દિવ્ય દર્શન -1994

દિવ્ય દર્શન -1994

અહીં ઠંડાં પીણાંની બોટલમાંથી નીકળી શકે છે મરેલી ગરોળી ગરોળી ગરોળી….

અહીં લાયસન્સ વગરની બંદુકમાંથી છૂટી શકે છે જીવતી ગોળી ગોળી ગોળી….

અહીં કશું જ અશક્ય નથી નથી નથી નથી નથી ……

અહીં ગણપતિનાં નામે ઉઘરાવેલા પૈસામાંથી પી શકાય છે દારૂ.

[ દારૂ ના પીઉં તો શું જખ મારું..? હેં શું જખ મારું ? ]

અહીં રસ્તા વચ્ચે કૂદી કૂદીને પૂછી શકાય છે સવાલો કે-

યે ઈલુ ઈલુ ક્યા હૈ ? ઈલુ ઈલુ

યે ઈલુ ઈલુ ક્યા હૈ ?

અહીં ભગવાનનો વરઘોડો જોવાના બહાને કરી શકાય છે ધક્કામુક્કી.

ને છૂટ્ટી મૂકી શકાય છે દસેય વંઠેલ આંગળીઓને

કાળાં ગોગલ્સ ધારણ કરનારી વાસનાને પગલે પગલે ….

ઢેનટેન ઢેનટેન ઢટેન ટટેન ટન

ઢેનટેન ઢેનટેન ઢટેન ટટેન ટન

અહીં મંગળસૂત્ર વેચીને શેર ખરીદી શકાય છે.

અહીં શેરના ભાવ ગગડે તો ઝેર પી શકાય છે.

બેચના હૈ બેચના હૈ ભાવ બઢ જાયે તો બેચના હૈ

લેના હૈ લેના હૈ ચૈન કી નીંદ લેના હૈ.

કુછ પતા નહીં ચલતા હૈ .. ક્યા હમેં કરના હૈ

ક્યોં હમે જીના હૈ… ક્યોં હમે મરના હૈ.


અહીં દૂરદર્શન ડાહ્યું ડમરું રે… ભાઈ ડાહ્યું ડમરું રે..

અહીં છાપાં ગાંડાતૂર સુંદીર વર શામળિયા

અહીં સપનાં ચકનાચૂર સુંદીર વર શામળિયા.

અહીં ક્રાંતિ જેવી ક્રાંતિ પણ વેચાણપટ્ટે મળતી.

અહીં શાંતિ જેવી શાંતિ પણ ભાડાપટ્ટે મળતી.

અય મેરે દિલ

તુ માન યા ન માન

હૈ મેરા ભારત મહાન.

કરતા આદાન પ્રદાન..

દેતા સંસ્કૃતિકા દાન

લેતા બડી બડી લોન.

અરે યે લોન કહાંસે આઈ?

બોલો બીચમેં લોન કહાંસે આઈ ?

આઈ વિશ્વબેંકસે આઈ… લોન વિશ્વબેંકસે આઈ.

અહીં વારતા રે વારતા ભાભો હોઠ લબડાવતા

ખોટેખોટું દબડાવતા એમ ગાડું ગબડાવતા.

રામરાજ્ય કેટલે?

ઝૂંપડી બળે એટલે.

બળતી હોય તો બળવા દેજે.

ભડકે ભડકે બળવા દેજે.

આવરે કાગડા લોહી પીવા.

આવું છું…. આવું છું … RDX લાવું છું.

આવું છું…. આવું છું … AK 56 લાવું છું.

હવે અહીં બોમ્બધડાકાનાં અજવાળે અજવાળે

આપની સમક્ષ આવી રહી છે…….

એક નવી સદી એક નવી બદી

એકવીસમી સદી.. એકવીસમી બદી.

હાં તો મેરે ભક્તજનો

આપ લોગ તાલિયાં બજાઈયે!

ક્યોં કી … ક્યોં કી … ક્યોં કી …

આપકી તકદીરમેં

તાલિયાં બજાના હી લિખા હૈ!!! .


[13-01-94]

Advertisements

3 thoughts on “દિવ્ય દર્શન -1994

  1. ચાલો હું જ કશું કહું 13-01-94 નું લખેલુ આ કાવ્ય 14-11-08 ના દિવસે બ્લોગમાં મૂકતી વખતે જ મારો ઈરાદો શું બદલાયું છે ને શું નથી બદલાયું એનો ખ્યાલ આપવાનો હતો. ઘણું ઘણું બદલાયું છે ને સારું થયું છે તો આરાજકતા, દહેશત ને ખાસ કરીને આંતકવાદ ત્યારે પણ હતાં ને આજે પણ છે. બલ્કે વધ્યાં છે.જેનો અહેસાસ આપણને કાલે 26-11-08 ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ એ કરાવી દીધો છે.

  2. વાહ ભાઇ વાહ, મેરા ભારત મહાન, સૌ મેં સે, નીન્યાનબે બેઇમાન,ફિર ભી મેરા ભારત મહાન.

    -ઘણી મજા આવી, પોટલામાંથી થોડું થોડું પીરસતા રહેજો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s