તમને ખરેખર વરસાદ ગમે છે?

તમને ખરેખર વરસાદ ગમે છે? હા? તો મને કહેવા દો કે બારીમાં બેસીને વરસાદની મજા લેવી એ અલગ વાત છે અને ધોધમાર વરસાદમાં  બેસુમાર ભીંજાવું એ અલગ વાત છે. ગરમાગરમ ભજીયાં ખાતાં ખાતાં કે ચાના ઘૂંટડા ભરતાં ભરતાં વરસાદી ગીતોની મજા લેવી એ અલગ વાત છે અને વૃક્ષોની માફક અનરાધાર વરસાદમાં નહાવું એ અલગ વાત છે. વરસાદની મજા માપી માપીને ન લેવાય! બેફામ ઝીલી ઝીલીને લેવાય!

એમતો અમારા જશુભાઈ [જીતુના પપ્પા જ તો] પહેલા વરસાદની મજા લે અને પછી આખી મોસમ  એક જ રટણ કર્યા કરે કે મેં તો મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ! અરે બાપલા! એક વાર ભીંજાવામાં શું ધાડ મારી ? બાર બાર લગાતાર ભીંજાવ તો તમે ભાયડા!

કોઈ  તો  વળી મોસમમાં એકાદ બે વાર પલળ્યા હોય તો એની તારીખ યાદ રાખે ને ગર્વથી કહેતા ફરે કેહું તો ફલાણા દિવસે ભીંજાયો છું કાંઈ! એને મારે એટલું જ પૂછવાનું છે કે ભાઈ મારા. તું ખરેખર સ્વેચ્છાએ ભીંજાયો હતો કે પછી રેઇનકોટ ભુલાયો હોવાથી ભીંજાવું પડ્યું હતું? રેઇનકોટના ભૂલી ગયા હોવાથી ના છૂટકે પલળવું પડે એ તો પરાણનું  પુણ્ય કહેવાય!

એમાંય પાછો અફસોસ તો ખરો જ કે સાલું.. રેઇનકોટ હોત તો સારું હતું. મારે પલળવું ના પડત. એને   શું કહેવાનું હોય? એ જ કહેવાનું  હોય કે ભલા માણસ. ભગવાનનો પહાડ માન   કે તને વરસાદમાં ભીંજાવાનો લહાવો પ્રાપ્ત થયો.  એનો અફસોસ ના હોય. અને હવે બીમારી આવશેની ચિંતા કરતો  કરતો આગોતરા દવા [આગોતરા જામીનની માફક]  લેવા ના દોડતો! ભીંજાવું એ પણ નસીબની વાત છે!!

તોફાની ટાબરિયાં કેવાં ભીંજાય છે એ જોયું છે ને ? રેઇનકોટ હોય તોય ના પહેરે! દિલથી ભીંજાય! વરસાદની ધાર ઓછી પડતી હોય એમ પાછાં જ્યાં મોટો દદુડો પડતો હોય ત્યાંથી જાણીજોઈને ચાલે! એ માંદાં પડી જવાશેની આગોતરા ફિકર કરતાં નથી. એ કામ મોટાંનું.

ને કાઠીયાવાડના ખેડૂતની શી વાત કરવી! સીમમાંથી  અનરાધાર  વરસાદને ઝીલતો આવ્યો  હોય  પણ એના ચહેરા પર નર્યો આનંદ છલકાતો હોય! વરસાદની વધામણી ખાતો ખાતો આવે! એને જરાક કોઈ પૂછે કે સીમમાં કેવોક વરસાદ? તો જવાબમાં એ પોતે જ વરસી પડે. અરે આજે તો મેઘરાજાએ  ભૂક્કા બોલાવી દીધા ભૂક્કા! આખા પંથકમાં લીલા લહેર કરી દીધી હોં. એકે એક નહેરાંમાં માથોડું માથોડું પાણી સે. ને આપણી નદી તો  અટાણે બે કાંઠે ભાગી જાય સે…… બોલતા બોલતા એ થાકે નહીં ને  સાંભળનારને પણ શેર લોહી ચડે! એકે એક માણસ જાણે કવિ બની જાય!!

એની જગ્યાએ શહેરના કોઈ માણસને વરસાદ બાબત પૂછ્યું હોય તો માપી માપીને બોલશે. બે ત્રણ ઇંચ જેટલો પડ્યો હશે. વિષેશ બોલી જ ના શકે.  જેનાં મનમાં સત્તર જાતનાં લફરાં ચકરાવા લેતા હોય એ બીચારો વરસાદ બાબત વધારે શું બોલી શકે?

હવે તમને કદાચ એવું થતું હશે કે આ માણસ  ઘરના ખૂણામાં ભરાઈને વરસાદ બાબત મોટી મોટી વાતોનો બ્લોગ લખે છે તો પછી એ પોતે કેમ વરસાદમાં  ભીંજાવા બહાર નથી નીકળતો! તો લો એ વાત પર હું અહીં અટકું છું ને નીકળી પડું છું ઘરની બહાર!  રેઇનકોટ લીધા વગર!

Advertisements

9 thoughts on “તમને ખરેખર વરસાદ ગમે છે?

 1. ……….તો પછી એ પોતે કેમ વરસાદમાં ભીંજાવા બહાર નથી નીકળતો! તો લો એ વાત પર હું અહીં અટકું છું ને નીકળી પડું છું ઘરની બહાર! રેઇનકોટ લીધા વગર! જેવા મારા નસીબ !!!

  tamaara nasib kharekhar sara j chhe !

  sundar nibandh !
  http://www.aasvad.wordpress.com

 2. અરે, યશવંતભાઈ, વરસાદ એતલે શું તે અમને કચ્છીઓને પૂછો. હવે તો કહે છે કે વરુણદેવતાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે એટલે કચ્છની ધરતીઊના નિસાસા છોડતી નથી, વરસાદ ન આવવાની રિધમ બદલાઈ છે. પહેલાં તો પહેલાં વરસાદમાં છત્રી લઈને નીકળો તો કોઈ ઘરની બારીમાંથી બૂમ સંભળાય… “દુકાળિ્યો!!
  પછી તો શું, બસ વોકળામાં છોકરાંઓ તરતાં હોય, હમીરસર ઓગને (છલકાય) તેની રાહ જોવાય, ‘મોટા બંધ’માં પાણી કે્ટલું છે તે જોવા મા્ટે ભીડ એકઠી થાય,
  બદામી છેલો ફાટશે કે શું, એની ચર્ચાઓ થાય…. બસ, બ્લૉગ કરતાં એની પૂંછડી લાંબી ન ચાલે ને?.

  • દીપકભાઈ,
   પહેલા વરસાદમાં ભીંજાવાની તમન્ના તો ભાગ્યે જ કોઈને નહિ હોય. શહેરમાં રહેનાર પણ નથી ઇચ્છતો કે , પહેલા વરસાદનું સ્વાગત પોતે છત્રી કે રેઇનકોટથી કરે. એકાદ વખત ભીંજાયા પછી જ આ સાધનોને સાથે લઈને નીકળે. છતાંય કોઈને મજબૂરી હોઈ શકે. વ્યવસાય કે ધંધાની જગ્યાએ કોરા હોવું ફરજીયાત હોય! તબિયતના કારણે પણ કોઈ વટના માર્યા ગાજરા ન પણ ખાય. એકંદરે તો વરસાદનું આગમન સહુને આવકાર્ય લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s