે. કામના બોજાના કારણે કે શરતચૂકના કારણે ક્યારેક કોઈ ખામી આવી શકે પણ એ લોકોએ જે કર્યું છે કે કરી રહ્યાં છે એની કદર તો કરવીજ રહી. એ મંચનો ઉપયોગ કરીને કશું અનોખું દાખવવાનું તો લખનારાંના હાથમાં છે ને? એક હોજ છે.એમાં દૂધ રેડવાનું છે. હવે એ દૂધ વાસી રેડવું કે તાજું…દૂધ રેડવું કે પાણી… એનો વિવેક રેડનારે પણ રાખવો જ રહ્યો.
   પણ મારો સવાલ નવા યુવાન બ્લોગર્સને છે કે તમારે શું કરવું છે? જૂનું એટલું સોનું એમ માનીને સોનાનો ભરાવો જ કરવો છે? કોઈ પગભર થવા મથતા બ્લોગરના લખાણનું કોપીપેસ્ટ કરીને,વાચકોનો પ્રવાહ એમના તરફ જતો રોકીને ‘દેડકાનો જીવ જાય અને કાગડાને રમત થાય ‘ એવો આનંદ માણવો છે? હવાની સાથે તમે ઊડી શકો છો… શોપિંગમૉલની સીડીઓનો તરવરાટ તમારી પાસે છે. તમારે અડ્ડે જામતી ચર્ચાઓનો ચડભડાટ તમારી પાસે છે. યુવાન પાંખોનો ફડફડાટ તમારી પાસે છે. મોબાઈલમાં દર પાંચ મિનિટે દર્શન દેતા મેસેજની રંગત તમારી પાસે છે. કીબોર્ડ પર આંગળીઓને ઘુમાવવાની આવડત તમારી પાસે છે. પ્રગટ થવાની નવી નવી રીત રસમો તમારી પાસે છે. તમારા દિલ અને દિમાગમાં તમારા પોતાના અબીલ ગુલાલ છે છે અને છે. તમારે શાં માટે બીજાની થાળીમાંથી ગુલાલની ચપટી ભરવી જોઈએ? જલ્દી જલ્દી પોસ્ટ મૂકી દેવાને બદલે વાંચો,વિચારો, મથામણ કરો અને પ્રગટ થાઓ. આટલું સબળ માધ્યમ પહેલાં કોઈને મળ્યું નહોતું!!!! તમને મળ્યું છે.

   • જવાબ છે: આ લોકો પણ પરવાનગી વગર કોઇ કવિતા-લેખો ન મૂકી શકે. બ્લોગ પર તમે તમારું (એટલે કે તમારી પોતાની ઉપજ) લખાણ મૂકો એટલે એ તમારું કોપીરાઇટ કહેવાય. હવે આ કોપીરાઇટ એટલે કે તમે તેનાં માલિક. તમે તમારા કોપીરાઇટને ચોક્કસ લાયસન્સ (દા.ત. ક્રિએટીવ કોમન્સ, GPL કે પછી કંઇ નહીં) હેઠળ મૂકી શકો. ક્રિએટીવ કોમન્સ એ જોવા જેવી વસ્તુ છે. યશવંતભાઇ – ગુજરાતી બ્લોગર્સને ખાસ. જુઓ: http://creativecommons.org/

    કોપીરાઇટ રહે જ છે – તમે કયુ લાયસન્સ વાપરો છો તેનાં પર આધાર રહે છે કે તે કોપીરાઇટનો ભંગ થયો છે કે નહીં.

    ફોર્વડ ઇમેલનાં લખાણો કોપી-પેસ્ટ કરો એ પણ કોઇકનાં કોપીરાઇટનો ભંગ કહેવાય.

    અનુવાદ કરો તો પણ કોપીરાઇટનો ભંગ કહેવાય – કારણ કે તમે મૂળ લેખકની પરવાનગી લીધી નથી (અને તમને ખબર નથી કે મૂળ લખાણનું લાયસન્સ શું છે).

 14. યશવાલા ભાઈ, તમને ઘણા ધન્યવાદ.

  તમારાં લખાણોમાં મને જે આકર્ષણ છે તે ભાતભાતનાં ઉપસી આવતાં પાત્રોનું. બીજું તે દર વખતે પ્રગટતી નવતર શૈલીનું. વાચકોને તમે રેપીટેડલી કહ્યું કે તમારો આશય આનંદ કરવા–કરાવવાનો છે પણ એમાંથી નરવી રમુજની સાથે બોધપ્રદ પણ મળતું રહે છે. જુઓને, કાર્તિકભાઈ જેવાની કીમતી વીગતોય મળી જ રહે છે ને.

