તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

સ્વામી શ્રી ચિત્તભ્રમજીનું નામ હવે લોકોથી અજાણ્યું નથી. કોઈક જ એવો મૂઢ આત્મા હશે કે જે સ્વામી શ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતો હોય! હાલમાં જ્યારે મંદીનું વાતાવરણ ચારે તરફ છવાયેલું છે ત્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજી જ નોધારાના આધાર છે. દેશમાં આટલા બધા સ્વામીઓ છે પણ તેઓ તો માત્ર શાસ્ત્રોના આધારે એક જ પ્રકારની વાતો કરે છે જ્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજીનું વ્યક્તિત્વ જ અલગ પ્રકારનું છે. તેઓ પાસે એક અનોખો ‘સૂરસૂરિયાંવાદ’ છે જેનાથી આજ સુધી આપણી આધ્યાત્મિક હસ્તિઓ અજાણ હતી.

આવા સ્વામી શ્રી ચિત્તભ્રમજી ગઈકાલે આ શહેરમાં પધાર્યા હતા. ‘ તેજી’ છાપ ફટાકડાના નિર્માતા તરફથી સ્વામી શ્રી ચિત્તભ્રમજીના એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાલ ‘ તેજી’ છાપ ફટાકડા ન ફૂટવાના કારણે જ્યારે લોકો નિરાશાની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયાં છે ત્યારે સ્વામી શ્રી ચિત્તભ્રમજીના પ્રવચનો લોકોના ઘા પર મલમની ગરજ સારી રહ્યાં છે. સ્વામીજીને સાંભળવા માટે કાલે કાળી ચૌદશની અર્ધી રાત્રે શહેરના સ્મશાનઘાટ પર માનવમહેરામણ ઊમટી પડ્યો હતો.

સ્વામી શ્રી ચિત્તભ્રમજીએ ‘સૂરસૂરિયાંનો આનંદ’ એ વિષય પર ખૂબ જ માર્મિક પ્રવચન આપીને લોકોને રસતરબોળ કરી દીધાં હતાં. સ્વામીશ્રીએ પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘ તેજી’ છાપ ફટાકડા ન ફૂટે તો લોકોએ નિરાશ થવાની જરાય જરૂર નથી. એને ફોડવાના પ્રયત્નો કરવા જોઈએ. આ પ્રવૃત્તિ તમને આશાવાદી બનાવશે. જો ફટાકડાનું સૂરસૂરિયું થશે તો તમને અમુક માત્રામાં પૈસા વસૂલ થયાનો આનંદ પ્રાપ્ત થશે. ને જો ફટાકડાનું સૂરસૂરિયું નહીં થાય તો તમે મોહમુક્ત થશો. આમ તમારે તો બંને હાથમાં લાડવો છે. સ્વામીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે ક્યારેક તો ફટાકડો ફૂટે ને જે આનંદ પ્રાપ્ત થાય એનાથી વિશેષ આનંદ સૂરસૂરિયું આપતો હોય છે.

પ્રવચન પછી હવાઈ ગયેલા ‘ તેજી’ છાપ ફટાકડાને ફોડવાનો ને સૂરસૂરિયાંનો આનંદ માણવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેનો લોકોએ મન મૂકીને લાભ લીધો હતો. સ્વામીશ્રી પોતે પણ ભક્તો સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા. એક સૂરસૂરિયું જ્યારે સ્વામીશ્રીની લુંગીમાં પ્રવેશી ગયું હતું ત્યારે લોકોનો આનંદ ચરમ સીમાએ પહોંચ્યો હતો.

આમ સ્વામી શ્રી ચિત્તભ્રમજીએ લોકોની કાળી ચૌદશ સુધારી દીધી હતી અને દિવાળી સુધરે એ માટે લોકોને માનસિક રીતે તૈયાર કરી ધીધાં હતાં.

Advertisements

4 thoughts on “તમે સ્વામીશ્રી ચિત્તભ્રમજી વિષે ન જાણતાં હો તો વાંચો આ અહેવાલ.

  1. ફટાકડા ફોડવાનો આનંદ તો માણ્યો છે પણ બાપલા તમારા આ ૘તેજી છાપ – ના સૂરસૂરિયાને માણવાની મઝા આવી. તમારે ઓટલે આવતા જ મલકાટ અજબ છે ૢ એ હાલવા દો તમ તમારે રમરમાવીને!

  2. પિંગબેક: જુગારકણિકાઓ « અસર

  3. પિંગબેક: અનોખા મહારાજશ્રીની પધરામણી | અસર

  4. પિંગબેક: અપણા નેતાઓમાં ફટાકડાનાં દર્શન કરો. | અસર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s