નવા વરસની પાર્ટી

વાત કરીએ જશુભાઈનાં બેસતાં વર્ષની. નયાનાબેનની મનાઈ હોવા છતાં જશુભાઈ અમુક વાક્યો બોલ્યા વગર રહી ન શક્યા. આ રહ્યા એ વાક્યો…..

  -એ.. અમે તો બેસતાં વરસની વહેલી સવારે ભળકડે અમારા કાકાને પગે લાગવા પહોંચી જતાતા. અત્યારે તો કોઈની ઘેર સવારે નવ વાગ્યે જઈએ તો  ડોહા ડગલાં સિવાય  બધાં ઘારોટતાં હોય.

-છોકરાઓને  વાંકા વળવાનું તો  આવડતું જ  નથી.  પણ ‘ જય શ્રી કૃષ્ણ’ બોલે તોય બસ.

    – તૈયાર ચેવડો ને તૈયાર મીઠાઈ  મૂકી દે. ખાવ ને થાવ હાલતાં. શુકનનો એકાદ ઘૂઘરો તો   જાતે બનાવે.

– બપોર સુધીમાં તો અમે અર્ધાં  સગાંવહાલાંને પતાવી દેતાતા. બાકી રહેલાં બપોર પછી.આજની જેવાં બહાનાં નહોતાં.

– કોઈને આવવા જવાનો સમય ક્યાં છે?  જોને સગાંવહાલાંના નામ પર કાગડા ઊડે  છે.

-તહેવાર જેવું રહ્યું છે જ ક્યાં? ખર્ચાનો પાર નહીં  પણ મજાનું નામ નહીં.

         સાંજે જીતુ  બહાર જવા તૈયાર થયો. મમ્મી મારું ખાવાનું ન બનાવતી. અમારા ભાઈબંધોની આજે પાર્ટી છે.

   સારું. નયનાબેને રાજીખુશીથી રજા આપી દીધી.

   પણ જશુભાઈએ વાંધો ઉઠાવ્યો. ઊગીને ઊભા થયા છો ને પાર્ટી?  નથી જવાનું.  પાર્ટીના પૈસા કોણ અનિલ અંબાણી આપશે.?

      તમે ચિંતા ન કરો. બંદોબસ્ત થઈ ગયો છે.  જીતુએ કોલર ઊંચા કરીને કહ્યું.  

  અરે પણ કેવી રીતે?

  એ બાબતમાં તમે મમ્મી સાથે વાત કરી લો તો સારું.  હું જાઉં છું. આઈ હેવ નો ટાઈમ.

જીતુ ઝડપથી બહાર નીકળી ગયો.  જશુભાઈ ઊંચાનીચા થઈ ગયા.

આ છોકરો અત્યારથી મારું માનતો નથી મોટો થઈને શું કરશે?  કઈ હોટેલમાં  પાર્ટી રાખી છે?  તને ખબર છે?

શાની હોટેલ ફોટેલ ? બિચારા દર વખતની જેમ ચાઈનિજ ખાવા લારી પર ગયા છે. પૈસા વધશે તો આઈસક્રીમેય  ખાશે.  નહીં તો બરફના ગોળા ખાશે.  વરસમાં એકાદ વખત તો જાય કે નહીં?

પણ  પૈસાનો બંદોબસ્ત કેવી રીતે કરશે?

આપણે સવારે એના હાથમાં દસ દસ રૂપિયા મૂક્યા હતાને? એ જ બંદોબસ્ત!    

જશુભાઈ ચૂપ જ નહીં શાંત થઈ ગયા.  થોડીવાર પછી એ પણ બહાર જવા માટે તૈયાર થઈ ગયા.

કેમ તમે વળી ક્યાં ઉપડ્યા?  નયનાબેને પૂછ્યું.

હું જાઉં.એટલા પૈસા કદાસ ઓછા પડશે. એ લોકો ભેગા થાય તો બીજા પાંચદસ રૂપિયા આપતો આવું.

ચિંતા ન કરો. રક્ષાબંધન વખતે મારા ભાઈએ આપ્યા હતા એમાંથી એમાંથી બીજા દસ રૂપિયા આપ્યા છે.  વધે તો પાછા લાવવાનું કહ્યું છે.   

સારું કર્યું.  જશુભાઈ પાછા બેસી ગયા.

પાર્ટી પતાવીને જીતુ આવ્યો ને નયનાબેનના હાથમાં દસ રૂપિયા મૂકીને બોલ્યો. લે મમ્મી આની જરૂર પડી નથી. તને કામ લાગશે.

નયનાબેને જશુભાઈની સામે જોયું.  જશુભાઈ પોતાની ભીની આંખો છુપાવવા માટે દીવાની જ્યોત તરફ  જોવા લાગ્યા.

Advertisements

5 thoughts on “નવા વરસની પાર્ટી

  1. સલામ છે જશુભાઈને…અને સલામ તમારા જીતુને.
    જશુભાઈના ઘણા બધા વાક્યોતો હું પણ થોડી ઘણી દીવાળીઓથી બોલતો આવ્યો છું. પણ આ નારી સ્વાતંત્ર્યના યુગમાં કઈ સન્નારીને આપણાથી કહેવાય કે શકનનો એકાદ ઘુઘરો જાતે બનાવે? અને કન્ઝ્યુમરિઝમનો જમાનો છે ભાઈ, ઘરે ખવાતું હશે? સારા દિવસે તો હોટલમાં જ જવું પડે.

    • દિવાળીના તહેવારો પહેલાં જ ઢગલાબંધ બનાવટી માવો પકડાયાના સમાચારો પ્રચારિત થયાં હતાં. પરંતું સાહસિકોને કોણ કોણ શકે છે?
      પહેલાં તો માત્ર નરસા દિવસોમાં જ [જેમ કે પત્ની પિયરમાં હોય ] હોટેલમાં જવાતું જ્યારે હવે તો સારાં દિવસોમાં પણ જવું જરૂરી થઈ ગયું છે. સારી વાત છે. બસ, માત્ર ભેળસેળ ઓછી થાય તો સારું!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s