  નર્યું ને નરવું હાસ્ય કોને ન ગમે ? તમે આમ જ પ્રગટતા રહેજો. બ્લોગજગત પર આની બહુ જરુર છે. આ લખાણો સાહિત્યિક દૃષ્ટિએ પણ મૂલ્યવાન હોય છે જે નવા લેખકોને બહુ ઉપયોગી બની રહેવાનાં છે.

  અને હા, સૌથી મહત્ત્વની વાત તો છે તમારો ઓટલો ! અહીં સૌને કડવા–તીખા કટાક્ષો વગર બેસતાં–બોલતાં જોવાનો આનંદ ઑર જ છે; કદાચ એ જ તમને અભિપ્રેત છે.

  • જુગલકિશોરભાઈ… ઘણા બ્લોગરમિત્રો પાસે ઘણી જાણકારી અને આવડત છે. અમને પણ એમાંથી નવું નવું જાણવા મળે છે. નવી નવી સમજ કેળવાય… ક્રેટલીક ગેરસમજો દૂર થાય … એ તમામ ચર્ચા અને વાદવિવાદના જમા પાસાં છે.
   પણ… કોઈપણ મિત્રના માનના ભોગે કે અમારા ખુદના આત્મ-સન્માનના ભોગે કશું જ નહીં.
   સામસામેના છેડાના મત ધરાવનાર લોકો પણ એકબીજાનું માન જાળવીને પોતાની વાત રજુ કરી શકે છે એ બાબત જ અમને અભિપ્રેત છે. એમ કરવામાં હસી મજાક થઈ જાય એ વાત અલગ છે. પણ જ્યારે એમ લાગશે કે આ ઓટલો આનંદદાયક નથી રહ્યો ત્યારે ચૂપચાપ અલવિદા કરીને જતા રહીશું કોઈ “ખાલી બાંકડે” બેસવા!!

 15. યશવન્ત ભાઈ આતો પુર્વ પરા થી ચાલ્યુ આવે છે વચ્ચે બિનલે પણ આ અન્ગે બધાને થોડી વાત કરેલી પણ આલોકો તો હમ નહી સુધરેન્ગે વાળા છે માન શો? એકદુ કાવ્ય લખાઇ ગયુ હોય તો એ બીક લાગે છે કે આવુ કોઇ બીજા એ તો નહી લખ્યુ હોય ને?પણ આ બધા તો મે આગળ કહ્યુ તે મુજબ સુધરસે નહી અને અત્યારે કોઇ તાળુ (સોફ્ટ્વેર) લગાવ વનો ઉપાય વિચર્વો રહ્યો આપ કટાક્ષો મા કે બળતરા કરવા મા ટાઇમ ન બગડ્તા તમારુ કામ કર્યે જાઓ સમયે બધુ થશે સમય એનુ કામ કરશે
  સહિત્ય મા આ કૈ નવુ નથી પહેલ પણ હતુ પણ એ સમયે તન્ત્રી નામ નુ પ્રાણી હતુ તે બીચારો શિય વિયા થઈ જાતઓ અને આવા ચોરો ને કાઢી મુકતો હવે તો? કોપી ના થઈ શકે તેવુ તાળુ એજ ઉપાય છે

  • મહેશભાઈ… તમારી વાત અમે સમજી શકીએ છીએ કે કટાક્ષોમાં સમયનો વ્યય ન થાય અને કામ અટકે નહીં. તો એ અંગે જણાવવાનું કે કટાક્ષ,વ્યંગ ,હાસ્ય …લેખો લખવા એ પણ અમારા કામનો એક ભાગ જ છે. આ વખતે આ વિષય હતો તો હવે પછી કોઈ બીજો વિષય હશે. એ દ્વારા સમસ્યાની વાત પણ નીકળે.
   રહી વાત બળતરાની તો બળતરાથી તો કોણ મુક્ત છે? ને લખનારને બળતરા ક્યારેક પ્રેરણારૂપ થતી હોય છે. બાકી એ વાત સાચી કે એકને એક વાત પકડીને બેસી નહીં રહેવાનું તો એવું તો અમે કરતા નથી. અમારા બ્લોગ પર નજર નાખવાથી એ બાબતનો ખ્યાલ આવશે કે અલગ અલગ વિષય ..અલગ અલગ રીતે રજૂ થાય છે.

