જોડકાં જોડો અને કરોડપતિ બનો!

Cartoon Clipart

તસવીર: http://www.clipartoday.com/clipart/cartoons/cartoon/cartoon_266207.html

રવિવારની સવાર હતી. રજાનો દિવસ હતો. જશુભાઈના હાથમાં ચાનો કપ હતો. સામે જીતુ હતો.

જીતુએ સવાલ કર્યો: પપ્પા, એક સવાલ પૂછું?

રહેવા દે.તું મારું દિમાગ ખરાબ ના કરીશ.

તમારું દિમાગ ખરાબ જ છે. ઉપયોગ નહીં કરો તો વધારે ખરાબ થશે. માટે મારા સવાલનો જવાબ આપો કે – બાપને શિષ્યનું નામ ફળ્યું નહીં ને બેટાને ગુરુનું નામ ફળ્યું નહીં તો એ બાપ-બેટો કોણ ને એ ગુરુ-શિષ્ય કોણ?

તને ક્યાંથી આવા ઢંગધડા વગરના સવાલો સૂજે છે?

પ્રયત્ન તો કરો. મમ્મીના હાથની ચાનું તો માન રાખો.

મને તારા સવાલમાં કશી ગતાગમ પડતી નથી.

ગતાગમ હું પાડું. જૂઓ. એક બાપ છે. એને એક બેટો છે. સામે એક ગુરુ છે ને એ ગુરુને એક શિષ્ય છે. આટલું બરાબર સમજાયું?

સમજાયુ.

હવે ધ્યાનથી સાંભળો. એ બાપને પનારો પડે છે પેલા શિષ્યનાં નામસાથે. પણ એમાં એ જોઈએ એવા ફાવતા નથી. એવી જ રીતે એ બેટાને પનારો પડે છે પેલા ગુરુનાં નામ સાથે. પણ એનેય એમાં ખાસ ફાયદો થતો નથી. તો એ બાપ-બેટો કોણ? ને એ ગુરુ-શિષ્ય કોણ?

જશુભાઈ કામે લાગી ગયા. જીતુ રમવા જતો રહ્યો. જમવા ટાણે ફરી ભેગા થયા ત્યારે જીતુએ જવાબ માંગ્યો.

તું મને નિરાંતે ખાવા તો દે.

ખાધાં પછી પણ જશુભાઈ પાસે જવાબ નહોતો! જીતુએ એમની મુશ્કેલી ઓછી કરવા કહ્યું: પપ્પા, એ બાપ-બેટો બંને ફિલ્મી દુનિયાના જાણીતા કલાકારો છે. હવે તો એકદમ આસાન થઈ ગયું.

તું અમિતાભ અને અભિષેકની વાત તો નથી કરતો?

બિલકુલ સહી જવાબ. પણ પપ્પા, હજી ગુરુ-શિષ્યનાં નામ બાકી રહ્યાં. દિમાગ દોડાવો.

નથી દોડતું દીકરા.

જૂઓ.તમારે માટે એક હેલ્પ-લાઈન ખોલી આપું છું. એ ગુરુ-શિષ્ય મહાભારતનાં પાત્રો છે.

મહાભારતમાં તો ગુરુ દ્રોણ હતા

શાબાશ પપ્પા! હવે શિષ્યનું નામ બોલોજી.

અર્જુન?

અર્જુન નહીં. બીજા શિષ્યનું નામ બોલો. બીજો શિષ્ય મારા જેવો હતો. ગુરુના કલાસ ભરે નહીં છતાંય પાસ થાય એવો.અર્જુનને પણ ભારે પડે એવો.

એકલવ્ય?

બિલકુલ સહી જવાબ!

હવે સમજાયુંને કે અમિતાભને કે શિષ્યનું નામ ફળ્યું નહીં ને અભિષેકને ગુરુનું નામ ફળ્યું નહીં.

મને હજી તારી વાતમાં કશી સમજણ પડતી નથી.

મને તમારાં સામાન્ય જ્ઞાન માટે દયા આવે છે પપ્પા. તમને એટલી ખબર નથી કે અમિતાભની ‘એકલવ્ય’ ફિલ્મ ચાલી નહીં ને અભિષેકની ‘ દ્રોણા’ ચાલી નહીં.

ઓહોહોહો!!! તું કેવાં કેવાં જોડકાં જોડે છે? છાનોમનો ભણવાનું કર.

એ.. આવાં જોડકાં જોડીએ ને તો સામાન્ય જ્ઞાન વધે ને ક્યારેક કરોડપતિ થઈ જવાય! પપ્પા, તમે હજી ‘સ્લમ્ડોગ-કરોડપતિ’ જોઈ નથીને? જોઈ નાખો. પછી એ બાબત મારી સાથે ચર્ચા કરજો. આપણે ફરી મળીશું સાંજનાં ભોજન વખતે. ત્યાં સુધી તમે કરો આરામ અને હું જાઉં છું રમવા.

2 thoughts on “જોડકાં જોડો અને કરોડપતિ બનો!

  1. એ………….મને હજી વાતમાં કશી સમજણ પડતી નથી….આપણે ફરી મળીશું……..ત્યાં સુધી તમે કરો આરામ અને હું જાઉં છું રમવા

  2. અમીતાબ બચ્ચનનું નામ આવે એવી ટેગ ઉપર કલીક કરવું. અમીતાબ બચ્ચને ફીલમ સીગારમાં ચીરુટના સીન સાથેના ફોટાઓ તમ્બાકુ સાથે સંકડાયેલ ઉદ્યોગો પાસેથી વધારાના રુપીયા લઈ ગલીએ ગલીએ તમ્બાકુના પ્રચાર માટે એ પોસ્ટરો લગાડી દીધા અને કોણ જાણે કેટલાએ નાના બાળકો એનો ભોગ બન્યા. મુંબઈમાં ટાટા નામની કેન્સરની મોટી હોસ્પીટલ આવેલ છે એમાં કેન્સર પીડીત દર્દીઓની હાલત જોઈ બહુ જ દયા આવે છે. વળી તમ્બાકુ ગુટકા ખાઈ જેમને કેન્સરે ભોગ બનાવેલ છે એમને જોઈ ચીતરી પણ ચડે છે. તમ્બાકુના પ્રચાર પ્રસારમાં અમીતાબ બચ્ચને સહકાર આપેલ છે અને કેન્સરનો ભોગ બનેલ આત્માઓ ભટકી ભટકી અમીતાબ બચ્ચનને હેરાન કરે છે. આવી આત્માઓનું આયુષ્ય સામાન્ય રીતે ૫૦૦ વર્ષનું હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s