સપનું

જો આપ નવું ઘર ખરીદવાનું વિચારતા હો તો આપનું એ સપનું પૂરું થવાની તૈયારીમાં છે.

ટીવીના પરદા પરની મીઠડી નારીના મીઠડા શબ્દો જશુભાઈના કાને પડ્યા ને જશુભાઈએ ટીવીનો અવાજ વધાર્યો.

હાલમાં મંદીનાં કારણે મકાનોની કિંમતમાં ભારે ઘટાડો થયાના સમાચાર છે. જેને નવું મકાન ખરીદવું હોય એમણે હવે રાહ જોવાની જરૂર નથી. મીઠડી મોટાં મોટાં શહેરોના અલગ અલગ વિસ્તારો બતાવતી ગઈ અને કિંમત બોલતી જ ગઈ. જશુભાઈ ફાટી આંખે જોતા જ રહ્યા અને ફાટ્યા કાને સાંભળતા જ રહ્યા…. એક કરોડની કિંમતનો આ ભવ્ય ફ્લૅટ હવે આપને ફક્ત એંસી લાખમાં મળી શકે છે……પંચાશી લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત સિત્તેર લાખમાં મળી શકે છે. અને જો આપના બજેટ પ્રમાણે આ કિંમત વધારે લાગતી હોય તો નિરાશ થવાની જરૂર નથી. સાઈઠ લાખની કિંમતનો આ ફ્લૅટ હવે આપને ફક્ત પચાસ લાખમાં મળી શકે છે. તો મોડું શાં માટે? જલ્દી કરો અને આપનાં સપનાં સાકાર કરો….

જશુભાઈની મનગમતી વાત સાંભળવાની ઇચ્છા પૂરી થાય એ પહેલાં તો સમાચાર પૂરાં થયાં. મીઠડી પરદા પરથી જતી રહી ને જશુભાઈથી હાથ પછાડીને બૂમ પડાઈ ગઈ. કે એ… હાલી શું નીકળી છો?

બૂમ સાંભળીને નયનાબેન હાંફળાંફાંફળાં દોડીને આવ્યાં. શું થયું…?

જશુભાઈએ જવાબ આપ્યો કે મને તો એમ કે પાંચ દસ લાખની વાત કરશે પણ મારી બેટી પચાસ  લાખે આવીને તો અટકી ગઈ.

4 thoughts on “સપનું

  1. આવાં સપનાંને કારણે જ માણસ કદી પોતાના ઘરમાં રહેતો નથી.હંમેશાં એની પાસે ન હોય એવા ઘરમાં રહેવા માગે છે. જે હોય તે ઘર માત્ર મકાન બનીને એનો ભાર વેંઢાર્યા કરે છે!

  2. ગઈ કાલનું અધુરું સ્વપ્ન આજે પણ કદાચ અધુરું જ હશે આ આર્થિક મરામારીમાં…

  3. સારું છે કે બાપ-દાદાએ ઘર બનાવી દીધા છે – ૫૦૦૦૦/- નું રીપેરીંગ કરાવતા પહેલાં પાંચ વખત વિચાર કરવો પડે છે🙂

  4. બિલ્ડર્સ મહાશયો ગ્રાહકો શોધવા માટે આજકાલ ફૂટપાથ સુધી લાંબા થવા લાગ્યાં છે! પરંતુ ગ્રાહક બિચારો ડુંગળી ખરીદે કે ડુપ્લેક્ષ્?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s