 16. Yashvantbhai,

  It’s very commendable that you have created “Asar” with hard work and your own “Maulik” thoughts.

  There are many webpages/blogs available trying to popularize our Gujarati langauge and its rich literature.All of these pages doesn’t entirely contain original writings and none of them is claiming to be original.But their efforts to renew the interest (Language as well as literature) amongs young Gujaraties is also commendable.

  I wish all the best to all of you who love the langauge and put an extra effort to renew the interest among new generation of Guj.

  • Nishithbhai…
   તમે જે લોકોની વાત કરો છો એ લોકો પણ એક ચોક્કસ પ્રકારની શિસ્ત જાળવીને “સંપાદક” તરીકેનું કામ કરી રહ્યા છે. એમણે મૂકેલી સામગ્રી વાચકોને જ નહીં પણ અન્ય લેખકોને પણ એટલીજ ઉપયોગી થાય છે. એમના મંચ પરથી કોઈની રચના પ્રગટ થાય તો જે તે લેખકને માટે પણ આનંદની વાત કહેવાય. એ લોકો કોઈએ પોતાના બ્લોગ પર મૂકેલી નવી નવી રચનાની સીધી ઉઠાંતરી નથી કરતા. એ લોકો સારું કામ કરી રહ્યા છે અને ધન્યવાદને પાત્ર છે.
   નવા બ્લોગર્સ એ બધું વાંચે,વિચારે અને આગળ વધે એનાથી વિશેષ આનંદની વાત કઈ હોઈ શકે? પણ ..પણ … પણ.. એવું કરવાને બદલે જે ઝપાટે ચડ્યો એને નહીં પ્રતિભાવ આપવાનો, એની નહીં રજા લેવાનો વિવેક દાખવવાનો અને એની પોસ્ટની ઉઠાતંરી કરીને પોતાના બ્લોગમાં મૂકી દેવાની પ્રવૃત્તિથી ચોક્કસપણે ઘણાં બ્લોગર મિત્રોને દુ:ખ થાય છે. અને એની ચર્ચા થાય છે ત્યારે આવી હરકતો કરનારાં બાજુ પર રહી જાય છે અને અન્ય મિત્રોને એમ થાય છે કે અમારાં સારાં કામોની વગોવણી થાય છે.
   નાજુક અને અનેક ગેરસમજણો ઊભી થાય એવો વિષય અને સામે પક્ષે દરિયા જેવું વિશાળ માધ્યમ હોવાથી આવું થાય. પણ એકબીજાએ કહેલી વાતનો મર્મ પકડીએ તો એક પ્રકારની સમજણ અને શિસ્ત વિકસે તો સૌને માટે સારું છે.
   અવારનવાર આ બાબતની વાતો બ્લોગજગતમાં થતી રહે છે અને વાચકોના પ્રતિભાવો પરથી ઘણી નવી વાતો જાણવા પણ મળે છે. ઘણી ગેરસમજો દૂર થાય છે અને નવી ગેરસમજો ઊભી પણ થાય છે. આ એક પ્રકારની સામુહિક પ્રક્રિયા ચાલતી રહે છે.
   હા… માત્ર વિવાદ ખાતર વાદવિવાદ કરવાનો કોઈ અર્થ નથી. એ પ્રવૃત્તિથી નુકસાન જ થાય. એ બાબતની તમારી વાત વાજબી છે. પણ અત્રે અમારો ઈરાદો એવો નથી.

 17. Yashwantji,
  This topic of copy is centuries old matter. It has and still, harashing all walks of life all over the world. China is famous for this and within our contry, our own USA(Ulhas nagar..) and Delhi are well known.
  In print media, this is common thing in vernacular and english language too. Kanti Bhatt has answered it this way ‘information is available in ample quantity on net-you should be aware to find it and use it for your use’…
  Plus, I think if copy culture was not there, many people in this world in many incapable countries would never allowed to have access to certain innovations done in developed countries..also, the A-bomb which USA used on H & N of Japan in WWII were result of copy. And, how USA is progressing? with the help of some visioneries of diff countries by giving them a place and facilities! this is also one way of copy paste!
  So, I think it is good that we carry on with our aim and not waste our energy on such people. For me, such people does not deserve atleast, my attention to them..I never take notice of such incapable enemies…they need to be more powerful than me, to be my enemy too!
  I have made blog but have not started to post matters on it…I am thinking whether to write in Gujarati or English…as this blog space is for Gujarati.

