માણસ + મોબાઇલ = માયા

MagCom mobile phone

Image via Wikipedia

મોબાઈલ કનેક્શનની જાતજાતની સ્કીમ્સ

ને ભાતભાતના પ્લાન્સ!

એમાં કઈ સ્કીમ રૂપાળી ને કઈ કદરૂપી?

ક્યો પ્લાન સારો ને ક્યો નઠારો?

એનું કોઈને નથી ભાન

એનું કોઈને નથી જ્ઞાન!!!!

ભાડું ઘટે તો કૉલ-ચાર્જ વધે

ને કૉલ-ચાર્જ ઘટે તો ભાડું વધે!

ફાયદો તો જ થાય

જો ચૂકવણું વધારે થાય!

આ સાદી સીધી વાત

સમજતાં સમજતાં માણસ

કૅલ્ક્યુલેટર બની જાય!!

માણસ માણસ મટીને

કૅલ્ક્યુલેટર બનવાનો થાય

અર્થાત

ઉલમાંથી ચૂલમાં પડવાનો થાય

ત્યારે

પ્લાન બદલવા

કે નવી સ્કીમમાં જોડાવા જાય!!!

ઇચ્છિત ફળ પ્રાપ્ત ન થવાથી

રઘવાયો રઘવાયો થયેલો માણસ

એક કંપનીમાંથી બીજીમાં

ને બીજીમાંથી ત્રીજીમાં

શરણ લેતો જાય

એતો રાતોપીળો થાય

એતો ઊંચોનીચો થાય

પણ છેવટે તો

હતો ત્યાં ને ત્યાં જાય!!

આમ કેમ થાય છે એનું રહસ્ય

કોઈને ન સમજાય

ને સમજાય તો એ બાવો બની જાય

ને બાવો બનીને પણ

મોબાઈલ તો

વાપરે વાપરે ને વાપરે જ !!!

આમ… આદમી બિચારો

દોડીદોડીને કેટલું દોડી શકે?

સ્પાઈડરમેનની માફક કૂદકા મારતી

પ્રગતિની સાથે

પોતાની જાતને

જોડીજોડીને કેટલી જોડી શકે?

આંબાની ઊંચીઊંચી ડાળે

લટકતી… લચકતી..કચમચતી

કેરીઓ તોડીતોડીને

કેટલી તોડી શકે?

સુવિધાના સાધનની માયા

છોડીછોડીને કેટલી છોડી શકે?

એ ભાણે બેઠો હોય તોય

એને નથી નિરાંત!

મોઢામાં રહી જાય છે કોળિયો

ને કરવી પડે છે એને વાત!

મંદિરના ઓટલેય

એનું મન નથી શાંત!!

સ્મશાનમાંય એનાં મનમાં

ચપટીક વૈરાગ્ય ઊગે ના ઊગે

ત્યાં તો

એના મોબાઈલમાંથી

ફૂંકાય રિંગટોનનું

પ્રંચડ તોફાન!!!

નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે..

તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે…

અચકાતો ખચકાતો માણસ

આઘોપાછો થાય છે

ને દબાતે અવાજે કહે છે:

પતવા આવ્યું છે….

થોડી વારમાં આવું છું !!!!!!!!!!!!!!!

3 thoughts on “માણસ + મોબાઇલ = માયા

  1. પિંગબેક: કરો કંકુના « બ્લોગમિર્ચી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s