જિંદગી

સાવ અણધાર્યા અહીં તોફાન આવે

ફૂલમાં પણ મોતનો સામાન  આવે.  

જિંદગી ઈશ્વર તણી હો તોય શું  છે?

જિંદગીમાં જંગના મેદાન આવે .

લાગણીની થાય એવી પણ અસર કે

તોરણો બાંધો અને  મહેમાન  આવે.

એ નજરના દોષની માઠી અસર છે

સ્વપ્નમાં પણ જિંદગી વેરાન આવે. 

જિંદગી આખી ભલે શીખ્યા કરો પણ

શ્વાસ છેલ્લો  હોય ત્યારે જ્ઞાન  આવે.

Advertisements

2 thoughts on “જિંદગી

  1. જિંદગી આખી ભલે શીખ્યા કરો પણ
    શ્વાસ છેલ્લો હોય ત્યારે જ્ઞાન આવે.
    એ આપણે આપણી સાથે કરેલી છેતરપિંડીનો અંતિમ પસ્તાવો નથી??

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.