  • Envy…સ્વાગત છે.
   તમારું આગમન અમને હંમેશાં અમને આનંદ આપનારું રહ્યું છે. કારણ કે તમારી પાસે ઘણીજ જાણકારીથી ભરેલી વાતો હોય છે. જેમાંથી અમને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. વળી તમારી કહેવાની રીત પણ મુદ્દાસર હોય છે. ખરેખર તો તમારે તમારો બ્લોગ વહેલી તકે શરૂ કરી દેવો જોઈએ. ભાષાનો સવાલ નડે એવું અમને લાગતું નથી.
   આપણે કૉપીપેસ્ટની વાત કરીએ. અમે તો બહુ જ નાના ફલક પર વાત કરી કે કોઈના બ્લોગ પરથી એની રજા વગર ઉઠાંતરી કરીને લખાણ પોતાના બ્લોગ પર મૂકવું ઠીક નહીં. પણ તમે તો મોટા ફલક પર નકલના ફાયદા જણાવ્યા. કબૂલ. નકલ જરૂરી છે. નકલ થકી તો આપણે અત્યારે આ ભર્યું ભર્યું જીવન જીવી રહ્યા છીએ. પણ એવું કહેવાય છે કે નકલમાં અક્કલ હોવી જરૂરી છે. અક્કલનો ઉપયોગ થવાથી નકલમાં ફાયદો થાય છે.
   આપણે વાંદરાની વાત કરીએ કારણ કે એ લોકો નકલ માટે વધારે બદનામ થયા છે.
   એ વાનર યુગમાં કોઈ એક વાંદરાએ પોતાના માથા પર હાથ ફેરવ્યો હશે.કોઈ પણ કારણસર. એનું જોઈને બીજાએ પણ એવું જ કર્યું હશે. એને સારું લાગ્યું હશે. એ વારેવારે કરવા લાગ્યો હશે. એની નકલ બીજા વાંદરાઓએ કરી હશે. પણ એમાંથી જે લોકો માનવ તરફ ગતિ કરવા મગતાં હતાં એમણે એ નકલમાં પોતાની અક્કલ ઉમેરી હશે. એમણે હાથના બદલે લાકડાનાં ટૂકડાનો વપરાશ શરૂ કર્યો હશે. એમને ખ્યાલ આવતો ગયો હશે કે આમ કરવાથી માથાના વાળ સરખા રહે છે. આ રીતે નકલ અને અક્કલના મિશ્રણ થકી હેર સ્ટાઈલનો જન્મ થયો હશે. જે આજે એક મોટા ઉદ્યોગ બનવા તરફ ગતિ કરી રહ્યો છે. પણ આભાર એ પૂર્વજોનો કે જેમણે નકલમાં અક્કલ ઉમેરી. નહીં તો આપણે લોકો અત્યારે કોને ખબર ક્યા જંગલોમાં માથે હાથ ફેરવતા બેઠા હોત.
   ચીન કે અન્ય પ્રદેશનાં લોકો જો નકલની સાથે અક્કલનો ઉપયોગ ન કરતાં હોય તો આટલું મોટું બજાર મેળવી ન શકે. ઉત્પાદનમાં એકની જ્ગ્યાએ બીજી સામગ્રી વાપરવાની અને એના જેવી અન્ય બાબતોમાં એમણે અક્કલ દોડાવીજ હોય.
   એ જ રીતે સાહિત્યમાં પણ નકલની સાથે અક્કલનો ઉમેરો થવાથી જ નવાં પરિણામો મળે છે. જે તે પત્રકારો નેટ પરથી માહિતીના ખજાનામાંથી સામગ્રી મેળવીને પોતાની કોલમ તૈયાર કરતી વખતે એમાં પોતાની કહેવાની રીત ઉમેરે છે. બીજા સંદર્ભો ઉમેરે છે. સ્થાનિક પ્રશ્નોને વણી લે છે. જેના થકી એમનાં લખાણ રસપ્રદ બને છે.
   વિદ્યાર્થીઓને શોધનિબંધ તૈયાર કરતી વખતે ઢગલાબંધ કૉપીપેસ્ટ કરવું પડે. પણ એમણે એ ક્યાંથી મેળવ્યું એનો ઉલ્લેખ કરવાની શિસ્ત જાળવવી પડે છે. બ્લોગ ચલાવનારને ભલે નિબંધ તૈયાર ન કરવાનો હોય અને માત્ર અવલોકન કે વિવેચન કરવાનું હોય તો ખુશીથી જે તે બ્લોગમાંથી રજા સહિત કૉપીપેસ્ટ કરે અને એમાં પોતાને કહેવાનું હોય એ ઉમેરે. આ અમે નથી કહેતા પણ આ એક પ્રસ્થાપિત થયેલી સામાન્ય રીત છે. ગુજરાતી બ્લોગજગતમાં પણ સંપાદકો પોતાની સાઈટ પર અન્યના લખાણો મૂકે છે પણ એ માટે એમણે ઘણી મહેનત કરવી પડે છે… નીતિનિયમો પાળવા પડે છે અને સાથે સાથે જવાબદારી રાખવી પડે છે.
   [ માફ કરજો … નાનકડો વિરામ]

   • Thank you Yashwantji,
    Your all points are valid, I agree with you. I did put some points in my comment which are even as per me not related perfectly to your view in blog item here but, my aim was to bring some diff views also to be discussed along with copy-paste.
    You are absolutly correct that, person should put in his/her views along with the copied material (If he has, and should mention the mountain from where river has flown) Y’day night, I was explaining same to my daughter discussing essay with her that, it should be rich with your own thoughts, only then it would stand out within class and not look as a copy bcoz, all essays will be loaded with same points of idea.
    But, at the end- it all depends on the person’s culture and upbringing.
    Thnx agian for your reply…always waiting for your nice writtings.

    • નિબંધ તો મુક્તપણે વ્યક્ત થવાનો હોય.એને તો ગોખવાનો પણ ન હોય. જો કે એની ગાઈડ વપરાય છે. કેટલીક શાળાઓમાં એ શિક્ષક લખાવે અને બિચારાં બાળકોને બીક લાગે કે આપણું પોતાનું લખીશું તો માર્ક્સ કપાશે!!!!!!!! અને કપાય પણ ખરા!! આવી માનસિક્તા સાથે ઉછરેલાં બાળકો મોટા થયા પછી પણ આપણે આપણું લખીશું તો ખોટું લખાશે એવા ડરથી જ કૉપીપેસ્ટનો સહેલો અને સલામત લાગતો રસ્તો નહીં અપનાવતા હોય?
     એક તારણ એવું પણ વાંચવામાં આવેલું કે ડિગ્રી ખાતર કૉપીપેસ્ટના સહારે તૈયાર થતા નિબંધો પાછળ વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ થતો નથી.
     કૉપીપેસ્ટ એક સગવડતા છે. સાધન છે. જેમ કે ચપ્પુ એક સાધન છે. એનાથી શાક સમારાય અને બીજા અનેક ઘરગથ્થુ કામો થાય. કોઈ ચપ્પુથી બીજાંને ડરાવે ,ઈજા પહોંચાડે કે લૂંટફાટ કરે. તો ચપ્પુ ક્યારેક અણીના સમયે કોઈને પોતાનો જીવ બચાવવા માટે કામ લાગે. આમ ચપ્પુ કામનું પણ છે અને ભયજનક પણ છે. એ જ રીતે કૉપીપેસ્ટ માત્ર દૂષણ નથી કે માત્ર આભૂષણ નથી. એ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે એના પર આધાર છે. પણ ગમ્મત ત્યાં થાય છે કે કૉપીપેસ્ટના દૂષણવાળા પાસાની વાત થતી હોય ત્યારે એના જવાબમાં એના આભૂષણવાળા પાસાની વાતો થવા લાગે. ખેર… આ બહાને આટલી વાતો થઈ. મજા આવી.

     • Yashwantji,
      Thank U once again…I always like and learn many things from you too as I do from most people with whome I come into contact.
      Hahaha, yes you are right…that we went into a wide lane of praising copying but ok coz that is also needed to show those incompetent persons that this is the real way of its use and not the one they are taking NOW!

 18. વાહ! કડવી દવાને ગૉળમાં ડૂબાડીને એવી આપી છે કે છેલ્લે મગજમાં બત્તી થયા વગર ના રહે! ખૂબ સ-રસ!
  હવે copy-paste comment પણ જુઓ!!
  ~~~~~~~~~~~~~~~~~~
  “વાચકોને તમે રેપીટેડલી કહ્યું કે તમારો આશય આનંદ કરવા–કરાવવાનો છે પણ એમાંથી નરવી રમુજની સાથે બોધપ્રદ પણ મળતું રહે છે.” – jjkishor
  “તમે તમારા બ્લોગનું લાયસન્સ ન આપ્યુ હોય તો કોઇ લિંક આપીને પણ કોપી-પેસ્ટ ન કરી શકે!” – Kartik Mistry
  “જલ્દી જલ્દી પોસ્ટ મૂકી દેવાને બદલે વાંચો,વિચારો, મથામણ કરો અને પ્રગટ થાઓ. આટલું સબળ માધ્યમ પહેલાં કોઈને મળ્યું નહોતું!!!! તમને મળ્યું છે.” – યશવંત ઠક્કર

 19. યશવંતભાઈ,
  આ પોસ્ટ વાંચીને મજા આવી ગઈ.
  “પોસ્ટની ઉઠાતંરી કરીને પોતાના બ્લોગમાં મૂકી દેવાની પ્રવૃત્તિથી ચોક્કસપણે ઘણાં બ્લોગર મિત્રોને દુ:ખ થાય છે.”—–was your reply to some comment.
  જો કોઈ પોતાનું લખાણ (કોપીરાઈટ વિનાનું) બીજે copy-paste થયેલું જોઈને દુ:ખી થતું હોય તો એ તેનો જ પ્રોબ્લેમ છે. (જાણકારીનો અભાવ અપવાદ હોય શકે)
  missing રંગલો-રંગલી 🙂

  • જયપાલભાઈ… આનંદ થયો. તમારી વાત સાચી છે કે જાણકારીનો અભાવ એ પણ સમસ્યા છે. ચર્ચા થવાથી એ વાત પણ પ્રકાશમાં આવે છે. અમારા જેવા ઘણા બ્લોગર મિત્રોને હજી કપ્યુટર,ઇન્ટરનેટ કે બ્લોગને લગતી ટેકનિકલ બાબતોની પૂરી જાણકારી નથી. કાયદા-કાનૂન તો દૂર રહ્યા!! પણ યુવાન મિત્રોનું માર્ગદર્શન આનંદ આપનારું છે. એનાથી જરૂર ફેર પડશે.
   પણ અમે લોકો એક પરિવાર,સ્વયં-શિસ્ત કે સહકારની ભાવનાથી વિચારતા હોઈએ છીએ. કારણ કે કેટલા કેટલા કાયદા હોવા છતાં આપણને સામાજિક જીવનમાં સમજણ અને સહકાર પર જ વધારે આધાર રાખવો પડે છે. બની શકે કે આજના સમયમાં કે આ ક્ષેત્રમાં એ રીતનો આગ્રહ રાખવો ઠીક ન પણ હોય. આપની એ વાત સાથે સહમત છીએ કે જાણવું પણ જરૂરી છે. દરિયામાં પડવું અને….
   આવતા રહેજો. આદાન-પ્રદાન જરૂરી છે.

 20. વાહ રે… તમારી “લાચારી”…
  એક તરફ તમારી વિનંતી વાંચીને દયા આવે છે તો બીજી તરફ હસવું પણ આવે છે.
  ગમે તે હોય પણ ખુબ જ સારી રીતે ગાંધી માર્ગ અપનાવ્યો છે તમે (ચોર ને પણ તમારો બ્લોગ વાંચીને તમારી ચિંતા થાય તેવો માર્ગ)…

 21. યશવંત ભાઇ બહુ મજા આવી, પહેલા હાથ જોડી વિનંતી કરીને પછી કોપી-પેસ્ટ વાળા ઉપર શું બોમ્બ ફેંક્યા છે? થોડાક તો વિચારતા થઇ જશે.
  પણ આપણે લખવાની મજા રોકવાની નહીં. લંગડા ઘોડા દોડી દોડીને કેટલું દોડશે?

 22. બધું વાંચી મઝા આવી. ઘણી વખત નકલ અસલ કરતાં જોરદાર હોય છે. છાપામાં સમાચાર હતા કે પાકીસ્તાનમાં હજારની નોટ છપાય છે એ નાસીકની નોટ કરતાં અસલી લાગે છે. ખબર નહીં અસલી કોણ અને નકલી કોણ?

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.